________________
છે કે સામાન્ય રીતે જેને જે ઇષ્ટ હોય તે તેની પ્રાપ્તિમાં સહાય કરનાર આલંબનમાં જ ભક્તિભાવ રાખે અને એ મુજબ એની સેવા-સુશ્રુષા કરે – એ સમજી શકાય છે.
સંસારમાં જ જેમને રહેવાનું છે; એવા જીવોને સંસારી દેવો પ્રત્યે ભક્તિ હોય છે અને સંસારથી પાર પામેલા શ્રી સર્વજ્ઞપરમાત્મા પ્રત્યે તો જેઓ મોક્ષમાર્ગે ચાલી રહ્યા છે તેવા જીવોને ભક્તિ હોય છે – આ વાત નિરંતર યાદ રાખવી જોઇએ. આપણી મનોદશાનો ચોક્કસ ખ્યાલ એથી આવી શકે છે. કર્મક્ષયસ્વરૂપ મુક્તાવસ્થા એક જ સ્વરૂપવાળી હોવાથી તેને ઉદ્દેશીને કરાતી ભક્તિ પણ એક જ પ્રકારની છે. ૨૩-૨ના
લોકપાલાદિ સંસારી દેવો પ્રત્યેની ભક્તિ અને મુક્તદેવો પ્રત્યેની ભક્તિ : એ બેમાં જે વિશેષ છે; તે જણાવાય છે
चित्रा चाद्येषु तद्रागतदन्यद्वेषसङ्गता ।
अचित्रा चरमे त्वेषा, शमसाराखिलैव हि ॥२३-२१॥ चित्रा चेति-चित्रा च नानाप्रकारा च । आद्येषु सांसारिकेषु देवेषु । तद्रागतदन्यद्वेषाभ्यां स्वाभीष्टदेवतारागानभीष्टद्वेषाभ्यां सङ्गता युक्ता, मोहगर्भत्वाद् । अचित्रा एकाकारा चरमे तु तदतीते तु । एषा भक्तिः । शमसारा शमप्रधाना अखिलैव हि, तथासम्मोहाभावादिति ।।२३-२१॥
“સંસારી લોકપાલાદિદેવોને વિષે; તેમની પ્રત્યેના રાગથી અને તેમનાથી ભિન્ન (અનિષ્ટ) એવા દેવની પ્રત્યેના દ્વેષથી સંગત એવી અનેક પ્રકારની ભક્તિ હોય છે. મુક્ત દેવોને વિશે તો બધી જ શમના સારવાળી એક જ પ્રકારની ભક્તિ હોય છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે સાંસારિક દેવોને વિષે ભક્તિ અનેક પ્રકારની હોય છે. તે તે ઈષ્ટ દેવની પ્રત્યે રાગ હોવાથી અને તે તે દેવથી ભિન્ન એવા અનિષ્ટ દેવની પ્રત્યે દ્વેષ હોવાથી એ ભક્તિ રાગ-દ્વેષથી સંગત છે. કારણ કે એ મોહગર્ભિત છે.
સંસારાતીત મુક્ત દેવોને વિષે તો ભક્તિ એક પ્રકારવાળી હોય છે. એ સંપૂર્ણ ભક્તિ; વિષયકષાયની પરિણતિથી રહિત હોવાથી શમના પ્રાધાન્યવાળી હોય છે. કારણ કે અહીં તેવા પ્રકારનો સંમોહ હોતો નથી. ૨૩-૨૧
સામાન્ય રીતે તે તે દેવોની ભક્તિ અનેક પ્રકારની હોય છે તેમ સર્વજ્ઞ પરમાત્માની ભક્તિ પણ અનેક પ્રકારની દેખાય છે; કારણ કે એક પૂજામાં પણ અનેક પ્રકાર વિહિત છે. પરંતુ ત્યાં એકમાત્ર મોક્ષપ્રાપ્તિનો અધ્યવસાય હોવાથી એક ઉદ્દેશને લઇને ભક્તિ એક જ પ્રકારની છે. આથી સમજી શકાય છે કે આશયવિશેષને આશ્રયીને તે તે અનુષ્ઠાનો ફળનાં જનક બનતાં હોય છે – એ વાતને હવે સ્પષ્ટ કરાય છે–
એક પરિશીલન
૨૫૫