________________
“અહીં અવેદ્યસંવેદ્યપદમાં વ્યામૂઢચિત્તવાળા આત્માઓને; ખંજવાળના રોગીને ખંજવાળમાં જેમ વિપરીત બુદ્ધિ થાય છે તેમ કુકૃત્ય કૃત્ય અને કૃત્ય અકૃત્ય જણાય છે.” - આ પ્રમાણે ત્રીસમાં
શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે અવેદ્યસંવેદ્યપદવાળા ભવાભિનંદી જીવોનું ચિત્ત બામૂઢ હોય છે. અર્થાત મોહથી ગ્રસ્ત હોય છે. તેથી તેમને પ્રાણાતિપાત અસત્ય... વગેરે કુકૃત્યો, કૃત્ય(કરવા યોગ્ય) લાગે છે અને અહિંસાદિ કૃત્યો અનાચરણીય(કરવા માટે અયોગ્ય) લાગે છે. ખંજવાળનો રોગ જેને થયો હોય તેને જેમ ખંજવાળવાની પ્રવૃત્તિ અકૃત્ય હોવા છતાં કૃત્ય લાગે છે; તેમ જ કૃમિથી આકુળ-વ્યાકુળ બનેલા કોઢના રોગીને જેમ અગ્નિના સેવનમાં કર્તવ્યત્વની બુદ્ધિ થાય છે તેમ અહીં ભવાભિનંદી આત્માઓને કૃત્યાદિને વિશે અત્યવાદિની બુદ્ધિ થાય છે. ભવાભિનંદી જીવોને અવેદ્યસંવેદ્યપદના કારણે જ એવી વિપરીત બુદ્ધિ થાય છે.
નૂપૂર્વનાવિદ્ આનું તાત્પર્ય વર્ણવતાં યોગદષ્ટિ સમુચ્ચયની ટીકામાં (શ્લો.નં. ૮૧) કથાનક જણાવ્યું છે. કોઈ ખંજવાળનો રોગી હતો. ખંજવાળવાના અતિરેકથી એના નખ પણ ખલાસ થઈ ગયા. એટલે તે ઘાસની સળી વગેરેથી ખંજવાળતો હતો. પરંતુ એક વાર ખંજવાળવા માટે તેને ઘાસની સળી મળી નહીં. એવામાં જેની પાસે ઘાસનો પૂળો છે એવા વૈદ્યનું તેને દર્શન થયું. તેણે તેની પાસે ઘાસની સળી માંગી. તેણે તેને તે આપી પણ ખરી. તેથી તે ખુશ થયો. સંતુષ્ટ થયેલા તેણે વિચાર્યું કે - ખરેખર આ ધન્ય પુરુષ છે કે જેની પાસે ખંજવાળવા માટે આટલી ઘાસની સળીઓ છે. આમ મનમાં ચિંતવીને તેણે તે વૈદ્ય મુસાફરને પૂછ્યું કે ક્યાં આટલી ચિકાર પ્રમાણમાં ઘાસની સળીઓ મળે છે? ત્યારે તેણે તે રોગીને કહ્યું કે – ‘લાદેશમાં મળે છે, પરંતુ તારે એનું શું કામ છે?” તેથી ખંજવાળના રોગીએ કહ્યું કે – “મારે ખંજવાળવા માટે જોઈએ છે.” આ સાંભળીને વૈદ્યપથિકે તેને કહ્યું કે - “આ ઘાસની સળીનું કામ જ નહીં પડે. સાત દિવસમાં જ તારી ખંજવાળ દૂર કરી દઉં! ત્રિફળાનો પ્રયોગ શરૂ કર.” ત્યારે તે વાત સાંભળીને રોગીએ કહ્યું કે - જો ખંજવાળ જ દૂર થઈ જાય, તો ખંજવાળવાનો આનંદ જતો રહે, પછી જીવવાનું જ વ્યર્થ બને ! તેથી ત્રિફળાના પ્રયોગ વડે સર્યું !
કથાનકનો આશય સ્પષ્ટ છે કે ખંજવાળના રોગીને જેમ ખંજવાળવાની બુદ્ધિની નિવૃત્તિ થતી નથી, પણ ઉપરથી વધ્યા જ કરે છે તેમ આ ભવાભિનંદી એવા અવેદ્યસંવેદ્યપદવાળા આત્માઓની ભોગેચ્છાની નિવૃત્તિમાં બુદ્ધિ થતી નથી પણ ઉપરથી વધ્યા જ કરે છે, જેથી વૃદ્ધાવસ્થામાં પણ ઔષધાદિનું સેવન કરી તેઓ ભોગેચ્છાને વધાર્યા કરતા હોય છે. એ/૨૨-૩૦માં
ઉપર જણાવ્યા મુજબ ભવાભિનંદી જીવોને જેથી વિપરીત બુદ્ધિ થાય છે તેથી તેઓ જે કરે છે તે જણાવાય છે. અર્થાત્ વિપરીત બુદ્ધિનું ફળ વર્ણવાય છે–
एतेऽसच्चेष्टयात्मानं, मलिनं कुर्वते निजम् । बडिशामिषवत्तुच्छे, प्रसक्ता भोगजे सुखे ॥२२-३१॥
એક પરિશીલન
૨૩૩