________________
પણ આંતરિક તાવ જેવો આગ્રહ હોવાથી કોઈ વાર અકલ્યાણમિત્રના સંગથી (અસદ્યોગથી) ગુણાભાસ પણ સંભવે છે.
અહીં યાદ રાખવું જોઈએ કે આ દૃષ્ટિમાં સદ્ગુરુદેવશ્રીના સદ્યોગથી ગુણની પ્રાપ્તિ થવાનો આરંભ થયેલો હોવા છતાં અત્યંતર જવરની જેમ આગ્રહ હોવાથી અકલ્યાણમિત્રના યોગથી(અસના યોગથી) ગુણના બદલે ગુણાભાસની પ્રાપ્તિ થાય છે. સદ્દગુરુનો યોગ થયા પછી પણ પૂર્વના પ્રબળ પરિચયાદિના કારણે કોઈ વાર અસનો(અકલ્યાણમિત્રનો) યોગ થવાથી મોક્ષના સાધનભૂત ગુણો ગુણાભાસમાં પરિણમતા હોય છે. આવા વખતે વર્ષોનો પરિચય છોડી દેવાનું લગભગ શક્ય બનતું નથી.
અકલ્યાણમિત્રો આપણને જે રીતે નુકસાન પહોંચાડે છે, એનો ખ્યાલ આવ્યા પછી પણ એનાથી દૂર રહેવાનું ઘણું જ કપરું કામ છે. અનાદિનો આગ્રહ તો છે જ અને એમાં આ અકલ્યાણમિત્રોનો યોગ મળે. પછી તો આપણા હાથમાં કશું જ રહેતું નથી. અંદર તાવ હોય અને અપથ્યાદિનો યોગ મળે તો દર્દીનું શું થાય - એ આપણને ખ્યાલમાં છે જ. ત્યાં અપથ્યથી દૂર રહી શકનારા પણ અહીં અકલ્યાણમિત્રોથી દૂર રહી શકતા નથી. યોગના અર્થી જીવો એ કામ કરી શકે તો સિદ્ધિનો અદ્ધભાગ સિદ્ધ થઈ ગયો છે - એમ કહી શકાય. મોક્ષમાર્ગની સાધનામાં વિનોને દૂર કરવાની વાતો કરવાના બદલે એ વિદ્ગો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. કલ્યાણમિત્રો વિપ્નો ઉપર વિજય પ્રાપ્ત કરાવનારા છે. અકલ્યાણમિત્રો વિઘ્નોને દૂર કરવા પ્રયત્ન કરાવનારા છે. સ્થિરચિત્તે જો એનો વિચાર કરીએ તો એ બેમાં ઘણો મોટો ફરક જણાશે. મિત્રાદષ્ટિને પામ્યા પછી પણ તારાદિ દષ્ટિઓને પ્રાપ્ત કરવામાં જે વિલંબાદિ થાય છે – એનું પ્રધાન કારણ આ અકલ્યાણમિત્રનો યોગ છે. દેવ અને ગુરુના યોગમાં પણ અકલ્યાણમિત્રોનો યોગ આપણને કેટલો ગમે છે - એનો વિચાર કરવો ખૂબ જ આવશ્યક છે. દેવ અને ગુરુના સદ્યોગને સર્વથા નિરર્થક બનાવવાનું મુખ્ય કામ જ અકલ્યાણમિત્રના યોગનું છે. ૨૧-૨૮
મિત્રાદેષ્ટિમાં આગ્રહને લઈને અકલ્યાણમિત્રના યોગે ગુણાભાસ હોય છે - એ વાત દષ્ટાંતથી જણાવાય છે–
मुग्धः सद्योगतो धत्ते, गुणं दोषं विपर्ययात् ।
स्फटिको नु विधत्ते हि, शोणश्यामसुमत्विषम् ॥२१-२९॥ “સદ્યોગથી મુગ્ધ જીવો ગુણને ધારણ કરે છે અને અસહ્યોગથી દોષને ધારણ કરે છે. સ્ફટિક લાલવર્ણવાળા પુષ્પના સાંનિધ્યથી લાલપુષ્પના વર્ણ જેવા વર્ગને ધારણ કરે છે અને શ્યામવર્ણના પુષ્પના સાંનિધ્યથી શ્યામવર્ણવાળા પુષ્પના વર્ણ જેવા વર્ગને ધારણ કરે છે.” -
એક પરિશીલન
૧૯૭