________________
હેતુ-સ્વતંત્ર કારણ-માનવાનો પ્રસંગ આવશે. કારણ કે પ્રકૃતિથી જન્ય (પરંપરાએ જન્ય) ધર્માદિ, પ્રકૃતિના આપૂરના કારણ થઈ શકે નહિ. તેથી શંકાના સમાધાન માટે નિમિત્તમ ઇત્યાદિ સૂત્ર છે. ધર્માદિ; પ્રકૃતિના આપૂરનું નિમિત્ત છે, પ્રયોજક નથી. સ્વતંત્ર કારણને પ્રયોજક-હેતુ કહેવાય છે. તેથી ધર્માદિ જે નિમિત્ત છે; તે પ્રકૃતિઓના પ્રયોજક નથી. ધર્માદિથી વરણભેદ (પ્રતિબંધકાપનયન) થાય છે. જેમ ખેડૂત વૃક્ષની આસપાસનું ઘાસ ઉખેડી નાંખે છે તેથી વૃક્ષના મૂળમાં પાણી પહોંચે છે પરંતુ તે ત્યાં પાણી સિંચતો નથી તેમ અહીં પણ સિદ્ધિના પ્રતિબંધક ધર્માદિકથી દૂર થાય છે. તેથી સિદ્ધિઓ તો પ્રકૃતિઓના આપૂરથી જ થાય છે. તે તે સિદ્ધિને અનુકૂળ કારણમાં અવયવોનો(પરમાણુ વગેરેનો) અનુપ્રવેશ કે વિગમ કરાવવો; તેને પ્રકૃતિનો આપૂર કહેવાય છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ.
“ક્ષત્તિ મૂર્ત તદ્વિપ નાત્યાયુ:(૨૩) આ યોગસૂત્રમાં જણાવ્યા મુજબ ક્લેશસ્વરૂપ બીજ હોતે છતે કુશલ કે અકુશલ કર્મોના ફળ સ્વરૂપ જાતિ, આયુષ્ય અને ભોગને વિપાક કહેવાય છે. મનુષ્યાદિ જાતિ છે. લાંબા કાળ સુધી આત્માના શરીર સાથેના સંબંધને આયુષ્ય કહેવાય છે. મુખ્યત્ત રૂતિ મુખ્યત્વેડોનેતિ મુર્વેિતિ; “મોગ' શબ્દ એ ત્રણેય રીતે અનુક્રમે કર્મ, કરણ અને ભાવમાં નિષ્પન્ન છે. તેથી શબ્દાદિ વિષયો, શ્રવણાદિ ઇન્દ્રિયો અને સુખ-દુઃખનું સંવેદન : એ ત્રણને ભોગ કહેવાય છે. સુખ-દુઃખના સંવેદનથી ઉત્પન્ન થનારા સંસ્કારો(વાસના)ને આશય કહેવાય છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સાંખ્યદર્શનમાં સાશય અને અનાશય - એમ ચિત્તના બે પ્રકાર વર્ણવ્યા છે. તેમાંનું અનાશય ચિત્ત યોગીઓને હોય છે. આ વાત “તત્ર ધ્યાનનમનારાય” (૪-૬) ! આ સૂત્રથી જણાવી છે. તેથી જ ધ્યાનથી ઉત્પન્ન અનાશય ચિત્તવાળા યોગીજનોનું કર્મ અશુક્લાકૃષ્ણ હોય છે. “Íશવત્તા કૃM યોગિનર્જિવિતરેષા” (૪-૭) આ યોગસૂત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે યોગીજનોને અશુક્લાકૃષ્ણ કર્મ હોય છે અને તેમનાથી ભિન્ન જનોને શુક્લ, કૃષ્ણ તેમ જ શુક્લકૃષ્ણ : આ ત્રણ પ્રકારનાં કર્મો હોય છે. શુભ ફળને આપનારું યોગાદિ સ્વરૂપ કર્મ શુક્લ છે. બ્રહ્મહત્યાદિ સ્વરૂપ કર્મ અશુભ ફળને આપનારું હોવાથી કૃષ્ણ છે. ઉભયથી સંકીર્ણ કર્મ શુક્લકૃષ્ણ છે. દાન, તપ અને સ્વાધ્યાયાદિને કરનારાને શુક્લ કર્મ છે; નારકીઓને કૃષ્ણ કર્મ છે અને મનુષ્યાદિને શુક્લકૃષ્ણ કર્મ છે. યોગીજનોને એ ત્રણેય કર્મથી વિલક્ષણ એવું ચોથું અશુક્લાકૃષ્ણ કર્મ હોય છે.
યોગીજનોને છોડીને બીજા બધા અયોગીજનોનું ચિત્ત સાશય હોય છે. કારણ કે અયોગીજનો જે કર્મ કરે છે તે, તેના ફળને પ્રાપ્ત કરવાના આશયથી કરે છે. તે વખતે તેમને ફળના ત્યાગની ભાવના હોતી નથી. તેથી તે શુક્લ વગેરે ત્રણ કર્મથી તેના વિપાકને અનુકૂળ જ વાસનાઓની અભિવ્યક્તિ થાય છે. આ વાત “તતસ્તવિપાનુIનામેવાભિવ્યક્તિનાના
ઇશાનુગ્રહવિચાર બત્રીશી