________________
शुभात् ततस्त्वसौ भावो, हन्तायं तत्स्वभावभाक् । एवं किमत्र सिद्धं स्यादत एवास्त्वतो हाद: ।।१७-२५।।
शुभादिति - शुभात्ततस्तु तत एव कर्मणः प्राग् नानानिमित्तोपार्जितादसौ दानादिकाले भिन्नरूपतया प्रवृत्तो भावो हन्त अयं च फलभेदस्तत्स्वभावभाग् भावभेदापेक्षोत्पत्तिकविचित्रस्वभाववानिति, परः पृच्छतिएवं किमत्र विचारे सिद्धं स्यात्तत्राह अत एव कर्मणोऽस्तु भावस्तथातो ह्यत एव भावाददः कर्मास्तु । तथा च प्रवाहेणापि परस्परापेक्षत्वमनयोः सिद्धमिति भावः ।।१७-२५।।
“શુભ કર્મથી જ ભિન્ન ભિન્ન પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે અને આ ફળવિશેષ, તે ભાવની જેમાં અપેક્ષા છે એવી ઉત્પત્તિના સ્વભાવવાળો છે. આ રીતે ચાલુ પ્રકરણમાં શું સિદ્ધ થયું ? તો આ ભાવથી જ શુભ કર્મ સિદ્ધ છે.” .’” – આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – અનેક નિમિત્તોથી ઉપાર્જન કરેલા શુભ કર્મના કારણે, તે તે દાનાદિ સુકૃત કરતી વખતે ભિન્ન ભિન્ન સ્વરૂપે પ્રવર્તેલો ભાવ હોય છે. તે તે નિમિત્તોથી ઉપાર્જન કરેલા પૂર્વકાળમાં બદ્ધ એવા તે તે શુભ કર્મના ઉદય વખતે અનેક પ્રકારના ભાવો(આત્મપરિણામ) ઉત્પન્ન થતા હોય છે. તેને લઇને ફળવિશેષનો પ્રાદુર્ભાવ થતો હોય છે. કારણ કે તેને ભાવવિશેષની અપેક્ષા હોય છે. અર્થાત્ ભાવવિશેષની અપેક્ષા છે જેમાં એવી ઉત્પત્તિના વિચિત્ર સ્વભાવવાળો એ ફળવિશેષ છે.
અહીં બીજા પ્રશ્ન કરે છે કે દાનાદિ કરતી વખતે કર્મથી ભાવવિશેષના કારણે ફળવિશેષ થાય છે તેથી શું સિદ્ધ થાય છે ? તેના જવાબમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે પ્રાગ્(પૂર્વે) ઉપાર્જિત કર્મથી ભલે ભાવ થાય, તેવી જ રીતે એ જ ભાવથી કર્મ થાય. આ રીતે કર્મથી ભાવ અને ભાવથી કર્મ, આ પ્રમાણે પ્રવાહથી પણ દૈવ અને પુરુષકાર : બંન્ને પરસ્પર સાપેક્ષ છે. તેવા પ્રકારના કર્મથી પુરુષકાર અને એ પુરુષકારથી કર્મ - આ પ્રમાણેના પ્રવાહથી બંન્નેમાં પરસ્પર સાપેક્ષપણું સિદ્ધ થાય છે. આવી પરસ્પર સાપેક્ષતાના કારણે પરસ્પર બાધ્યબાધકભાવ પણ એકબીજાના પ્રાધાન્યાદિની અપેક્ષાએ સિદ્ધ બને છે. . ... ઇત્યાદિ ‘યોગબિંદુ’થી સમજી લેવું જોઇએ./૧૭-૨૫।। દૈવાદિની પરસ્પર સાપેક્ષતામાં પણ પરસ્પર બાધ્યબાધકભાવ કઇ રીતે સંગત થાય છે તે જણાવીને કાળવિશેષે તેની બાધ્યબાધકતા જણાવાય છે—
૬૦
इत्थं परस्परापेक्षावपि द्वौ बाध्यबाधको ।
પ્રાયોડત્ર પરમાવર્ત્ત, વૈવં યત્નેન વાધ્યતે ||૧૭-૨૬।।
इत्थमिति-इत्थं प्रवाहतः । परस्परापेक्षावपि । द्वौ दैवपुरुषकारौ स्वप्राधान्यापेक्षया बाध्यबाधकौ । प्रायो बाहुल्येनात्रानयोर्मध्ये । चरमावर्ते ऽन्त्यपुद्गलपरावर्ते यलेन दैवं बाध्यते । तथाविधसङ्क्लेशावस्थायां नन्दिषेणादीनामिव कदाचिद्व्यत्ययोऽपि स्यादिति प्रायोग्रहणम् ।।१७-२६।।
ધ્રુવપુરુષકાર બત્રીશી