________________
पगमा वम् । अनुग्रहाप्रवृत्तेश्च तथाद्धाभेदतः स्थितम् ।।३।। आत्मनां तत्स्वभावत्वे प्रधानस्यापि संस्थिते । ईश्वरस्यापि सन्न्यायाद्विशेषोऽधिकृतो भवेद् ।।४।” इति ।।१६-२४।।
આ કાલાતીતે જણાવેલી વાત કુચિતિકાના ત્યાગ માટે પૂ. આચાર્યભગવંતે સ્વીકારી છે. કારણ કે શાસ્ત્રાનુસારી તર્કથી અર્થની સિદ્ધિ થયે છતે નામવિશેષમાં કોઈ આગ્રહ નથી.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે કે પૂ.આ.ભ. શ્રી હરિભદ્ર સૂ. મહારાજાએ યોગબિંદુમાં કાલાતીતે જણાવેલી વાતનો સ્વીકાર કર્યો છે. એનું કારણ એ છે કે પોતાની માન્યતામાં જે કુચિતિકા-કૌટિલ્ય(આગ્રહ) હોય છે તેના પરિહાર માટે કાલાતીતે જણાવેલી વાત બરાબર છે. કારણ કે સામાન્યથી ગુણવપુરુષને ઈશ્વર માન્યા પછી, તેમના તે તે વિશેષને આશ્રયીને “આ બરાબર અને તે બરાબર નહિ'... ઇત્યાદિ સ્વરૂપ જે કુચિતિકા(આગ્રહ) છે તેને દૂર કરવા માટે પરમાત્માદિમાં વિશેષનું અન્વેષણ નિરર્થક છે... એ જણાવવાનું ઉચિત છે. શાસ્ત્રાનુસારી તર્કથી ગુણવપુરુષવિશેષને ઇશ્વર માનવાનું અને ભવના કારણ તરીકે કર્મ માનવાનું કાર્ય સિદ્ધ થઈ ગયા બાદ તેમના નામમાં વિવાદ કરવાનો રહેતો નથી. એવો વિવાદ કુચિતિકા અર્થાત્ કુટિલતાનો આવેલ છે. તત્ત્વના અર્થની સિદ્ધિ થયે છતે, નામમાત્રનો ક્લેશ તો યોગનો વિરોધી પરિણામ બને છે. પરંતુ ધર્મવાદથી જિજ્ઞાસુભાવે વિશેષની વિચારણા યોગની વિરોધિની નથી.
યોગબિંદુમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે, “કાલાતીતે જે કહ્યું છે કે ઈશ્વર અને કર્મ(પ્રકૃતિ) વગેરેના વિશેષની વિચારણા નિરર્થક છે, તે સુંદર છે. કારણ કે પરમાર્થની ચિંતાથી દેવતાદિના વિષયમાં પ્રવૃત્તિનું કારણ શાસ્ત્ર છે. મુક્ત, બુદ્ધ અને અહન્... વગેરે નામના ભેદથી પરમાત્માદિમાં ભેદ માનવો તે કુચિતિકાગ્રહ અર્થાત્ કુટિલતાના આવેશ સ્વરૂપ છે.”
વિદ્વાનો માટે આવો કુચિતિકાગ્રહ યુક્ત નથી, કારણ કે તે તાત્ત્વિક વિદ્વાનોને ઐદત્પર્ય (રહસ્ય) પ્રિય હોય છે અને તે ઐદમ્પર્યઅહીં કાલાતીતનામતમાં પણ શુદ્ધ છે; એ વિચારવું જોઇએ.”
ઈશ્વર અને પ્રકૃતિમાં; તેવા પ્રકારનો અભ્યાગમ કરવાથી બંન્નેમાં પરિણામિત્વ નિશ્ચિત છે. કારણ કે તેવા પ્રકારના યોગ્ય જીવો ઉપર ઇશ્વર દ્વારા અનુગ્રહ કરાય છે; તેમ જ પ્રકૃતિ દ્વારા તે તે કાળે પ્રવૃત્તિ થાય છે.” આશય એ છે કે કાળવિશેષમાં પુરુષ ઉપર ઇશ્વર અનુગ્રહ કરે છે અને પ્રકૃતિ તેમ તેમ પ્રવૃત્તિ કરે છે – એ પ્રમાણે કાલાતીતે માન્યું છે. તેથી એ મુજબ ઇશ્વર અને પ્રકૃતિ : બંન્નેમાં નિત્ય એકરૂપતા નથી. ક્રમિક અનેકરૂપતા બળાત્કારે માનવી પડે છે. તેથી ઉભયમાં પરિણામિત્વ જ છે – એ ચોક્કસ છે.
આથી સ્પષ્ટ થાય છે કે “ઈશ્વરનો અનુગ્રાહકસ્વભાવ, પ્રકૃતિનો નિવૃત્તાધિકારિત્વસ્વભાવ (તે તે મુક્ત પુરુષ માટે કશું જ ન કરવાનો સ્વભાવ) અને પુરુષનો અનુગ્રાહ્યસ્વભાવ હોય તો જ આ બધું સંગત છે. અન્યથા ગમે ત્યારે, ગમે તે, ગમે તેની ઉપર અનુગ્રહ કરવાનો પ્રસંગ આવશે.
૨૮
ઇશાનુગ્રહવિચાર બત્રીશી