________________
આ પૂર્વે અઠ્ઠાવીસમા શ્લોકમાં; “જલોત્પત્તિમાં જેમ પવન-ખનનાદિ અભિવ્યજક છે, પણ કારણ નથી; તેમ ઉચિત પ્રવૃત્તિની પ્રત્યે ઉપદેશ પણ અભિવ્યજક છે' - આ પ્રમાણે જણાવ્યું છે. એ ઉપદેશની વ્યજકતા પણ વસ્તુતઃ કારણતાસ્વરૂપ છે. ઉપદેશના કારણે ઉચિત પ્રવૃત્તિજનક પરિણામ પ્રાપ્ત થાય છે અને તેથી તે તે ગુણસ્થાનકને ઉચિત પ્રવૃત્તિ થાય છે. પરિણામબળથી અર્થાત્ સ્વજન્યપરિણામવત્ત્વ(પરિણામ) સંબંધથી ઉપદેશ, પ્રવૃત્તિની અવ્યવહિત પૂર્વે વિદ્યમાન છે. આવા પ્રકારના સંનિધાન સ્વરૂપ જ અહીં ઉપદેશમાં વ્યસ્જકતા છે. આવી વ્યજકતા, કે જે તાદશ કારણતા સ્વરૂપ છે; તેને માનવામાં ન આવે તો ઘટાદિ કાર્યની પ્રત્યે દંડાદિને પણ વ્યજક જ માનવા પડશે. કારણ કે ઘટાદિની પ્રત્યે પણ દંડાદિ પોતાથી જન્ય એવા ભ્રમણાદિનચક્રભ્રમણાદિ)ના સંબંધથી જ ત્યાં ઘટાદિની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વે વિદ્યમાન હોય છે... ઇત્યાદિ અધ્યાપકો પાસેથી સમજી લેવું જોઇએ. ./૧૭-૨૯ો. ઉચિત પ્રવૃત્તિના ફળનું વર્ણન કરાય છે–
औचित्येन प्रवृत्त्या च, सुदृष्टिर्यत्नतोऽधिकात् । પલ્યોપમપૃથવસ્વસ્થ, ચારિત્ર ત્તમત્તે વ્યથાત્ ૧૭-૩૦
औचित्येनेति-औचित्येन न्यायप्रधानत्वेन प्रवृत्त्या च । सुदृष्टिः सम्यग्दृष्टिरधिकादतिशयितात् । यत्नात् पुरुषकारात् । पल्योपमपृथक्त्वस्य चारित्रमोहस्थितिसम्बन्धिनो व्ययात् चारित्रं लभते देशविरत्याख्यं । सर्वविरत्याख्यं तु सङ्ख्यातेषु सागरोपमेषु निवृत्तेष्विति द्रष्टव्यम् ।।१७-३०।।
“ઔચિત્યપૂર્વકની પ્રવૃત્તિથી સમ્યગ્દષ્ટિ આત્મા અધિક પ્રયત્નના કારણે બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થયે છતે ચારિત્ર(દેશવિરતિ)ને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. પોત-પોતાના ગુણસ્થાનકને ઉચિત એવી મર્યાદાનું અતિક્રમણ કર્યા વિના કરાતી ઉચિત પ્રવૃત્તિથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેને લઇને પુરુષકાર-પ્રયત્નાતિશય થાય છે.
એ પ્રયત્નાતિશયથી ચારિત્રમોહનીયકર્મની, બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ક્ષીણ થાય એટલે તે આત્માને દેશવિરતિસ્વરૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એક યોજન (૮ માઇલ) પ્રમાણ ઊંડા, પહોળા અને લાંબા, વાલાઝથી ભરેલા ખાડામાંથી સો સો વર્ષે એક વાલીગ્રનો અપહાર કરવાથી જેટલા કાળે તે ખાડો ખાલી થાય તે કાળને એક પલ્યોપમ કહેવાય છે. એવા બેથી નવ પલ્યોપમને પલ્યોપમપૃથકત્વ કહેવાય છે. દશકોટાકોટિ (એક કરોડ X એક કરોડ = કોટાકોટી) પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. આવા સંખ્યાત સાગરોપમ જેટલી ચારિત્રમોહનીયકર્મની સ્થિતિ ઘટે (ક્ષીણ થાય) ત્યારે આત્માને સર્વવિરતિધર્મની પ્રાપ્તિ થાય છે. I/૧૭-૩૦ના
ઉચિત પ્રવૃત્તિના યોગે ચારિત્રને પામેલા આત્માનાં લિંગો જણાવાય છે–
દેવપુરુષકાર બત્રીશી