________________
दूरासन्नादिभेदोऽपि तद्भृत्यत्वं निहन्ति न ।
જો નામાવિષેવેન, મિત્રાચારેપિ પ્રમુઃ ।।૨રૂ-૧૮||
दूरेति–दूरासन्नादिभेदस्तु तद्भृत्यत्वं सर्वज्ञोपासकत्वं न निहन्ति । एकस्य राज्ञो नानाविधप्रतिपत्तिकृतामपि एकभृत्यत्वाविशेषवत् प्रकृतोपपत्तेः । भिन्नाचारेष्वपि तथाधिकारभेदेन नानाविधानुष्ठाने योगिषु नामादीनामर्हदादिसञ्ज्ञादीनां भेदेनैकः प्रभुरुपास्यः । तदुक्तं - “ यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरासन्नादिभेदेऽपि तद्भृत्याः सर्व एव ते || १ || सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि || २ || न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथानामादिभेदेऽपि માવ્યતે તન્મહાત્મમિઃ ||રૂ||” ||૨૩-૧૮||
“દૂર અને આસન્ન વગેરે ભેદને લઇને પણ તેના મૃત્યત્વની(સર્વજ્ઞોપાસકત્વની) હાનિ થતી નથી. જુદા જુદા પણ અનુષ્ઠાનવાળા યોગીજનોને વિષે ઉપાસ્ય(આરાધ્ય) તરીકે નામાદિના ભેદથી એક જ પ્રભુ છે.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે; એક જ સ્વામીના અનેક સેવક હોય છે. પોત-પોતાની યોગ્યતાનુસાર કોઇ દૂર હોય, કોઇ પાસે હોય અથવા કોઇ વચ્ચે હોય તોપણ દરેક સેવકમાં તત્કૃત્યત્વ(તત્સવકત્વ) અર્થાત્ એકસ્વામિકત્વસ્વરૂપ સામાન્ય ધર્મ હોય છે જ. દૂરત્વાદિ વિશેષને લઇને એકસ્વામિકત્વસ્વરૂપ સામાન્ય ધર્મનો નાશ થતો નથી. આવી જ રીતે તે તે દર્શનોમાં રહેવા છતાં યોગીજનોમાં ‘સર્વજ્ઞોપાસકત્વ’ સ્વરૂપ સામાન્યધર્મ હણાતો નથી. એક રાજાની જુદા જુદા પ્રકારની સેવા કરનારા અનેક સેવકોમાં જેમ એકનું મૃત્યત્વ (એકસ્વામિકત્વ) સંગત છે તેમ અહીં પણ એકસર્વજ્ઞોપાસકત્વ તે તે મુમુક્ષુઓમાં સંગત છે.
યોગદૃષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૦૭ થી ૧૦૯) એ વસ્તુનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે - “જેમ કોઇ એક રાજાના, પાસે અથવા દૂર વગેરે ભેદથી નીમેલા ઘણા સેવકો જુદા જુદા હોવા છતાં તે બધા એક જ રાજાને આશ્રયીને રહેલા છે; તેમ સર્વજ્ઞતત્ત્વ પૂર્વે જણાવ્યા મુજબ એક હોવાથી; તે બધા સર્વજ્ઞપરમાત્માના મતનું અવલંબન લેનારા; જુદા જુદા આચારમાં રહેલા હોવા છતાં સર્વજ્ઞતત્ત્વને અનુસરનારા જ જાણવા. આથી સમજી શકાશે કે ભાવસર્વશ મહાત્માઓમાં પરમાર્થથી કોઇ ભેદ નથી. તેઓશ્રીના નામ આદિનો ભેદ હોય તો ય તેમાં કોઇ ભેદ નથી... ઇત્યાદિ બુદ્ધિમાનોએ વિચારવું જોઇએ.” ।।૨૩-૧૮।।
શ્રી સર્વજ્ઞપરમાત્મા એક જ છે ઃ એ સિદ્ધ કરવા શાસ્રગર્ભિત યુક્તિ જણાવાય છે—
એક પરિશીલન
देवेषु योगशास्त्रेषु, चित्राचित्रविभागतः । મવિર્જીનમધ્યેવું, યુખ્યતે તમેવતઃ ।।૨૩-૧૬||
૨૫૩