________________
સ્થિરતા અત્યંત આવશ્યક છે. પરપદાર્થોમાં ચિત્ત આસક્ત હોય તો તે પરમાત્માદિ ધ્યેયતત્ત્વોમાં સ્થિર ન બને એ સમજી શકાય એવું છે. સમતાથી શરીરાદિને વિશે ઉપેક્ષાભાવ થતો હોવાથી ધ્યાનની પ્રાપ્તિ થાય છે. ધ્યાનની પ્રાપ્તિમાં અવરોધરૂપ ચિત્તવ્યાસંગ, સમતાથી દૂર થાય છે.
આવી જ રીતે ધ્યાન વિના સમતા પ્રાપ્ત થતી નથી. કારણ કે પ્રતિપક્ષ સામગ્રી બળવાન છે. આશય એ છે કે સમતાને પ્રાપ્ત કરાવનારી સામગ્રી અવિદ્યાનો નાશ કરનારી સામગ્રી છે. અવિદ્યાનો નાશ સ્વપરસ્વરૂપના વાસ્તવિક પરિશીલનથી થાય છે અને તે પરિશીલન ચિત્તની સ્થિરતાથી સાધ્ય છે. ધ્યાન ચિત્તની સ્થિરતા સ્વરૂપ છે. શરીરાદિ પર પદાર્થોની આસક્તિ ચિત્તની સ્થિરતાનો બાધ કરે છે. ધ્યાનના અભાવમાં ચિત્તની વિચલિત અવસ્થા હોય છે. તેની બલવત્તાના કારણે સમતાની પ્રાપ્તિ થતી નથી. આથી સમજી શકાશે કે ધ્યાનના અભાવની સામગ્રી અહીં પ્રતિપક્ષ સામગ્રી છે. આસક્તિના સંસ્કાર અનાદિના હોવાથી તે બળવાન છે. તેને ધ્યાન વિના દૂર કરી શકાય એમ નથી. ધ્યાનથી તે દૂર થાય તો સમતાની પ્રાપ્તિ સરળ બને.
આથી સ્પષ્ટ છે કે સમતાથી ધ્યાન અને ધ્યાનથી સમતા : આ રીતે એકબીજા એકબીજાનાં કારણ હોવાથી ધ્યાન અને સમતા: આ બંન્નેનું ચક્ર પ્રવર્તે છે. નિરંતર એનો પ્રવાહ ચાલ્યા કરે છે. “ધ્યાનથી સમતા થાય છે અને સમતાથી ધ્યાન થાય છે – આ પ્રમાણે પરસ્પર એકબીજાનું કારણ છે એમ માનવાથી અન્યોન્યાશ્રય દોષ આવે છે. કારણ કે ધ્યાન વિના સમતા ન થાય અને સમતા વિના ધ્યાન ન થાય. એનો અર્થ એ છે કે એકની પણ ઉત્પત્તિ નથી થતી.”.. આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે અપકૃષ્ટ(અલ્પમાત્રાના) ધ્યાન અને સમતા; તેનાથી ઉત્કૃષ્ટ સમતા અને ધ્યાનમાં પરસ્પર કારણ મનાય છે, તેથી કોઈ દોષ નથી. સામાન્યથી તો મોહનીયાદિકર્મનો ક્ષયોપશમ વિશેષ જ ધ્યાન અને સમતા સ્વરૂપ યોગનું કારણ છે... ઇત્યાદિ બરાબર સમજી લેવું. /૧૮-૨all. સમતાયોગનું ફળ વર્ણવાય છે
ऋद्ध्यप्रवर्त्तनं चैव, सूक्ष्मकर्मक्षयस्तथा ।
અપેક્ષાતત્ત્વવિચ્છેદ્રા, નમસ્યાઃ પ્રવક્ષતે II૧૮-૨૪|| ऋद्धीति-ऋद्धीनामामर्षोषध्यादीनामनुपजीवनेनाप्रवर्तनमव्यापारणं । सूक्ष्माणां केवलज्ञानदर्शनयथाख्यातचारित्राद्यावरकाणां कर्मणां क्षयः । तथेति समुच्चये । अपेक्षैव बन्धनहेतुत्वात्तन्तुस्तद्व्यवच्छेद: फलमस्याः समतायाः प्रचक्षते विचक्षणाः ।।१८-२४।।
પ્રાપ્ત થયેલી ઋદ્ધિઓમાં પ્રવૃત્તિ ન કરવી, સૂક્ષ્મ એવાં કર્મોનો ક્ષય કરવો અને અપેક્ષાસ્વરૂપ તંતુનો વિચ્છેદ કરવો : આ સમતાનાં ફળ છે એમ બુદ્ધિમાનો કહે છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સમતાત્મક યોગના પ્રભાવથી તે યોગીને આમર્ષોષધિ વગેરે અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે. પરંતુ સમતાના પ્રભાવે તેઓ
૯૪
યોગભેદ બત્રીશી