________________
ગ્રહીતૃસમાપત્તિ વિરામ પામે છે, આનંદાનુગતસમાધિના અંતે ગ્રહણ સમાપત્તિ વિરામ પામે છે અને નિર્વિચારસમાધિના અંતે ગ્રાહ્યસમાપત્તિ વિશ્રાંત થાય છે. અર્થાત્ ઉત્તરોત્તર સમાધિ વખતે તે તે (ગ્રાહ્યાદિ) સમાપત્તિ હોતી નથી. ૨૦-૯ો. સમાપત્તિનું સ્વરૂપ વર્ણવાય છે–
मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् ।
तात्स्थ्यात्तदञ्जनत्वाच्च, समापत्तिः प्रकीर्तिता ॥२०-१०॥ मणेरिवेति-मणेरिव स्फटिकादिरलस्येवाभिजातस्य जात्यस्य क्षीणवृत्तेः क्षीणमलस्य । असंशयं निश्चितं । तात्स्थ्यात्तत्रैकाग्रत्वात्तदञ्जनत्वाच्च तन्मयत्वात् । न्यग्भूते चित्ते विषयस्य भाव्यमानस्यैकत्वोत्कर्षात् समापत्तिः प्रकीर्तिता । तदुक्तं-"क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनता समापत्तिः” [१-४१] । यथा हि निर्मलस्फटिकमणेस्तद्रूपाश्रयवशात्तद्रूपतापत्तिरेवं निर्मलचित्तसत्त्वस्य तत्तद्भावनीयवस्तूपरागात्तद्रूपतापत्तिः । यद्यपि ग्रहीतृग्रहणग्राह्येत्युक्तं तथापि भूमिकाक्रमवशेन व्यत्ययो बोध्यः । यतः प्रथमं ग्राह्यनिष्ठः समाधिः, ततो ग्रहणनिष्ठः, ततोऽस्मितोपरागेण गृहीतृनिष्ठः, केवलस्य पुरुषस्य गृहीतुर्भाव्यत्वासम्भवादिति बोध्यम् ।।२०-१०।।
“જાત્ય સ્ફટિકાદિરત્નની જેમ ક્ષીણ થયેલી છે વૃત્તિઓ જેની એવા ચિત્તની એકાગ્રતાના કારણે અને તન્મયતાના કારણે ભાવ્ય-વિષયની સાથે એકરૂપતા થવાથી સમાપત્તિ થાય છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે ચિત્તની વિષયાકાર પરિણતિને સમાપત્તિ કહેવાય છે. ચિત્ત ગૌણ થયે છતે ભાવ્યમાન(જનું પરિભાવન કરાય છે તે) વિષયના(ગ્રાહ્યાદિ) આકારની સાથે ચિત્ત એકરૂપ થવાથી સમાપત્તિનો આવિર્ભાવ થાય છે.
આ વસ્તુને જણાવતાં યોગસૂત્રમાં જણાવ્યું છે કે – “ક્ષીવૃત્તેમિનાતચેવ મને દીક્ષાપ્રાપુ તીતવના સમાપત્તિઃ' I9-૪છા જાત્ય એવા મણિની જેમ નિર્મળ એવા ચિત્તની, ગ્રહદ્ર ગ્રહણ અને ગ્રાહ્ય એવા વિષયોને વિશે જે એકાગ્રસ્થિતિ સ્વરૂપ વિષયાકારતા છે તેને સમાપત્તિ કહેવાય છે. એનું તાત્પર્ય એ છે કે જેમ નિર્મલસ્ફટિકમાં તે તે રૂપાશ્રય જપાપુષ્પાદિના સંનિધાનને લઈને તે તે આકાર-સ્વરૂપ પ્રતિભાસિત થાય છે તેમ નિર્મળ એવું ચિત્તસત્ત્વ (સાત્ત્વિકચિત્ત), તેના પરિભાવનીય વિષયોના આકાર જેવા આકારને પ્રાપ્ત કરે છે. તેવા પ્રકારની ચિત્તપરિણતિ અહીં સમાપત્તિ છે. અહીં સૂત્રમાં જોકે ગ્રહી, ગ્રહણ અને ગ્રાહ્ય એ રીતનો વિષયક્રમ જણાવ્યો હોવાથી સમાપત્તિનો પણ ક્રમ એવો જ જણાય છે; પરંતુ સમાપત્તિના સાધકની ભૂમિકા(યોગ્યતા) મુજબ એ ક્રમમાં વ્યત્યય(વપરીત્ય) સમજવો જોઇએ. કારણ કે પ્રથમ સ્થૂલ અને સૂક્ષ્મ પાંચ ભૂતાદિસ્વરૂપ ગ્રાહ્મનિષ્ઠ સમાધિ હોય છે. ત્યાર બાદ ગ્રહણઇન્દ્રિયાદિનિઇ સમાધિ હોય છે અને અંતે અસ્મિતાન્વિત પુરુષાદિનિષ્ઠ(અહંકારો પાયિક
૧૪૨
યોગાવતાર બત્રીશી