________________
તે પ્રવૃત્તિ થતી હોય છે. સામાન્ય કારણ માનવામાં ન આવે તો ઘટની પ્રત્યે કયો દંડ કારણ બન્યો છે તેનો નિર્ણય તો ઘટની ઉત્પત્તિ પછી શક્ય બને છે. ઘટની ઉત્પત્તિ પૂર્વે એ શક્ય બનતું ન હોવાથી; ઘટની ઉત્પત્તિની પૂર્વે ઘટસાધનતાની બુદ્ધિ ન હોવાથી ઘટાદિ માટે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ શક્ય નહીં બને.
“યદ્યપિ ઘટાદિ કાર્ય માટે અરણ્યસ્થદંડાદિમાં જે પ્રવૃત્તિ થાય છે તેમાં ઘટાદિસાધનતાની બુદ્ધિનું પૂર્વકત્વ નથી પરંતુ ઘટાદિકાર્યના સાધનભૂત ગ્રામસ્થદંડાદિસદશત્વનો તે દંડાદિમાં (અરણ્યસ્થ દંડાદિમાં) ગ્રહ હોવાથી ઘટની ઉત્પત્તિ પૂર્વે ઘટસાધનત્વની બુદ્ધિ છે. તેથી જ કાર્યલિંગક(ધૂમાહિલિંગક) અનુમાનનો ઉચ્છેદ થતો નથી. અન્યથા સર્વથા અદષ્ટ તે તે ધૂમાદિને જોઇને વદ્ધિ વગેરેનું અનુમાન શક્ય નહિ થાય. ત્યાં પણ પૂર્વદષ્ટધૂમાદિસદશ ધૂમાદિના દર્શનથી સાદેશ્યગ્રહાત્મક જ લિંગનું જ્ઞાન અનુમાનનું પ્રયોજક મનાય છે. અર્જાતીયથી તદ્દાતીયની ઉત્પત્તિ શક્ય નથી - એ સમજી શકાય છે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે સર્વથા ક્ષણિકવાદીને પૂર્વ-પૂર્વ ક્ષણ જ ઉત્તર-ઉત્તર ક્ષણના કારણ તરીકે અભિમત હોવાથી વાસના(સંસ્કાર)વિશિષ્ટ તે તે ક્ષણ જ ઉત્તરોત્તર સજાતીય કે વિજાતીય તે તે ક્ષણનું કારણ બને છે. આ રીતે તો અતીન્દ્રિય સંસ્કાર જ કારણ હોવાથી પ્રત્યક્ષસિદ્ધ કારણને કારણ માનવાની જ જરૂર નથી. અર્થાત્ તે તે કાર્યના નજરે દેખાતાં તે તે કારણોનું કોઈ જ પ્રયોજન નહીં રહે.
યદ્યપિ કારણોનું (દષ્ટ કારણોનું) એ મુજબ વૈફલ્ય થાય તો ભલે થતું – એમ કહીને બૌદ્ધો ઈષ્ટાપત્તિ કરી શકે છે. પરંતુ પ્રત્યક્ષસિદ્ધ કાર્યકારણભાવના સ્વીકારમાં કોઈ બાધક ન હોવાથી પ્રત્યક્ષબાધિત કલ્પના કરવાનું ઉચિત નથી.. ઇત્યાદિ વિસ્તારથી ગ્રંથકારશ્રીએ અન્યત્ર જણાવ્યું છે. ૧૭-પા.
ઉપર જણાવ્યા મુજબ કાર્યમાત્રની પ્રત્યે જો દેવ અને પુરુષકાર ઉભય કારણ હોય તો તે તે કાર્યદૈવથી કે પુરુષકારથી થયું છે. ઇત્યાદિ સ્વરૂપે અવતર કારણતાનો વ્યવહાર કેમ થાય છે ? એ શંકાનું સમાધાન કરાય છે–
अनुत्कटत्वं गौणत्वमुत्कटत्वं च मुख्यता ।
द्वयं प्रत्येकजन्यत्वव्यपदेशनियामकम् ॥१७-६॥ अनुत्कटत्वमिति-गौणत्वमनुत्कटत्वं न त्वल्पत्वमेव, अल्पस्यापि बलीयसो गौणत्वाव्यपदेशाद् । एवं मुख्यता चोत्कटत्वम् । एतद्द्वयं प्रत्येकजन्यत्वव्यपदेशे नियामकम् । अन्यथा सर्वस्य कार्यस्योभयजन्यत्वात्प्रत्येकजन्यत्वव्यवहारोऽप्रामाणिकः स्यादिति भावः ।।१७-६।।
અનુત્કટને ગૌણ કહેવાય છે અને ઉત્કટને મુખ્ય કહેવાય છે. આ અનુત્કટત્વ અને ઉત્કટત્વ બંન્ને પ્રત્યેક(દેવ પુરુષકાર - એક એક) જન્યત્વના વ્યવહારનું કારણ છે.” - આ પ્રમાણે
એક પરિશીલન