________________
| अथ प्रारभ्यते योगभेदद्वात्रिंशिका ।।
अनन्तरं पुरुषकारप्राधान्येन चारित्रप्राप्तौ योगप्रवृत्तिरुक्तेति तद्वेदानेवात्राह
આ પૂર્વે સત્તરમી બત્રીશીમાં પુરુષકાર(પ્રયત્ન)ના પ્રાધાન્યથી ચારિત્રની પ્રાપ્તિમાં યોગની પ્રવૃત્તિ થાય છેતે જણાવ્યું છે. હવે યોગના ભેદ-પ્રકારોને વર્ણવાય છે–
अध्यात्म भावना ध्यानं, समता वृत्तिसक्षयः । યો: પવિધ: પ્રોજો, યોગમાવિશારઃ ૧૮-૧ા.
અધ્યાત્મતિ–વ્યt: ll૧૮-૧ી
યોગમાર્ગના વિદ્વાનોએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય: આ પાંચ પ્રકારનો યોગ વર્ણવ્યો છે.” આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. “યોગબિંદુમાં વર્ણવેલા અધ્યાત્મ, ભાવનાદિ પાંચ પ્રકારના યોગને આશ્રયીને અહીં યોગના પ્રકારોનું નિરૂપણ કરાયું છે. મોક્ષની સાથે આત્માનો યોગ કરાવી આપનાર અધ્યાત્માદિ હોવાથી તેને યોગ કહેવાય છે.
ઈષ્ટવસ્તુને આપનારા કલ્પવૃક્ષ અને ચિંતામણિ કરતાં પણ મોક્ષને આપનારા યોગનું માહાસ્ય અતિશયવંતું છે. જન્મનું બીજ બાળી નાખવા માટે અગ્નિ જેવો યોગ છે; જે જરાનો, દુઃખોનો અને મૃત્યુનો નાશ કરે છે. તેથી તેને જરાની જરા; દુઃખોનો ક્ષયરોગ અને મૃત્યુનું મૃત્યુ કહેવાય છે. માસક્ષપણાદિ તપના તપસ્વીઓના તપને પણ નિરર્થક બનાવનાર કામદેવનાં શસ્ત્રોને નકામાં કરવાનું કાર્યયોગથી શક્ય બને છે. ઉત્તરોત્તર શ્રેષ્ઠ એવા અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય ઃ આ પાંચ પ્રકારના યોગનું વર્ણન અહીં મુખ્યપણે કરાય છે. ૧૮-૧
અધ્યાત્મનું વર્ણન કરાય છે–
औचित्याद् वृत्तयुक्तस्य, वचनात् तत्त्वचिन्तनम् । मैत्र्यादिभावसंयुक्तमध्यात्मं तद्विदो विदुः ॥१८-२॥
औचित्यादिति-औचित्यादुचितप्रवृत्तिलक्षणात् । वृत्तयुक्तस्याणुव्रतमहाव्रतसमन्वितस्य । वचनाज्जिनागमात् । तत्त्वचिन्तनं जीवादिपदार्थसार्थपर्यालोचनं । मैत्र्यादिभावमैत्रीकरुणामुदितोपेक्षालक्षणैः समन्वितं सहितं अध्यात्म । तद्विदोऽध्यात्मज्ञातारो विदुर्जानते ।।१८-२।।
“ઉચિત પ્રવૃત્તિપૂર્વક અણુવ્રતાદિ આચારથી યુક્ત આત્મા; મૈત્રી વગેરે ભાવોથી સહિત આગમને આશ્રયીને જે તત્ત્વચિંતન કરે છે, તેને અધ્યાત્મના જાણકારો “અધ્યાત્મ' કહે છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ઉચિત પ્રવૃત્તિ કરવાપૂર્વક અણુવ્રતો અને એક પરિશીલન
૬૮