SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ એ યુક્ત નથી. મોક્ષની ઇચ્છાવાળા મહાત્માઓએ તો આગમમાં; પરદ્રોહવિરતિ સ્વરૂપ શીલમાં અને ધ્યાનના ફળભૂત સમાધિમાં અભિનિવેશ રાખવો જોઇએ. અહીં યાદ રાખવું જોઇએ કે સામાન્યથી અભિનિવેશમાત્ર રાખવો ના જોઇએ. પરંતુ કુતર્કના અભિનિવેશને દૂર કરવા માટે આગમાદિની પ્રત્યે અભિનિવેશ રાખ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. મિથ્યાત્વગુણસ્થાનકે ચોથી દષ્ટિમાં કુતર્કગ્રહની નિવૃત્તિ થાય; પછી જ પાંચમી દષ્ટિ પ્રાપ્ત થાય છે. એ વખતે આગમાદિની પ્રત્યેનો અભિનિવેશ સ્વતઃ દૂર થાય છે. શ્રુતનો અર્થ આગમ પ્રસિદ્ધ છે. શીલનો અર્થ પરદ્રોહની નિવૃત્તિ (વિરતિ) આ પ્રમાણે કર્યો છે, જે સદૈવ સ્મરણીય છે. શીલનો અર્થ સદાચરણ પ્રસિદ્ધ છે. શ્રી વીતરાગપરમાત્માદિનો દ્રોહ કરવામાં ન આવે તો અસદાચારથી દૂર રહી શકાય. જયારે પણ આપણે અસદ્ આચરણ કરીએ છીએ ત્યારે તે દેવાધિદેવાદિના દ્રોહને લઈને કરતા હોઇએ છીએ. એનો વિચાર કરવાથી સમજી શકાશે કે પરદ્રોહની વિરતિ સ્વરૂપ જ શીલ (સદાચરણ) છે અને સમાધિ ધ્યાનના ફળ સ્વરૂપ છે. ધ્યાનના વિષયનો જ્ઞાનથી અભિન્નરૂપે જે પ્રતિભાસવિશેષ છે; તેને સમાધિ કહેવાય છે. ધ્યાન અને સમાધિનું સ્વરૂપ પાતંજલ યોગસૂત્રાદિથી સમજી લેવું. ર૩-૩ કુતર્કમાં અભિનિવેશ યુક્ત નથી : આ વાત બીજા લોકોના વચનથી જણાવાય છે उक्तञ्च योगमार्ग स्तपोनिधूतकल्मषैः । भावियोगिहितायोच्चैर्मोहदीपसमं वचः ॥२३-४।। उक्तं चेति-उक्तं च निरूपितं पुनः । योगमार्गज्ञैरध्यात्मविद्भिः पतञ्जलिप्रभृतिभिः । तपसा निर्धूतकल्मषैः प्रशमप्रधानेन तपसा क्षीणमार्गानुसारिबोधबाधकमोहमलैः । भावियोगिहिताय भविष्यद्विवादबहुलकलिकालयोगिहितार्थम् । उच्चैरत्यर्थं । मोहदीपसमं मोहान्धकारप्रदीपस्थानीयं । वचो वचनम् ।।२३-४।। તપથી જેઓએ મોહસ્વરૂપ આત્મમળને દૂર કર્યો છે એવા, યોગમાર્ગના જ્ઞાતાઓએ ભવિષ્યમાં થનારા યોગીઓના હિત માટે મોહસ્વરૂપ અંધકારને દૂર કરવા ઉજ્જવળ દીપકસમાન એવું વચન કહ્યું છે.” (જે પાંચમાં શ્લોકથી જણાવાશે.) - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રશમભાવના પ્રાધાન્યથી તપ કરવા વડે માર્ગાનુસારીબોધનો બાધક એવો મોહમળ જેમનો ક્ષીણ થયો છે – એવા અધ્યાત્મના જાણકાર પતંજલિ વગેરેએ ભવિષ્યના વિવાદપૂર્ણકલિકાલના યોગી જનોના હિત માટે જે કહ્યું છે, તે વચન; મોહસ્વરૂપ(અજ્ઞાનસ્વરૂપ) અંધકારને સારી રીતે દૂર કરવા માટે પ્રદીપજેવું છે, જે આગળના શ્લોકથી જણાવાશે. અહીં એ વિચારવું જોઈએ કે પતંજલિ વગેરેને અહીં યોગમાર્ગ(અધ્યાત્મ)ના જાણકાર તરીકે વર્ણવ્યા છે. તેમને જે માર્ગાનુસારી બોધ પ્રાપ્ત થાય છે તેમાં મોહમળનો ક્ષય કારણભૂત છે અને માર્ગાનુસારી બોધના બાધક એવા મોહમળના ક્ષયનું કારણ તપ છે, જે પ્રશમપ્રધાન ૨૪૦ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy