________________
ઉપર જણાવેલા સામર્થ્યયોગના પ્રકાર જણાવાય છે—
द्विधाऽयं धर्मसन्यासयोगसन्याससञ्ज्ञितः । ક્ષાયોપમિા ધર્મા, યોગાઃ વ્હાયર્મિ તુ ॥૧૬-૧૧||
द्विधेति-द्विधा द्विप्रकारोऽयं सामर्थ्ययोगः । धर्मसन्यासयोगसन्यासस जाते यस्य स तथा । सञ्ज्ञा चेह तथा सञ्ज्ञायत इति कृत्वा तत्स्वरूपमेव गृह्यते । क्षायोपशमिकाः क्षयोपशमनिर्वृत्ताः क्षान्त्यादयो धर्मा योगास्तु कायादिकर्म कायोत्सर्गकरणादयः कायादिव्यापाराः ।। १९-११।।
“ધર્મસંન્યાસનામવાળો અને યોગસંન્યાસનામવાળો સામર્થ્યયોગ બે પ્રકારનો છે. ધર્મસંન્યાસમાંનો ધર્મ ક્ષાયોપશમિક છે અને યોગસંન્યાસઘટક યોગ કાયાદિના વ્યાપાર(પ્રવૃત્તિ) સ્વરૂપ છે. આ પ્રમાણે અગિયારમી ગાથાનો સામાન્ય અર્થ છે.
–
કહેવાનું તાત્પર્ય એ છે કે સામર્થ્યયોગ બે પ્રકારનો છે. એકનું નામ ધર્મસંન્યાસ છે અને બીજાનું નામ યોગસંન્યાસ છે. શ્લોકમાંના ‘ધર્મસન્યાસયોગસન્યાસÍતઃ' - આ પદનો અર્થ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ સંજ્ઞા જેને થઇ છે તે સામર્થ્યયોગ છે. ‘જે જણાય છે તે સંજ્ઞા છે.’ - આ અર્થની અપેક્ષાએ સન્તા શબ્દનો અર્થ તેનું (પદાર્થસામર્થ્યયોગનું) સ્વરૂપ થાય છે. પરંતુ સગ્ગા શબ્દનો અર્થ અહીં નામ નથી. આથી સમજી શકાશે કે ધર્મસંન્યાસસ્વરૂપ અને યોગસંન્યાસસ્વરૂપ : આ બે સ્વરૂપના ભેદથી તે તે સ્વરૂપવાળા સામર્થ્યયોગનું ધૈવિધ્ય છે. ધર્મસંન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ અને યોગસંન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ : આ બે પ્રકા૨નો સામર્થ્યયોગ છે. તેમાં જે ધર્મોનો સંન્યાસ છે, તે ધર્મો ક્ષયોપશમભાવથી ઉત્પન્ન થયેલા છે. ક્ષમા વગેરે ધર્મો ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તે ક્ષમા, મુક્તિ (ઇચ્છાનો અભાવ), ઋજુતા વગેરે ધર્મોનો ધર્મસંન્યાસયોગમાં સંન્યાસ હોય છે. ‘મૂકી દેવું’ તેને ન્યાસ કહેવાય છે. અને ‘સારી રીતે મૂકી દેવું' તેને સંન્યાસ કહેવાય છે. ‘એકવાર મૂકી (છોડી) દીધા પછી ફરી પાછું તેનું ગ્રહણ ન કરવું' તે સંન્યાસ છે. ક્ષમાદિ ધર્મોનો ક્ષયોપશમભાવ આજ સુધી અનેકવાર થયો હતો. તેનો ત્યાગ પણ અનેકવાર થયો. પરંતુ તેને ફરી પાછા ગ્રહણ કર્યા. તેથી ધર્મસંન્યાસયોગની પ્રાપ્તિ થઇ નહીં. ધર્મસંન્યાસયોગમાં ક્ષયોપશમભાવના ક્ષમા, મુક્તિ અને ઋજુતાદિ ધર્મોનો સંન્યાસ થાય છે. તે બધા ધર્મો ક્ષાયિકભાવે પરિણમતા હોવાથી ફરી પાછો તે ધર્મોનો ન્યાસ કરવાનો પ્રસંગ આવતો નથી.
કાયા અને વચનાદિના વ્યાપાર(કર્મ-ક્રિયા-પ્રવૃત્તિ)ને અહીં યોગસંન્યાસયોગમાં યોગ કહેવાય છે. કાયયોગાદિનો ત્યાગ કર્યા પછી ફરીથી તેનું ગ્રહણ કરવું પડતું ન હોવાથી તે વખતે યોગનો સંન્યાસ થાય છે, જે યોગનિરોધની અવસ્થા સ્વરૂપે પ્રસિદ્ધ છે. યોગસંન્યાસયોગના
એક પરિશીલન
૧૧૩