________________
मार्गानुसारिता श्रद्धा, प्राज्ञप्रज्ञापनारतिः ।
गुणरागश्च लिङ्गानि, शक्यारम्भोऽपि चास्य हि ॥१७-३१॥ मार्गेति-मार्गानुसारिताऽनाभोगेऽपि सदन्धन्यायेन मार्गानुसरणशीलता । यदुक्तम्-“असातोदयशून्योऽन्धः कान्तारपतितो यथा । गादिपरिहारेण सम्यक् तत्राभिगच्छति ।।१।। तथाऽयं भवकान्तारे पापादिपरिहारतः । श्रुतचक्षुर्विहीनोऽपि सत्सातोदयसंयुतः ।।२।। अनीदृशस्य तु पुनश्चारित्रं शब्दमात्रकम् । ईदृशस्यापि वैकल्यं विचित्रत्वेन कर्मणाम् ।।३।।” इति । श्रद्धा शुद्धानुष्ठानगता तीव्ररुचिः । प्राज्ञस्य पण्डितस्य प्रज्ञापनाऽर्थविशेषदेशना तत्र रतिः श्रवणतदर्थपालनासक्तिः । गुणरागश्च गुणबहुमानः । शक्यारम्भः स्वकृतिसाध्यधर्मादिप्रवृत्तिरपि चास्य हि चारित्रस्य हि लिङ्गानि लक्षणानि प्रवदन्ति पूर्वसूरयः //9૭-રૂા.
“ચારિત્રવંત આત્માનાં માર્ગાનુસારિતા, શ્રદ્ધા, પ્રાશની દશનામાં રતિ, ગુણરાગ અને શક્યમાં પ્રવૃત્તિ આ લિંગો-લક્ષણો છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમ્યકત્વની પ્રાપ્તિથી જ્યારે બેથી નવ પલ્યોપમ જેટલી ચારિત્રમોહનીયકર્મની સ્થિતિનો હ્રાસ થાય તે પછી જ સામાન્યથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એવા ચારિત્રવંત આત્માનાં ઉપર જણાવ્યા મુજબ માગનુસારિતા વગેરે લક્ષણો આ શ્લોકથી જણાવ્યાં છે.
એમાં સદ્દઅંન્યાયે, અજ્ઞાનથી પણ મોક્ષમાર્ગને અનુસરવાના સ્વભાવને માર્ગાનુસારિતા કહેવાય છે. “જેને અશાતાવેદનીયકર્મનો ઉદય નથી એવો મહાટવીમાં પડેલો અંધ માણસ જેમ ખાડા વગેરેમાં પડ્યા વિના ત્યાં સારી રીતે ચાલે છે, તેમ આ ભવ-અટવીમાં પડેલો આત્મા પાપાદિનો ત્યાગ કરી શ્રુતજ્ઞાનસ્વરૂપ ચક્ષુથી વિહીન હોવા છતાં સાતવેદનીયકર્મના ઉદયથી સંયુક્ત બની મોક્ષમાર્ગે સારી રીતે ચાલે છે. જે આ રીતે માર્ગને અનુસરતા નથી તેમનું ચારિત્ર નામથી જ છે, વાસ્તવિક નથી. કોઈ વાર માર્ગાનુસારી એવા પણ આત્માને ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. તે તેમના નિકાચિત કોટિના વિચિત્ર ચારિત્રમોહનીયકર્મના ઉદયના કારણે છે.” - આ પ્રમાણે “યોગબિંદુ(શ્લો.નં. ૩૫૪-૩૫૫-૩૫૬)માં જણાવ્યું છે.
અનુષ્ઠાનના વિષયમાં જે તીવ્ર રુચિ છે, તેને શ્રદ્ધા કહેવાય છે. મહાટવી પાર કરીને આવેલા બ્રાહ્મણને ઘીથી પૂર્ણ એવા ઘેબર વગેરે ખાવામાં જે રુચિ છે તેની અપેક્ષાએ પણ તીવ્ર એવી ધર્માચરણની ઇચ્છાને અહીં શ્રદ્ધા તરીકે વર્ણવી છે. પંડિત જનની જે અર્થવિશેષની દેશના છે, ત્યાં જે રતિ; તેને પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ કહેવાય છે. એ દેશનાના શ્રવણમાં અને ત્યાર પછી તેમાં જણાવેલા અર્થને પાલનમાં આસક્તિસ્વરૂપ અહીં રતિ છે. જ્ઞાનાદિ ગુણવાન આત્માઓની પ્રત્યેની આંતરિક પ્રીતિ સ્વરૂપ બહુમાનને ગુણરાગ કહેવાય છે અને પોતાના પ્રયત્નથી શક્ય એવી ધર્મઅર્થ વગેરેની પ્રવૃત્તિને શક્યારંભ કહેવાય છે. આ બધાં માર્ગાનુસારિતા, શ્રદ્ધા વગેરે ચારિત્રસંપન્ન આત્માઓનાં લક્ષણો છે – એમ પૂર્વાચાર્યભગવંતો કહે છે... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૧૭-૩૧. એક પરિશીલન