________________
शास्त्रस्यैवावकाशोऽत्र, कुतर्काग्रहतस्ततः ।
शीलवान् योगवानत्र, श्रद्धावांस्तत्त्वविद् भवेत् ॥२३-१३॥ शास्त्रस्येति-अत्रातीन्द्रियार्थसिद्धौ शास्त्रस्यैवावकाशः, तस्यातीन्द्रियार्थसाधनसमर्थत्वाच्छुष्कतर्कस्यातथात्वात् । तदुक्तं-“गोचरस्त्वागमस्यैव ततस्तदुपलब्धितः चन्द्रसूर्योपरागादिसंवाद्यागमदर्शनात् ।।१।।” ततस्तस्मात् कुतर्काग्रहतोऽत्र शास्त्रे श्रद्धावान् शीलवान् परद्रोहविरतियोगवान् सदा योगतत्परस्तत्त्वविद्धर्माद्यतीन्द्रियार्थदर्शी भवेत् ।।२३-१३।।
“અતીન્દ્રિયાર્થની સિદ્ધિમાં શાસ્ત્રનો જ અવકાશ છે; તેથી કુતર્કના ગ્રહને કર્યા વિના શાસ્ત્રના વિષયમાં; શીલવાન યોગવાન અને શ્રદ્ધાવાન તત્ત્વના જાણકાર બને છે.” – આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સમજી શકાય છે કે અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિનું સામર્થ્ય શુષ્કતર્કમાં નથી. એ સામર્થ્ય માત્ર શાસ્ત્રમાં હોવાથી અતીન્દ્રિય પદાર્થોની સિદ્ધિ માટે શાસ્ત્રનો જ અવકાશ છે.
યોગદષ્ટિ સમુચ્ચયમાં(શ્લો.નં. ૯૯) આ અંગે ફરમાવ્યું છે કે – અતીન્દ્રિય અર્થ આગમનો જ વિષય છે. કારણ કે આગમથી જ અતીન્દ્રિય અર્થની ઉપલબ્ધિ થાય છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણાદિ સ્વરૂપ જે લૌકિક(લોકપ્રસિદ્ધ) અર્થ છે તેનું યથાર્થજ્ઞાન આગમ કરાવે છે. એ રીતે બીજા પણ ધર્માદિ સ્વરૂપ અતીન્દ્રિય અર્થની સિદ્ધિ આગમથી જ થઈ શકે છે. તેથી કુતર્કગ્રહ કર્યા વિના જેઓ પરદ્રોહથી વિરામ પામેલા છે; યોગમાં સદા તત્પર છે અને પ્રાજ્ઞ છે; તેઓ શાસ્ત્રના વિષયમાં અતીન્દ્રિય ધર્માદિ અર્થના જ્ઞાતા થાય છે. શાસ્ત્રના વિષયભૂત અતીન્દ્રિય અર્થના પારમાર્થિક જ્ઞાન માટે પરદ્રોહનો ત્યાગ કરવો આવશ્યક છે. શાસ્ત્રનું જ્ઞાન ગુરુભગવંતની પાસેથી પ્રાપ્ત થાય છે. બીજાનો(ગુર્નાદિનો) જે દ્રોહ કરે છે, તેને પૂ. ગુર્નાદિક જ્ઞાનનું પ્રદાન કરતા નથી. તેમ જ જેઓ યોગતત્પર નથી અને સદા વિષયોપભોગમાં તત્પર હોય છે, તે લોકોને પણ પૂ. ગુર્નાદિક તેવા પ્રકારના શાસ્ત્રનું જ્ઞાન આપતા નથી. કારણ કે જ્ઞાન વિરતિ માટે છે, અવિરતિ માટે નથી. શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાવદ્ જ્ઞાનની(બુદ્ધિની) અપેક્ષા છે. બુદ્ધિ સારી હોવા છતાં ઘણી વાર શ્રદ્ધાના અભાવે માર્ગનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. આથી ઉચિત જ છે કે અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિ માટે શીલાદિમાન બનવું જોઈએ. ર૩-૧all
ननु शास्त्राणामपि भिन्नत्वात्कथं शास्त्रश्रद्धापि स्यादित्यत आह
અતીન્દ્રિય અર્થની સિદ્ધિ માટે શાસ્ત્ર સિવાય બીજો કોઈ ઉપાય નથી. પરંતુ શાસ્ત્રો જ કંઈકેટલીય જાતિનાં છે. તેથી ભિન્ન ભિન્ન શાસ્ત્રોમાં શ્રદ્ધા કઈ રીતે થાય? - આ શંકાનું સમાધાન કરાય છે–
तत्त्वतः शास्त्रभेदश्च, न शास्तृणामभेदतः ।
મોદસ્તમુહીનાં, તજેવાશ્રય તતઃ ર૩-૧૪|| એક પરિશીલન
૨૪૯