________________
કેવલજ્ઞાનની પ્રાપ્તિના અવસરે અને અયોગી કેવલીપણાના અવસરે હોય છે. આ યોગનું નિરૂપણ
=
કરતાં યોગબિંદુ ગ્રંથમાં ફરમાવ્યું છે કે – “સ્વભાવથી જ નિસ્તરંગ મહાસમુદ્ર જેવા આત્માની મન અને શરીર દ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વિકલ્પસ્વરૂપ અને પરિસ્કંદસ્વરૂપ વૃત્તિઓનો ફરીથી ઉદ્ભવ ન થાય એ રીતે જે નિરોધ છે તેને વૃત્તિસંક્ષય યોગ કહેવાય છે.” ૧૮-૨૫૫ વૃત્તિસંક્ષયયોગનું ફળ વર્ણવાય છે—
,,
केवलज्ञानलाभश्च, शैलेशीसम्परिग्रहः ।
મોક્ષપ્રાપ્તિરનાવાયા, નમસ્ય પ્રીર્ત્તિતમ્ ||૧૮-૨૬।।
વàતિ—સ્પષ્ટઃ ।।૧૮-૨૬।।
“કેવલજ્ઞાનની પ્રાપ્તિ, શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ અને સર્વ આબાધાઓથી રહિત એવી મોક્ષની પ્રાપ્તિ ઃ આ વૃત્તિસંક્ષયયોગનું ફળ છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે મનોદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વિકલ્પવૃત્તિઓના સંક્ષયથી આત્માને સકલ દ્રવ્યાદિ વિષયને ગ્રહણ કરનારું પરિપૂર્ણ એવું કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પરિસ્પંદાત્મક વૃત્તિઓ(શરીરદ્રવ્યના સંયોગથી ઉત્પન્ન થનારી વૃત્તિઓ)ના સંક્ષયથી શૈલેશી અવસ્થા પ્રાપ્ત થાય છે. સર્વસંવરભાવસ્વરૂપ શીલના સ્વામી એવા મહાત્માની એ અવસ્થા છે.
શૈલેશી અવસ્થાની પ્રાપ્તિથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જે સર્વ શરીર અને મન સંબંધી વ્યથા(આબાધા)થી રહિત છે અને સદા આનંદને આપનારી છે. ૧૮-૨૬
મોક્ષની સાથે જોડી આપનાર આત્મવ્યાપારસ્વરૂપ સ્વાભિમત યોગના, ઉપર જણાવ્યા મુજબ અધ્યાત્મ, ભાવના... વગેરે પાંચ પ્રકાર વર્ણવ્યા. હવે ચિત્તવૃત્તિનિરોધ સ્વરૂપ પાતંજલદર્શનપ્રસિદ્ધ યોગના પણ પાંચ પ્રકાર છે, તે જણાવાય છે—
वृत्तिरोधोऽपि योगश्चेद्, भिद्यते पञ्चधाऽप्ययम् । મનોવાાયવૃત્તીનાં, રોઘે વ્યાપારમેવતઃ ।।૧૮-૨૭ા
वृत्तिरोधोऽपीति-मोक्षहेतुलक्षणो योगः पञ्चधा भिन्न इति प्रदर्शितं । वृत्तिरोधोऽपि चेद्योग उच्यते । अयमपि पञ्चधा भिद्यते । मनोवाक्कायवृत्तीनां रोधे व्यापारभेदतः । अनुभवसिद्धानां भेदानां दुरपह्नवत्वाद्, अन्यथा द्रव्यमात्रपरिशेषप्रसङ्गादिति भावः ।। १८-२७।।
૯૬
“ચિત્તવૃત્તિઓનો નિરોધ પણ યોગ હોય તો એ યોગ પણ પાંચ પ્રકારનો છે. મન, વચન અને કાયાની વૃત્તિઓના નિરોધમાં વ્યાપાર(આત્મવ્યાપાર)ની ભિન્નતા હોવાથી તેને આશ્રયીને ચિત્તવૃત્તિનિરોધાત્મક યોગ પાંચ પ્રકારનો છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મોક્ષના કારણભૂત આત્મવ્યાપાર સ્વરૂપ યોગને આશ્રયીને અધ્યાત્મ, યોગભેદ બત્રીશી