SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ છે. બળવાન-અત્યંત પ્રયત્ન વડે ગ્રંથિભેદ થયા પછી ધર્મ-અર્થ વગેરે સંબંધી ન્યાય કોટિની પ્રવૃત્તિની મુખ્યપણે પ્રવૃત્તિ થાય છે. કારણ કે ગ્રંથિભેદ થયા પછી પ્રયત્ન બલવત્તર બને છે. ચરમાવર્તકાળમાં અપુનર્બન્ધકાદિદશાની પ્રાપ્તિ થવાથી બળવાન એવા પુરુષકારથી, દુર્બળ એવા મિથ્યાત્વમોહનીયકર્માદિનો બાધ થાય છે, જેથી રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ પણ થાય છે. એથી પ્રાપ્ત સમ્યગ્દર્શનાદિના અચિંત્ય સામર્થ્યથી પ્રયત્ન બલવત્તર બને છે, જેથી ધર્માદિના વિષયમાં પરસ્પર બાધ ન થાય એ રીતે ન્યાધ્ય પ્રવૃત્તિ થાય છે - એ સ્પષ્ટ છે. I/૧૭-૨થી ननु यद्येवं ग्रन्थिभेदादूर्ध्वं स्वपरिणामादेवोचितप्रवृत्तिसिद्धिस्तदोपदेशवैयर्थ्यं स्यादित्यत आह જો આ રીતે ગ્રંથિભેદ પછી પોતાના(આત્માના)પરિણામના કારણે જ ઉચિત પ્રવૃત્તિ સિદ્ધ થતી હોય તો તેવા આત્માઓની પ્રત્યે ઉપદેશ આપવાનું નિરર્થક છે : આવી શંકાનું સમાધાન કરાય છે– उपदेशस्त्वनेकान्तो, हेतुरत्रोपयुज्यते । गुणमारभमाणस्य, पततो वा स्थितस्य न ॥१७-२८॥ उपदेशस्त्विति-उपदेशस्त्वत्र भिन्नग्रन्थेरुचितप्रवृत्तौ अनेकान्तो जलोत्पत्तौ भूमिसरसभावनिबन्धनायां पवनखननादिरिवानियतहेतुभावः सन्नुपयुज्यते । अनियतत्वेऽपि विशेषे नैयत्यमभिधित्सुराह-गुणमुपरितनगुणस्थानमारभमाणस्य पततो वोपरितनगुणस्थानादधस्तनमागच्छतो न पुनः स्थितस्य तद्भावमात्रવિશ્રાન્તર્યું 19૭-૨૮ાા. અહીં ગ્રંથિભેદ જેણે કરી લીધો છે એવાઓની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ, એકાંતે હેતુ નથી. ગુણને પ્રાપ્ત કરવાનો આરંભ કરનારાને અથવા ગુણસ્થાનકેથી પડતા એવા આત્માઓ માટે ઉપદેશ છે. પરંતુ ઉચિત પ્રવૃત્તિમાં સ્થિત આત્માઓ માટે ઉપદેશ સાર્થક નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય સમજી શકાય છે કે જેણે ગ્રંથિભેદ કર્યો છે તેની ઉચિત પ્રવૃત્તિની પ્રત્યે અનિયતપણે ઉપદેશ ઉપયોગી બને છે. ભૂમિનો સરસભાવ(સરસત્વ) જેમાં કારણ છે એવી જલોત્પત્તિની પ્રત્યે પવન કે ખનન વગેરે જેમ ઉપયોગી બને છે, તેમ અહીં ઉપદેશ ઉપયોગી બને છે. પવન કે ખનન(ખોદવું) વગેરે જલોત્પત્તિનાં કારણ નથી. પરંતુ ભૂમિમાં ઉત્પન્ન થયેલા જલના અભિવ્યસ્જક છે. આવી જ રીતે શુભભાવ, શુદ્ધપુરુષકારથી સમુભૂત છે. ઉપદેશ તેની અભિવ્યક્તિનો હેતુ છે. આ રીતે ઉચિત પ્રવૃત્તિની પ્રત્યે ઉપદેશની હેતુતા અનૈકાન્તિક છે, નિયત નથી. ઉપદેશમાં અનિયતeતુતા હોવા છતાં કવચિતેની નિયતતાને શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવાય છે. આશય એ છે કે પ્રથમાદિ ગુણસ્થાનકથી ચતુર્નાદિ ગુણસ્થાનકે જવાનો આરંભ કરનારા માટે અથવા ઉપરના ગુણસ્થાનકથી (સપ્રમાદિ ગુણસ્થાનકથી) નીચેના ગુણસ્થાનકે પડતા એવાઆત્માઓ દૈવપુરુષકાર બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy