________________
તે તે ઋદ્ધિઓનો ઉપયોગ કરતા નથી. પુણ્યથી પ્રાપ્ત થયેલી સિદ્ધિઓમાં સર્વથા નિઃસ્પૃહ એ મહાત્માઓ માત્ર કર્મક્ષય માટે પ્રબળ પુરુષાર્થ કરતા હોય છે. તેથી સૂક્ષ્મકર્મક્ષયને કરનારા તેઓ બને છે. કેવલજ્ઞાન, કેવલદર્શન અને યથાખ્યાતચારિત્ર... ઇત્યાદિ ક્ષાયિકગુણોના આવારક એવા કર્મને સૂક્ષ્મ કર્મ કહેવાય છે. સૂક્ષ્મ સાધનાથી એ કર્મોનો નાશ થાય છે. અત્યંત વિશુદ્ધ અધ્યવસાયથી એ કર્મોની નિર્જરા થાય છે. તેથી તે કર્મોને સૂક્ષ્મ કર્મ કહેવાય છે.
આ રીતે સૂક્ષ્મકર્મોનો ક્ષય થવાથી મોહનો નાશ થાય છે અને મોહનો નાશ થવાથી અપેક્ષાનો નાશ થાય છે. અપેક્ષા (ઇચ્છા-સ્પૃહા) કર્મબંધનું કારણ હોવાથી તેને તંતુ તરીકે અહીં વર્ણવી છે. સમતાયોગના કારણે તે અપેક્ષાતંતુનો વિચ્છેદ થાય છે. અવિદ્યાનો વિગમ થવાથી યોગીને આ સંસારમાં કોઈ પણ વસ્તુની અપેક્ષા રહેતી નથી. ઋદ્ધિમાં અપ્રવૃત્તિ, સૂક્ષ્મ કર્મોનો ક્ષય અને અપેક્ષાતંતુનો વિચ્છેદઃ આ ત્રણ સમતાત્મક યોગનાં ફળ છે – એમ વિચક્ષણો કહે છે. ૧૮-૨૪
અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગમાંના પાંચમા વૃત્તિસંક્ષયયોગનું નિરૂપણ કરાય છે
विकल्पस्यन्दरूपाणां, वृत्तीनामन्यजन्मनाम् ।
अपुनर्भावतो रोधः, प्रोच्यते वृत्तिसंक्षयः ॥१८-२५॥ विकल्पेति-स्वभावत एव निस्तरङ्गमहोदधिकल्पस्यात्मनोऽन्यजन्मनां पवनस्थानीयस्वेतरतथाविधमनःशरीरद्रव्यसंयोगजनितानां विकल्पस्यन्दरूपाणां वृत्तीनाम् । अपुनर्भावतः पुनरुत्पत्तियोग्यतापरिहारात् । रोधः परित्यागः केवलज्ञानलाभकाले अयोगिकेवलित्वकाले च वृत्तिसङ्क्षयः प्रोच्यते । तदाह“अन्यसंयोगवृत्तीनां यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण स तु तत्सङ्क्षयो मतः ।।१।।” ||१८-२५।।
“અન્ય જન્મ સંબંધી વિકલ્પ અને સ્વન્દ સ્વરૂપ વૃત્તિઓનો, ફરીથી ઉત્પત્તિ થવામાં કારણભૂત યોગ્યતા ન રહે એ રીતે જે નિરોધ છે, તેને વૃત્તિસંક્ષય કહેવાય છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સ્વભાવથી જ આત્માનું સ્વરૂપ તરંગથી રહિત એવા સમુદ્ર જેવું અત્યંત શાંત છે. પરંતુ પૂર્વભવસંબંધી, મન અને શરીરના સંયોગથી વિકલ્પ અને અંદન સ્વરૂપ વૃત્તિઓ (વિકારાત્મક પરિણામ - વિભાવો) આત્મામાં થાય છે. પવનના કારણે જેમ સમુદ્રમાં તરંગો પેદા થાય છે, તેમ આત્મામાં પોતાથી ભિન્ન એવા પવનજેવા મન અને શરીર સ્વરૂપ દ્રવ્યના સંયોગથી અનેકાનેક વૃત્તિઓનો ઉદ્ભવ થાય છે, જે અન્યજન્મકૃત કર્મોનો વિપાક હોવાથી અન્યજન્મસંબંધી છે. તેવા પ્રકારના મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને વિકલ્પાત્મક વૃત્તિઓ કહેવાય છે અને તેવા પ્રકારના શરીરદ્રવ્યસંયોગથી ઉત્પન્ન થનારી વૃત્તિઓને ચન્દ(પરિસ્પદ) વૃત્તિઓ કહેવાય છે.
વિકલ્પ અને ચન્દ્રવૃત્તિઓનો, ફરીથી તેની ઉત્પત્તિ માટેની જે યોગ્યતા છે તેના પરિહાર(નાશ)પૂર્વક જે નિરોધ(પરિત્યાગ) છે તેને વૃત્તિસંક્ષય નામનો યોગ કહેવાય છે. આ યોગ
એક પરિશીલન
૯૫