________________
સદ્યોગની મહત્તા જ વર્ણવાય છે–
विनैनं मतिमूढानां, येषां योगोत्तमस्पृहा ।
तेषां हन्त विना नावमुत्तितीर्षा महोदधेः ॥२१-३१॥ જે મતિમૂઢ જનોને આ સદ્યોગ વિના યોગની ઉત્તમ સ્પૃહા છે તેમને મહાસમુદ્રને નાવ વિના જ તરવાની ઇચ્છા છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે જેમને સમુદ્રથી તરવાની ઇચ્છા હોય અને નાવ વિના તરવાની ઇચ્છા કરે તો તે જેમ શક્ય નથી તેમ સદ્ગુરુના યોગ વિના જે જીવો ઉત્તમ એવા યોગની સ્પૃહા કરે તો તેમને કોઈ પણ રીતે યોગની પ્રાપ્તિ શક્ય નથી.
સામાન્ય નદી તરવી હોય અને નાવ ન હોય તો તરવાનું શક્ય બને પણ મહાસમુદ્ર તરવો હોય અને પોતાની પાસે નાવ-સાધન ન હોય તો તે કઈ રીતે શક્ય બને ? મહાસમુદ્રથી પાર ઊતરવામાં જે મહત્ત્વ નાવનું છે, એટલું જ મહત્ત્વ, ઉત્તમ એવા યોગની પ્રાપ્તિમાં આ સદ્યોગનું છે. જેમના દર્શન માત્રથી જ આત્મા પવિત્ર બને છે, તે સત્પરુષોની સાથેનો યોગ; યોગની પ્રાપ્તિમાં મુખ્ય કારણ છે. ભવનિતારક કલ્યાણમિત્ર એવા પરમ સદ્ગુરુદેવશ્રીની સાથે થયેલો યોગ, ઉત્તમ એવા યોગની સ્પૃહાને પૂર્ણ કરે છે. ll૧૧-૩૧l પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે–
तन्मित्रायां स्थितो दृष्टौ, सद्योगेन गरीयसा ।
समारुह्य गुणस्थानं, परमानन्दमश्नुते ॥२१-३२॥ શિMા સરનોઠી સુના ર૭-૨૬-૨૭-૨૮-૨૬-૩૦-રૂ9-રૂરી
“તેથી મિત્રાદષ્ટિમાં રહેલા જીવો શ્રેષ્ઠ એવાં સદ્યોગથી ગુણસ્થાનકને પ્રાપ્ત કરી પરમાનંદને પ્રાપ્ત કરે છે.” – આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. અહીં યાદ રાખવું જોઈએ કે મિત્રાદષ્ટિમાં સ્થિર થયેલા આત્માને શ્રેષ્ઠ એવા સદ્યોગથી ગુણસ્થાનકે આરોહણ કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. અનાદિકાળથી આમ તો આત્માને પ્રથમ ગુણસ્થાનક તો હતું જ. પરંતુ તે ગુણહીન હતું. સદ્યોગના કારણે ગુણસંપન્ન એ ગુણસ્થાનક મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થવાથી અહીં ગુણસ્થાનકે આરોહણની શરૂઆત થાય છે. ગ્રંથિભેદ વખતના અપૂર્વકરણની નજીકની આ અવસ્થા છે.
પરમકલ્યાણમિત્ર એવા સદ્દગુરુદેવશ્રીના પરિચયાદિથી ઉત્તરોત્તર ગુણસ્થાનકને પ્રાપ્ત કરી અંતે પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરવા આત્મા સમર્થ બને છે. મિત્રાદષ્ટિની આ એક અદ્ભુત વિશેષતા છે. શરીરની અંદર રહેલા તાવ જેવા આગ્રહને બહાર આવતાં અટકાવનારો સદ્યોગ છે. સદ્યોગને જાળવી લેતાં આવડે તો મિત્રાદષ્ટિમાંથી તારાદિ દષ્ટિને પામવાનું ખૂબ જ સરળ એક પરિશીલન
૧૯૯