SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ એ વાતને જણાવતાં યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૦૫) ફરમાવ્યું છે કે “સર્વજ્ઞ ભગવંતોમાં ભેદ છે જ – આ પ્રમાણે, બધા જ અસર્વદર્શી એવા છબસ્થો સર્વ પ્રકારે જાણી શકતા નથી. તેથી વિશેષ સ્વરૂપે શ્રી સર્વજ્ઞ પરમાત્માને આશ્રયીને આરાધના કરનાર અસર્વદર્શી કોઈ નથી.” ૨૩-૧૬ll अतः सामान्यप्रतिपत्त्यंशेन सर्वयोगिषु परिशिष्टा तुल्यतैव भावनीयेत्याह આથી સર્વદર્શનોમાં રહેલા યોગીજનો(મુમુક્ષુ) સામાન્ય સ્વરૂપે સર્વજ્ઞની પ્રતિપત્તિ કરે છે – એ અંશને લઇને તે બધામાં તુલ્યતા ભાવવી જોઈએ : એ જણાવાય છે सर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्यामलया धिया । निर्व्याजं तुल्यता भाव्या, सर्वतन्त्रेषु योगिनाम् ॥२३-१७॥ सर्वज्ञेति - सर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्य । अमलया रागद्वेषमलरहितया । धिया बुद्ध्या । निर्व्याजमौचित्येन सर्वज्ञोक्तपालनपरतया तुल्यता भाव्या । सर्वतन्त्रेषु सर्वदर्शनेषु । योगिनां मुमुक्षूणां । तदुक्तं“तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । निर्व्याजं तुल्य एवासौ तेनांशेनैव धीमता ।।१।। ।।२३-१७।। નિર્મળ બુદ્ધિએ નિર્ચાજપણે સર્વજ્ઞપરમાત્માની પ્રતિપત્તિની અપેક્ષાએ સર્વદર્શનોમાં યોગીઓની તુલ્યતાનું પરિભાવન કરવું જોઇએ...” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે રાગ દ્વેષ અને મોહ સ્વરૂપ, બુદ્ધિના મલથી રહિત એવી નિર્મળ બુદ્ધિએ તેમ જ ઔચિત્યપૂર્વક પોતાની ભૂમિકા મુજબ) શ્રી સર્વજ્ઞ ભગવંતોના પરમતારક વચનના પાલનની તત્પરતા વડે સર્વ દર્શનોમાં રહેલા મુમુક્ષુઓ સામાન્યસ્વરૂપે સર્વજ્ઞપરમાત્માની પ્રતિપત્તિ કરે છે. તે અંશને આશ્રયીને તે બધામાં તુલ્યતાનું પરિભાવન કરવું જોઇએ. યોગદષ્ટિ સમુચ્ચયમાં (શ્લો.નં. ૧૦૬) આ અંગે જણાવ્યું છે કે– તેથી સામાન્યથી પણ શ્રી સર્વજ્ઞપરમાત્માને; જે કોઇ છબસ્થ (અસર્વદર્શી) માને છે, તે ઔચિત્યપૂર્વક શ્રી સર્વજ્ઞવચનના પાલનમાં તત્પર એવા આત્મા; બુદ્ધિમાનો માટે શ્રી સર્વજ્ઞપરમાત્માની પ્રતિપત્તિના અંશને લઈને તુલ્ય જ છે. આ શ્લોકમાં અને યોગદ૦-૧૦૬માં જે જણાવ્યું છે; તેમાં થોડો ફરક છે. તે તેના જાણકારો પાસેથી જિજ્ઞાસુઓએ સમજી લેવો જોઇએ. અર્થની દૃષ્ટિએ મૂલ સ્વારસ્યમાં ખાસ ફરક પડતો નથી. શાબ્દિક યોજનામાં અન્વયની દૃષ્ટિએ થોડો ફરક પડે છે. ર૩-૧થી अवान्तरभेदस्तु सामान्याविरोधीत्याह સામાન્યસ્વરૂપે સર્વજ્ઞપ્રતિપત્તિના અંશને લઈને સર્વજ્ઞોપાસકોમાં તુલ્યતા હોવા છતાં વિશેષ સ્વરૂપે તુલ્યતા ન હોવાથી તુલ્યતા(સામાન્ય)માં વિરોધ નથી. અર્થાત્ એ વિશેષ ભેદ સામાન્યનો વિરોધી નથી, એ જણાવાય છે– ૨૫૨ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy