________________
મહાવ્રતોને ધારણ કરનારા તે તે આત્માઓ શ્રી જિનાગમને આશ્રયીને જીવાદિ નવ તત્ત્વોનું ચિંતન કરે છે, એ તત્ત્વચિંતનસ્વરૂપ અધ્યાત્મ છે.
આથી સમજી શકાશે કે માત્ર ચિંતન એ અધ્યાત્મ નથી, તત્ત્વચિંતન એ અધ્યાત્મ છે. માત્ર જીવાદિતત્ત્વચિંતન સ્વરૂપ અધ્યાત્મ નથી, પરંતુ આગમને અનુસરીને થતું તત્ત્વચિંતન એ અધ્યાત્મ છે. આગમ-શાસ્ત્ર પણ શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલાં હોવાં જોઇએ. આવા પરમતારક શ્રી જિનાગમને અનુસરીને કરાતું તત્ત્વચિંતનમાત્ર પણ અધ્યાત્મ નથી, પરંતુ શ્રાવકનાં પાંચ અણુવ્રતો અને પૂ. સાધુમહાત્માઓનાં પાંચ મહાવ્રતોથી જે આત્માઓ યુક્ત છે; એવા આત્માઓ દ્વારા કરાતું જ એ તત્ત્વચિંતન અધ્યાત્મ છે. આ તત્ત્વચિંતન વખતે પણ અર્થકામાદિસંબંધી તે તે કાળે વિહિત ઉચિત પ્રવૃત્તિનો બાધ ન થાય એનો ઉપયોગ રાખવો જોઇએ. અર્થાત્ ઉચિતપ્રવૃત્તિપૂર્વકનું જ તેવા પ્રકારનું ચિંતન અધ્યાત્મ છે. આ ચિંતન પણ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય સ્વરૂપ ભાવોથી સહિત હોય તો જ તે અધ્યાત્મસ્વરૂપ બને છે - આ પ્રમાણે અધ્યાત્મના જ્ઞાતા અધ્યાત્મનું સ્વરૂપ વર્ણવે છે. ૧૮-૨
મૈત્રી વગેરે ભાવોમાંથી મૈત્રીભાવનું વર્ણન કરાય છે—
सुखचिन्ता मता मैत्री, सा क्रमेण चतुर्विधा । उपकारिस्वकीयस्वप्रतिपन्नाखिलाश्रया ।।१८-३।
सुखेति-सुखचिन्ता सुखेच्छा मैत्री मता । सा क्रमेण विषयभेदेन चतुर्विधा । उपकारी स्वोपकारकर्ता स्वकीयोऽनुपकर्ताऽपि नालप्रतिबद्धादिः, स्वप्रतिपन्नश्च स्वपूर्वपुरुषाश्रितः स्वाश्रितो वा, अखिलाच प्रतिपन्नत्वसम्बन्धनिरपेक्षाः, सर्व एव तदाश्रया तद्विषया । तदुक्तम् - " उपकारिस्वजनेतरसामान्यगता चतुर्विधा મૈત્રીતિ” ||૧૮-૩॥
“ઉપકારી, પોતાના સ્વજનો, પોતાને માનનારા અને બીજા બધા જીવોને સુખ પ્રાપ્ત થાય એવી જે ઇચ્છા તે અનુક્રમે ચાર પ્રકારની મૈત્રી કહેવાય છે.' - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે બીજાના સુખને ઇચ્છવા સ્વરૂપ મૈત્રીભાવ છે. અહીં હિતસ્વરૂપ સુખ છે. તે તે જીવોના હિતની ચિંતા કરવી (ઇચ્છા કરવી) તેને મૈત્રીભાવના કહેવાય છે. ‘કોઇ જીવ પાપ ના કરે, કોઇ પણ જીવ દુઃખી ના થાય અને બધા જીવો મુક્ત બને' આવી ભાવનાને મૈત્રીભાવના તરીકે વર્ણવવામાં આવે છે.
આમ તો આત્માના તેવા પ્રકારના પરિણામ સ્વરૂપ મૈત્રીભાવનાના અસંખ્ય ભેદો છે. પરંતુ તે વિષયવિશેષને આશ્રયીને અનુક્રમે ચાર પ્રકારની છે. ઉપકારી અર્થાત્ પોતાની ઉપર જેણે ઉપકાર કર્યો છે તેવા આત્માઓના હિત-સુખની જે ઇચ્છા છે તે પહેલા પ્રકારની ઉપકારી જનો પ્રત્યેની મૈત્રી છે. જેઓ ઉપકારી નથી, પરંતુ જેમની સાથે લોહીની સગાઇ છે; એવા તે
યોગભેદ બત્રીશી
७०