________________
બુદ્ધિની વિષયાકાર(શેયાકાર) પરિણતિવિશેષને અહીં જ્ઞાન કહેવાય છે. વસ્તુના(શેયના) સ્વરૂપથી શૂન્ય એવા શાબ્દબોધના વિષયને વિકલ્પ કહેવાય છે. આ, ‘ગાય’ એ પ્રમાણે બોલે છે; આ ગાય છે અને મેં ગાયને જાણી; અહીં અનુક્રમે ગાય શબ્દ, ગાય અર્થ અને ગાયનું જ્ઞાન જણાય છે. એ ત્રણેય ભિન્ન હોવા છતાં એકસ્વરૂપે પ્રતીત થાય છે. આ રીતે શબ્દ, અર્થ અને જ્ઞાનના અભેદની પ્રતીતિ સ્વરૂપ સવિતર્કસમાપત્તિ છે. શબ્દાદિમાં ભેદ હોવા છતાં જે અભેદ જણાય છે તે વિતથ હોવાથી વિકલ્પ છે. આ સમાપત્તિમાં તે શબ્દ, અર્થ અને જ્ઞાન એકસ્વરૂપે પરસ્પર સંકીર્ણ પ્રતિભાસિત થાય છે. “નૌરિતિ શબ્દો નૌરિત્યર્થો ગૌરિતિ જ્ઞાનમ્” - આ પ્રમાણે ો... ઇત્યાદિ શબ્દ, અર્થ અને જ્ઞાન એકસ્વરૂપે આ સવિતર્કસમાપત્તિમાં પ્રતીત થાય છે. ગ્રાહ્ય વિષયોનું શબ્દાદિના ઉલ્લેખથી જ્યાં ધ્યાન થાય છે; ત્યાં સવિકલ્પ સમાપત્તિ મનાય છે.
આ ગ્રાહ્યસમાપત્તિ બીજા પ્રકારો વડે ચાર પ્રકારની છે. તેમાંની નિર્વિતર્કસમાપત્તિનું વર્ણન કરતાં યોગસૂત્રમાં ફરમાવ્યું છે કે “સ્મૃતિ(મહાસ્મૃતિ)રિશુદ્ધો સ્વપશૂન્યેવાડર્થમાનિર્માતાનિર્વિતń ” ।।૧-૪રૂ।। અર્થાત્ સ્મૃતિ(મહાસ્મૃતિ)ની નિવૃત્તિ થાય ત્યારે જાણે કે સ્વરૂપથી રહિત હોય નહીં એવી, કેવળ અર્થને જ બતાવવાવાળી જે સમાપત્તિ તેને નિર્વિતર્કસમાપત્તિ કહેવાય છે. આશય એ છે કે સામાન્ય રીતે સવિતર્કસમાધિમાં ગ્રાહ્યપદાર્થ, ગ્રાહ્યપદાર્થનો વાચક શબ્દ અને ગ્રાહ્ય પદાર્થનું જ્ઞાન ચિત્તમાં પ્રતિભાસે છે. એમાં મુખ્ય કારણ એ છે કે સાધકને શબ્દાર્થના સંકેતનું(વાચ્યવાચકભાવનું) સ્મરણ(મહાસ્મૃતિ) હોય છે. તાદેશ સ્મૃતિ ન હોય તો આગમ કે અનુમાનાદિથી જ્ઞાન શક્ય બનતું નથી. પરંતુ સવિતર્ક સમાધિના ઉત્તરકાળમાં તાદેશ શબ્દાર્થસંકેતની સ્મૃતિની પરિશુદ્ધિ થયે છતે અર્થાત્ તેનો અપગમ(ઉપયોગનો અભાવ) થયે છતે માત્ર અર્થનો પ્રતિભાસ થાય છે. અપ્રશસ્ત આલંબનમાં રાગાદિની તીવ્ર પરિણતિમાં આવી નિર્વિતર્કતાનો અનુભવ આપણે અનેકવાર કર્યો છે. શરૂઆતમાં ‘આ શું છે ? આને શું કહેવાય ? આ કઇ રીતે જણાય ?' ઇત્યાદિ જિજ્ઞાસાથી ‘આ આ છે; આને આ કહેવાય અને આ મને જ્ઞાત થયું...’ ઇત્યાદિ અનુભવ પછી માત્ર એનો જ પ્રતિભાસ સુદીર્ઘ સમય સુધી થતો હોય છે. આવા પ્રકારની જ સ્થિતિનો અનુભવ પ્રશસ્ત આલંબને સાધક આત્માને થતો હોય છે, જે સવિતર્કનિર્વિતર્ક-સમાધિની ક્રમિક અવસ્થાવિશેષ છે. જેથી અન્યત્ર વર્ણવ્યું પણ છે કે સવિતર્કસમાપત્તિના લક્ષણથી વિપરીત લક્ષણવાળી નિર્વિતર્કસમાપત્તિ છે, જેનો આશય ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ છે.
સવિચા૨ગ્રાહ્યસમાપત્તિનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે સ્થૂલ ભૂતાદિવિષયમાં શબ્દાદિ વિકલ્પને લઇને જેમ સવિતર્કસમાપત્તિ પ્રવર્તે છે; તેમ સ્થૂલ ભૂતાદિ જેના પરિણામ છે એવા સૂક્ષ્મભૂતાદિ પંચતન્માત્રાદિના વિષયમાં શબ્દાદિના વિકલ્પની સાથે દેશ(ઉપર નીચે દૂર પાસે...) અને કાળ(વર્તમાનાદિ) વિશિષ્ટ સ્વરૂપે તે તે અર્થને ગ્રહણ કરનારી સવિચા૨સમાધિ છે અને જ્યારે શબ્દાદિના વિકલ્પથી રહિત દેશ-કાલાદિની વિવક્ષા વિના ધર્મીમાત્રને ગ્રહણ
યોગાવતાર બત્રીશી
૧૪૪