________________
“આ રીતે પ્રવાહની અપેક્ષાએ દેવ અને પુરુષકાર પરસ્પર સાપેક્ષ હેતુ હોવા છતાં બંન્ને પરસ્પર બાધ્ય અને બાધક બને છે. પ્રાયે કરી ચરમાવર્તકાળમાં પ્રયત્નથી દૈવ બાધિત થાય છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે અત્યાર સુધી પૂર્વ શ્લોકોથી જણાવ્યા મુજબ દેવ અને પુરુષકાર બંન્ને પરસ્પર સાપેક્ષ રીતે ફળની પ્રત્યે કારણ હોવાથી જ ઉપર જણાવ્યા મુજબ પોતાના પ્રાધાન્યની અપેક્ષાએ બીજાના બાધક પણ થાય છે. અન્યથા બેમાંથી એક જ કારણ હોય અને તેને બીજાની અપેક્ષા ન હોય તો તે અકારણનો બાધ થવાનો પ્રસંગ જ નહીં આવે. કારણ કે જે કારણ જ ન હોય તો તેનો કોઈ કઈ રીતે બાધ કરે ? જે; બેમાં પ્રધાન કારણ હોય છે, તે; બીજા અપ્રધાનનો બાધ કરે છે.
ચરમાવર્તકાળમાં પ્રાયે કરી દૈવનો બાધ પુરુષકાર(પ્રયત્ન)થી થાય છે. ગમે તેવું કર્મ હોય તોપણ મોટાભાગે પુરુષકારથી તેનો બાધ થતો હોય છે. કોઈ વાર શ્રીનંદિષેણ મુનિ વગેરેની જેમ તેવા પ્રકારની કર્મની સંક્લિષ્ટ અવસ્થામાં પુરુષકારથી કર્મનો બાધ થતો નથી. તેને લઇને વ્યભિચાર ન આવે એ માટે શ્લોકમાં પ્રાયઃ આ પદનું ઉપાદાન કર્યું છે. તેથી કોઈ વાર ચરમાવર્તકાળમાં પણ શ્રી નંદિષેણમુનિ વગેરે મહાત્માઓના પુરુષકારથી કર્મનો બાધ ન થવા છતાં દોષ નથી. II૧૭-૨૬ll
આ રીતે સમજી શકાશે કે નિશ્ચયનયની અપેક્ષાએ પોતાના કાર્ય કરતી વખતે દૈવ અને પુરુષકાર પોતે પ્રધાન જ હોય છે. તેથી બંન્નેમાં તેને લઈને તુલ્યતા જ છે તેમ જ વ્યવહારનયની અપેક્ષાએ ફળની પ્રત્યે પરસ્પર સાપેક્ષ રીતે બંન્ને કારણ બને છે અને ક્રમે કરી પ્રધાનઅપ્રધાનભાવને પ્રાપ્ત કરે છે તેમ જ બાધ્યબાધકભાવાપન્ન પણ બને છે. તેથી તે મુજબ દૈવ અને પુરુષકારમાં તુલ્યતા છે. આથી જ ચરમાવર્તકાળમાં પુરુષાર્થથી કર્મનો બાધ જ નહીં, ફળવિશેષ પણ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે
एवं च ग्रन्थिभेदोऽपि, यत्नेनैव बलीयसा ।
औचित्येन प्रवृत्तिः स्यादूर्ध्वं तस्यैव चोदनात् ॥१७-२७।। एवं चेति-एवं च चरमावर्ते यलस्य बलीयस्त्वे च । ग्रन्थिभेदोऽपि किं पुनर्देवबाधेत्यपिशब्दार्थः । यत्नेनैव बलीयसाऽतिशयवता, औचित्येन धर्मार्थादिगोचरन्याय्यप्रवृत्तिप्रधानत्वेन प्रवृत्तिः स्यादूर्ध्वं ग्रन्थिभेदोत्तरं । तस्यैव बलीयसो यलस्यैव चोदनात् प्रेरणात् ।।१७-२७।।
આ પ્રમાણે બળવાન પ્રયત્ન વડે ગ્રંથિભેદ પણ થાય છે. ત્યાર પછી બળવાન એવા જ પ્રયત્નથી ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ થાય છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ચરમાવર્તકાળમાં યત્ન બળવાન હોવાથી ગ્રંથિ(રાગ-દ્વેષનો તીવ્ર પરિણામ)નો ભેદ પણ થાય છે. માત્ર કર્મનો બાધ જ થતો નથી. પરંતુ ગ્રંથિનો ભેદ પણ થાય
એક પરિશીલન
૧૧