________________
જ સિદ્ધ કરે છે, પરંતુ તેના મૂર્ત્તત્વાદિવિશેષને સિદ્ધ કરતા નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ અનુમાનથી દેવનો ને કર્મનો સામાન્યથી સ્વીકાર થાય છે. મૂર્ત્તત્વાદિ સર્વવિશેષથી અનુગત દેવનો અને કર્મનો સ્વીકાર શક્ય નથી. આથી સ્પષ્ટ છે કે દેવાદિના વિશેષની ચિંતા કરવાનો કોઇ અર્થ નથી. કારણ કે તે અનુમાનનો વિષય બનતા નથી અને આત્મપુરુષનાં વચનોથી પણ એનો નિર્ણય શક્ય નથી... ઇત્યાદિ ઉપર જણાવ્યું છે. II૧૬-૨ા
इत्थं च भवकारणमात्रज्ञानात्तदपनयनार्थं गुणवत्पुरुषविशेषाराधनं कर्तव्यं, विशेषविमर्शस्तु निष्प्रयोजन इति कालातीतमतं व्यवस्थितम्, एतच्चास्माकमपि विशेषविमर्शाक्षमस्य स्वाग्रहच्छेदाय सामान्ययोगप्रवृत्त्यर्थमनुमतम्, अन्यस्य तु निरभिनिवेशस्य शास्त्रानुसारेण विशेषविमर्शोऽपि भगवद्विशिष्टोपासनारूपतयाऽश्रद्धामलक्षालनेन तत्त्वज्ञानगर्भवैराग्यजीवानुभूतत्वाद्विशिष्टनिर्जराहेतुरिति न सर्वथा तद्वैफल्यमित्यभिप्रायवानाह—
આ રીતે શ્લોક નંબર ૧૭ થી ૨૩ સુધીના શ્લોકમાં જણાવેલી ‘કાલાતીત' નામના શાસ્રકારની વાતનો સાર એ છે કે “ભવ-સંસારના કારણમાત્રના જ્ઞાનથી ભવના કારણને દૂર કરવા માટે ગુણવત્પુરુષ-ઇશ્વરની આરાધના કરવી જોઇએ. વિશેષ ધર્મોની વિચારણા કરવાનું કોઇ પ્રયોજન નથી.’ – આ પ્રમાણે કાલાતીતે જે જણાવ્યું છે, તે એક અપેક્ષાનુસારે માની શકાય છે. વિશેષ વિચારણા કરવા માટે જે સમર્થ નથી; તેની પોતાની માન્યતાના આગ્રહના ઉચ્છેદ માટે સામાન્યથી યોગની પ્રવૃત્તિના આશયથી કાલાતીતની વાત મનાય છે. પરંતુ જેઓ મૂર્ત્તત્વાદિવિશેષની વિચારણા કરવા માટે સમર્થ છે; તે અભિનિવેશથી રહિત આત્માઓ માટે તો વિશેષની શાસ્ત્રાનુસારી વિચારણા પણ; ભગવાનની વિશિષ્ટ ઉપાસના રૂપ હોવાથી અશ્રદ્ધામલના પ્રક્ષાલન વડે તત્ત્વજ્ઞાનગર્ભિત વૈરાગ્યનું પરમકારણ હોવાથી વિશિષ્ટ કર્મની નિર્જરાનું કારણ બને છે તેથી વિશેષની વિચારણા સર્વથા નિષ્ફળ નથી. (કાલાતીતે સર્વથા નિષ્ફળ તરીકે વર્ણવી છે.) આ આશયથી જણાવાય છે—
आस्थितं चैतदाचार्यैस्त्याज्ये कुचितिकाग्रहे । शास्त्रानुसारिणस्तर्कान्नामभेदानुपग्रहात् ।।१६-२४।
आस्थितं चेति एतच्च कालातीतमतम् । आचार्यैः श्रीहरिभद्रसूरिभिः । आस्थितमङ्गीकृतं । कुचितिकाग्र कौटिल्यावेशे त्याज्ये परिहार्ये कुचितिकात्यागार्थमित्यर्थः । शास्त्रानुसारिणः तर्काद् । अर्थसिद्धौ सत्यामिति गम्यं । नामभेदस्य संज्ञाविशेषस्य | अनुपग्रहाद् अनभिनिवेशात् । तत्त्वार्थसिद्धौ नाममात्रक्लेशो हि योगप्रतिपन्थी न तु धर्मवादेन विशेषविमर्शोऽपीति भावः । तदिदमुक्तं - साधु चैतद्यतो नीत्या शास्त्रमत्र प्रवर्तकम् । तथाभिधानभेदात्तु भेदः कुचितिकाग्रहः ||9|| विपश्चितां न युक्तो - ऽयमैदम्पर्यप्रिया हि ते । यथोक्तास्तत्पुनश्चारु हन्तात्रापि निरूप्यताम् ॥ २ ॥ उभयोः परिणामित्वं तथाभ्युએક પરિશીલન
૨૭