________________
देवेष्विति-एवमिष्टानिष्टनामभेदेऽपि । तदभेदतस्तत्त्वतः सर्वज्ञाभेदात् । योगशास्त्रेषु सौवाध्यात्मचिन्ताशास्त्रेषु देवेषु लोकपालमुक्तादिषु । चित्राचित्रविभागतो भक्तिवर्णनं युज्यते । तदुक्तं-“चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता । भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ।।१।। ।।२३-१९।।
ઈષ્ટ-અનિષ્ટ નામાદિનો ભેદ હોવા છતાં સર્વજ્ઞ પરમાત્મામાં કોઈ ભેદ ન હોવાથી યોગનું નિરૂપણ કરનારાં શાસ્ત્રોમાં જુદા જુદા પ્રકારની અને એક પ્રકારની એમ વિભાગ કરીને દેવોની ભક્તિનું વર્ણન કર્યું છે – એ સંગત થાય છે.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શિવ કપિલ બુદ્ધ અહ... ઇત્યાદિ સર્વજ્ઞનામોમાં ભેદ હોવા છતાં ઉપાસ્યભૂત સર્વજ્ઞપરમાત્મા એક જ છે. આથી જ અધ્યાત્મના નિરૂપક સલ્ફાસ્ત્રોમાં અધ્યાત્મની વિચારણા વખતે દેવસંબંધી ભક્તિનું વર્ણન કરતાં ચિત્રો અને અચિત્રા ભક્તિ જણાવી છે.
એનો આશય એ છે કે સર્વજ્ઞપરમાત્માની અચિત્રા એટલે કે એક સ્વરૂપની ભક્તિ છે અને લોકપાલાદિ દેવોની ચિત્રા એટલે કે જુદા જુદા પ્રકારની ભક્તિ છે. લોકપાલાદિ દેવોની જેમ સર્વજ્ઞપરમાત્માઓમાં પણ ભેદ હોય તો તેઓશ્રીની પણ ભક્તિ ચિત્રા (ભિન્ન ભિન્ન પ્રકારની) બતાવવી જોઇએ. અર્થાત્ ચિત્રા અને અચિત્રા રૂપે વિભાગ કરીને ભક્તિનું નિરૂપણ કરવું ના જોઇએ. આમ છતાં ચિત્રાદિસ્વરૂપે વિભાગ કરીને; અધ્યાત્મચિંતા શાસ્ત્રોમાં ભક્તિનું વર્ણન કર્યું છે. તેથી સિદ્ધ થાય છે કે લોકપાલાદિ દેવોની જેમ સર્વજ્ઞપરમાત્માઓમાં ભેદ નથી. તેઓશ્રી એક જ છે અને તેથી અધ્યાત્મચિંતા શાસ્ત્રોમાં ચિત્રાચિત્રા સ્વરૂપ ભક્તિનું વર્ણન કર્યું છે; એ યુક્ત જ છે. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૧૦) આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે, “સદ્યોગશાસ્ત્રોમાં દેવોને વિશે ચિત્રાચિત્રરૂપે વિભાગ કરીને ભક્તિનું વર્ણન કર્યું છે. તે કારણે પણ આ પ્રસ્તુત વસ્તુ(સર્વજ્ઞપરમાત્માઓમાં ભેદ નથી તે) બરાબર છે. ર૩-૧૯ll ચિત્રાદિ ભક્તિ કયા દેવોને વિશે હોય છે, તે જણાવાય છે
संसारिषु हि देवेषु, भक्तिस्तत्कायगामिनाम् ।
તવતીતે પુનતત્ત્વ, તકતીતાર્થ વિનામ્ સરરૂ-૨૦ संसारिष्विति-संसारिषु हि देवेषु लोकपालादिषु । भक्तिः सेवा । तत्कायगामिना संसारिदेवकायगामिनां । तदतीते पुनः संसारातीते तु तत्त्वे तदतीतार्थयायिनां संसारातीतमार्गगामिनां योगिनां भक्तिः /ર૩-૨૦|
સંસારી લોકપાલાદિ દેવોને વિશે; તેમના(સંસારી દેવોના) સમુદાયમાં જેમને જનમવાનું છે; એવા જીવોને ભક્તિ હોય છે. સંસારથી પર એવા મોક્ષતત્ત્વમાં તો જેઓ મોક્ષમાર્ગગામી છે એવા યોગીજનોને ભક્તિ હોય છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. ભાવાર્થ સ્પષ્ટ
૨૫૪
કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી