________________
ચારિત્રની પ્રાપ્તિનાં લિંગોનું વર્ણન કરીને હવે તેના ફળનું નિરૂપણ કરવા દ્વારા પ્રકૃતાર્થનો ઉપસંહાર કરાય છે—
योगप्रवृत्तिरत्र स्यात्, परमानन्दसङ्गता । દેશસવિમેવેન, વિત્રે સર્વજ્ઞમાષિતે ।।૧૭-૩૨॥
योगेति—अत्र देशसर्वविभेदेन । चित्रे नानारूपे चारित्रे । सर्वज्ञभाषिते तीर्थकराभिहिते । योगस्य प्रागुक्तलक्षणस्य प्रवृत्तिः स्यात् । परमेणोत्कृष्टेनानन्देन सङ्गता व्याप्ता ।।१७-३२।।
“અહીં શ્રી તીર્થંક૨૫૨માત્માએ ઉપદેશેલા ચિત્ર(અનેક પ્રકારના) દેશચારિત્ર અને સર્વચારિત્રને વિશે પૂર્વે જણાવેલા, મોક્ષની સાથે જોડી આપનારા, ધર્મવ્યાપારસ્વરૂપ યોગની પ્રવૃત્તિ પરમાનંદસ્વરૂપ મોક્ષની સાથે સંગત બને છે... આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થછે. કહેવાનો આશય એ છે કે ‘યોગશતક’ વગેરે ગ્રંથમાં જણાવ્યા મુજબ અપુનર્બંધક અવસ્થાને પામેલા જીવો, સમ્યગ્દષ્ટિ આત્માઓ અને ચારિત્રવંત આત્માઓ યોગના અધિકારી છે. એમાં ચારિત્રવંત આત્માઓને નિયમે કરી હોય છે અને બીજાઓને બીજમાત્ર જેટલો યોગ હોય છે.
તેથી સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞપરમાત્માએ પ્રરૂપેલા જુદા જુદા પ્રકારના દેશિવરિત કે સર્વવિરતિ સ્વરૂપ ચારિત્રને વિશે જ યોગની પ્રવૃત્તિ થાય છે. મોક્ષની સાથે યોગ કરાવનાર ચારિત્રસંપન્ન આત્માના તે તે આત્મવ્યાપાર સ્વરૂપ યોગ છે. તે યોગથી પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી ચારિત્રને વિશે થનારી યોગની પ્રવૃત્તિ પરમાનંદથી સંગત છે.
શ્રી સર્વજ્ઞપરમાત્માએ ઉપદેશેલા પરમતા૨ક ચારિત્રધર્મની આરાધનાને છોડીને બીજો કોઇ જ મોક્ષમાર્ગ નથી. એની આરાધનાના કાળ દરમ્યાન તે તે આરાધક આત્માઓને આનંદનો જે અનુભવ થાય છે, તે વર્ણનાતીત છે. એક અપેક્ષાએ કહીએ તો તે મોક્ષના સુખનો જ સ્વાદ છે. નિરીહતાના પરમાનંદના અનુભવનો અહીં પ્રારંભ છે. ‘કશું જ જોઇતું નથી' આ અધ્યવસાય નિરીહતાનો છે.
પરમાનંદના સાધનભૂત ચારિત્રની સાધનામાં જ યોગની સાધના શક્ય છે. સાધકને સાધ્યસિદ્ધપદની પ્રાપ્તિનું એ એકમાત્ર સાધન છે. તેની સાધના પરમાનંદથી સંગત છે : એ સ્પષ્ટ છે. અંતે પરમાનંદની મૂળભૂત ઉચિત પ્રવૃત્તિની ઉપયોગિતાને સમજી એના આચરણ દ્વારા આપણે પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ।।૧૭-૩૨॥
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां दैवपुरुषकारद्वात्रिंशिका |
૬૬
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
દેવપુરુષકાર બત્રીશી