________________
(૪-૮) । આ સૂત્રથી જણાવેલી છે. શુક્લાદિ કર્મજન્ય જે જાત્યાદિ ફળ પ્રાપ્ત થાય છે, તે તે ફળને અનુગુણ (ઉન્મુખ) એવી વાસનાઓનો (સંસ્કારોનો) તે તે કાળે આવિર્ભાવ થઇ જાય છે; જેથી પૂર્વજન્માદિની અપેક્ષાએ તદ્દન વિલક્ષણ જન્માદિ પ્રાપ્ત થયા પછી તે તે વિપાકોના અનુભવની અનુપપત્તિ થતી નથી.
આ કર્મજન્ય વાસનાઓ પણ બે પ્રકારની છે. એક માત્ર સ્મૃતિના ફળવાળી (સ્મૃતિજનક) છે અને બીજી જાતિ, આયુષ્ય અને ભોગના ફળને આપનારી છે. આમાંની પહેલા પ્રકારની વાસના એવી છે કે; જે કર્મથી જેવા શરીરનો આરંભ થયો હોય તેની વચ્ચે દેવ, મનુષ્ય, તિર્યંચાદિના સેંકડો જન્મનું વ્યવધાન થવા છતાં ફરી પાછો તેવા જ શરીરનો આરંભ થાય ત્યારે તેને અનુરૂપ જ સ્મૃતિને ઉત્પન્ન કરે છે અને તે વખતે બીજી બધી સ્મૃતિઓને અંતર્હિત કરે છે. દેવાદિભવમાં નારકાદિ શરીરના ઉપભોગની સ્મૃતિ જેમ લુપ્ત થાય છે તેમ અહીં પણ એ પ્રમાણે અન્યસ્મૃતિઓ લુપ્તપ્રાય થતી હોય છે. “અત્યંત વ્યવહિત(સેંકડો જન્મના વ્યવધાનથી યુક્ત) એવા સંસ્કારથી સ્મૃતિ થઇ શકશે નહીં. કારણ કે અત્યંત વ્યવહિત સંસ્કારને સ્મૃતિ પ્રત્યે કારણ માનતા નથી...' - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે લાંબા કાળે અનુભવેલું હોવા છતાં ચિત્ત જો વિચલિત ન હોય તો એવા ચિત્તમાં સંસ્કારરૂપે પડેલી તે અનુભૂત વસ્તુનો ઉદ્બોધકવિશેષના સહકારથી સ્મૃતિસ્વરૂપ પરિણામ થવામાં કોઇ વ્યવધાન નથી. ત્યાં તે વખતે પણ સંસ્કાર પડેલા છે જ. આ વસ્તુને જણાવતાં “નાતિવેશાતવ્યદિતાનામય્યાનન્તર્થ સ્મૃતિસંારચોરે પાત્” (૪-૧) । આ સૂત્રમાં કહ્યું છે કે, જાતિ, દેશ, કાળથી વ્યવહિત હોવા છતાં વાસનાઓનું આનન્તર્ય છે. કારણ કે સ્મૃતિ અને સંસ્કારની એકરૂપતા(સમાનવિષયકતા) છે. આશય એ છે કે જુદા જુદા જન્મમાં, સ્થળમાં કે કાળમાં અનુભવેલું હોવા છતાં કાલાંતરે, દેશાંતરે કે જાત્યંતરે તેની સ્મૃતિ થતી હોય છે. તેથી સંસ્કાર અને સ્મૃતિને કોઇ વ્યવધાન નથી; આનન્તર્ય(અંત૨રહિતપણું) છે. ઉદ્બોધકવિશેષના સહકારથી સ્મૃતિ થતી હોય છે. આ બધી વાસનાઓનું બીજ મોહ છે. ‘ક્યારે ય સુખનાં સાધનોનો વિયોગ ના થાઓ' આવા પ્રકારના અધ્યવસાયથી જે સંકલ્પ (કર્તવ્ય કે અકર્ત્તવ્યવિષયક પ્રવૃત્તિ-નિવૃત્તિનો અધ્યવસાય) થાય છે, તે મોહ છે. મોહ અનાદિનો હોવાથી વાસનાઓ પણ અનાદિની(આદિરહિત) છે. આ વાત “તાસામનાવિત્તું યાડડશિષો નિત્યત્પા” (૪-૧૦) આ યોગસૂત્રથી સ્પષ્ટ કરી છે. ઉપર જણાવ્યા મુજબ સુખના સાધનનો વિયોગ ન થાય... ઇત્યાદિ સ્વરૂપ ઇષ્ટપ્રાર્થનાને આશિષ કહેવાય છે. આશીર્વાદ નિત્ય હોવાથી વાસનાઓ અનાદિની છે.
બીજી પણ કર્મવાસના ચિત્તસ્વરૂપ આશ્રયમાં જ અનાદિકાળથી સંચિત છે. જેમ જેમ તેણીનો પરિપાક થાય તેમ તેમ ગૌણમુખ્યભાવે રહેલી એવી તે; જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ કાર્યનો આરંભ કરે છે. [સત્તામાં રહેલાં કર્મો જેમ જેમ વિપાકોન્મુખ બને તેમ તેમ કોઇ એક પરિશીલન
૭