________________
મહર્ષિ વ્યાસે જે વર્ણવ્યું છે તે જણાવાય છે–
आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च ।
त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते योगमुत्तमम् ॥१९-१०॥ आगमेनेति-आगमेन शास्त्रेण । अनुमानेन लिङ्गाल्लिङ्गिज्ञानरूपेण । ध्यानाभ्यासस्य रसः श्रुतानुमानप्रज्ञाविलक्षणऋतम्भराख्यो विशेषविषयस्तेन च त्रिधा प्रज्ञा प्रकल्पयन् । उत्तमं सर्वोत्कृष्टं योगं તમને 98-9 ||
“આગમથી, અનુમાનથી અને ધ્યાનાભ્યાસના રસથી : એમ ત્રણ પ્રકારે પ્રજ્ઞાનો ઉપયોગ કરનાર ઉત્તમ એવા યોગને પ્રાપ્ત કરે છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સામર્થ્યયોગના ગમક-જ્ઞાપક તરીકે ઋતંભરા પ્રજ્ઞા સ્વરૂપે પ્રાતિજ્ઞાનનું વ્યાસમહર્ષિએ વર્ણન કર્યું છે. આ શ્લોકથી વ્યાસમહર્ષિએ એ પ્રજ્ઞાનું તેના ફળના વર્ણન દ્વારા વર્ણન કર્યું છે.
એનો આશય એ છે કે આગમના ઉપયોગથી, ત્યાર પછી અનુમાનના ઉપયોગથી અને અંતે ધ્યાનાભ્યાસના રસના ઉપયોગથી જે આત્માઓ પોતાની પ્રજ્ઞાનો ઉપયોગ-વ્યાપાર (કાર્યાન્વિત) કરે છે, તેને ઉત્તમયોગની પ્રાપ્તિ થાય છે. રાગાદિથી રહિત એવા આપ્તપુરુષના વચનને આગમ કહેવાય છે, જે શાસ્ત્ર સ્વરૂપે પ્રસિદ્ધ છે. અતીન્દ્રિય પદાર્થોના અસ્તિત્વની સિદ્ધિ માટે એ એક જ આપણા માટે સાધન છે. શાસ્ત્રસિદ્ધ તે તે પદાર્થની સિદ્ધિની દઢતા માટે અનુમાન છે. લિંગ(ધૂમાદિ) જ્ઞાનથી થનાર લિંગી(અગ્નિ વગેરે)ના જ્ઞાનને અનુમાન કહેવાય છે. શાસ્ત્રથી જાણેલા (શાસ્ત્રશ્રવણ દ્વારા જાણેલા) અર્થોને અનુમાનથી ગ્રહણ કરવાના કારણે જ્ઞાનમાં દઢતા આવે છે. અનુમાનથી અર્થગ્રહણ કરવાના કારણે આગમથી જાણેલા અર્થની ઉપપત્તિ થાય છે.
આ રીતે આગમ અને અનુમાનથી ગ્રહણ કરેલા અર્થની દિક્ષા(જોવાની ઇચ્છા)ને લઇને તે અર્થના વારંવાર સતત અનુશીલન સ્વરૂપ ધ્યાનાભ્યાસના રસથી ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે, જેનો વિષય આગમ(શ્રુત) અને અનુમાનના વિષયથી જુદો છે – એ સમજી શકાય છે. આગમથી, અનુમાનથી અને ધ્યાનાભ્યાસના રસથી બુદ્ધિનો ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ યોગની - સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે. મતિજ્ઞાનાદિના ક્ષયોપશમાદિના કારણે મળેલી પ્રજ્ઞાનો ઉપર જણાવ્યા મુજબ ત્રણ રીતે ઉપયોગ કરવાથી ઉત્તમ યોગની પ્રાપ્તિ થાય છે. એક રીતે વિચારવાથી સમજાશે કે પ્રજ્ઞાનો એ જ ઉપયોગ છે. શાસ્ત્રની વાતોનો સ્વીકાર કરી અને અનુમાનથી એની દૃઢ પ્રતીતિ કરી તેને સાક્ષાત્ કરવા સતત તેના ધ્યાનનો રસ કેળવવો જોઇએ. આ રીતે પ્રજ્ઞાનો ત્રણ પ્રકારે ઉપયોગ કરવાથી ઉત્તમ એવા યોગની પ્રાપ્તિ થાય છે, જે સર્વોત્કૃષ્ટ-સામર્થ્યયોગસ્વરૂપ છે. ll૧૯-૧૦ના
૧૧૨.
યોગવિવેક બત્રીશી