________________
પરંતુ આકાશમાં બે ચંદ્રો હોતા નથી, તેમ જ સ્વપ્રમાં આપણને અનેક વિષયો દેખાતા હોય છે, પરંતુ તેમાંનો એક પણ વિષય હોતો નથી – એ સ્પષ્ટ છે.
આ રીતે દ્વિચંદ્રજ્ઞાન અને સ્વપ્રવિજ્ઞાન - આ બેને દષ્ટાંત બનાવીને કુતર્ક, જ્ઞાનને નિરાલંબન સિદ્ધ કરી શકે છે. એનો કહેવાનો આશય એ છે કે જ્ઞાન જ એક સદ્ છે. તેમાં પ્રતીય માન(જણાતા) ઘટ પટ વગેરે વિષયો અસત્ છે. જે જ્ઞાનમાં પ્રતીયમાન છે, તે અસત્ છે. દ્વિચન્દ્રાદિજ્ઞાનમાં પ્રતિયમાન દિચન્દ્રાદિ જેમ અસત્ છે તેમ બાહ્ય ઘટ પટ... વગેરે જણાતા વિષયો અસત્ છે. આ રીતે બધા જ જ્ઞાનના વિષયો અસત્ છે - એ સિદ્ધ કરી શકાય છે. તેથી જ્ઞાનમાત્રમાં અલીક(અસત્, અસત્ય)વિષયતા પણ કુતર્ક સિદ્ધ કરી શકે છે... ઇત્યાદિ સમજી શકાય છે. ૨૩-૧૧,
કુતર્કથી ઉપર જણાવ્યા મુજબ ગમે તેની સિદ્ધિ થાય છે તેથી તેના વડે તત્ત્વસિદ્ધિ થતી નથી; તત્ત્વસિદ્ધિમાં તેનું કોઈ પ્રયોજન નથી, તે જણાવાય છે–
तत्कुतर्केण पर्याप्तमसमञ्जसकारिणा ।
अतीन्द्रियार्थसिद्ध्यर्थं, नावकाशोऽस्य कुत्रचित् ॥२३-१२॥ तदिति-तदसमञ्जसकारिणा प्रतीतिबाधितार्थसिद्ध्यनुधाविना पर्याप्तं कुतर्केण । अतीन्द्रियार्थानां धर्मार्थानां सिद्ध्यर्थं नास्य कुतर्कस्य कुत्रचिदवकाशः ।।२३-१२॥
કુતર્કથી ગમે તેની સિદ્ધિ થાય છે; તેથી અસમંજસને કરનારા કુતર્કથી સર્યું. અતીન્દ્રિયાર્થ(ધર્માદિ)ની સિદ્ધિ માટે કુતર્કને ક્યાંય અવકાશ નથી.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ જ છે કે ઉપર જણાવ્યા મુજબ દૃષ્ટાંતના બળે કુતર્કથી ગમે તેને સિદ્ધ કરી શકાય છે. તેથી જે અર્થ પ્રતીતિથી બાધિત થાય છે; એવા પણ અર્થને સિદ્ધ કરવામાં તત્પર એવા અસમંજસ કાર્ય કરનાર કુતર્કની કોઈ જ આવશ્યકતા નથી.
અતીન્દ્રિય ધર્મ અને મોક્ષાદિની સિદ્ધિ માટે કોઈ પણ સ્થાને કુતર્કને અવસર જ નથી. જે જે અર્થો પ્રત્યક્ષસિદ્ધ છે; એની સિદ્ધિ માટે વસ્તુતઃ કોઈની જ આવશ્યકતા નથી. પરંતુ જે જે અતીન્દ્રિય ધર્માદિ સ્વરૂપ અર્થ છે; એની સિદ્ધિ માટે ખરેખર જ પ્રમાણવિશેષની અપેક્ષા છે. પણ ત્યાં કુતર્ક તદન જ નિરર્થક છે. કારણ કે એનાથી, પ્રતીતિથી બાધિત થયેલા એવા પણ અર્થની સિદ્ધિ કરી શકાય છે અને તેથી મુમુક્ષુ આત્માઓના અશ્રદ્ધામલનું પ્રક્ષાલન થવાના બદલે તે મલ વધવા માંડે છે. ll૧૩-૧૨
અતીન્દ્રિય અર્થની સિદ્ધિ માટે કુતર્કનો અવકાશ નથી તો તેની સિદ્ધિ માટે કોનો અવકાશ છે – આ આશંકામાં જણાવાય છે–
૨૪૮
કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી