________________
એવા કુતર્કને અન્યથાસ્વભાવની કલ્પના કરતાં અટકાવવા માટે એમ કહેવામાં આવે કે કલ્પનાગૌરવ અને લાઘવજ્ઞાન... વગેરે અટકાવી શકે છે. પરંતુ અન્યથાસ્વભાવની કલ્પનાનો બાધ કરવાનું સામર્થ્ય કલ્પનાગૌરવ... વગેરેમાં નથી. કારણ કે હજારો કલ્પનાથી પણ સ્વભાવમાં પરિવર્તન અશક્ય છે. આશય એ છે કે પાણીના અને અગ્નિના સન્નિધાનમાં અનુક્રમે અગ્નિના અને પાણીના શૈત્ય અને દાહકત્વ સ્વભાવની કલ્પના કરવાની અપેક્ષાએ અગ્નિ અને પાણીના અનુક્રમે દાહકત્વ અને શૈત્ય સ્વભાવની કલ્પના કરવામાં ઔચિત્ય છે – આ પ્રમાણે કહેવામાં આવે તો પણ માત્ર કલ્પના કરવાથી સ્વભાવમાં પરિવર્તન શક્ય નથી. તેથી જ અગ્નિ અને પાણીના અનુક્રમે દાહકત્વ અને શૈત્ય સ્વભાવની કલ્પના કરવામાં લાઘવ છે... આવા પ્રકારના કલ્પનાલાઘવથી પણ; જે જેનો સ્વભાવ છે તેનો તેનાથી બીજા સ્વભાવની કલ્પના કરવાનું શક્ય નથી.
યદ્યપિ - “જે સ્વભાવ સહજ છે તેમાં કલ્પના કરવાથી પરિવર્તન શક્ય નથી – એ વાત માની લઈએ; પણ પોતાનો ભાવ એટલે કે નિયતકારણતાદિ સ્વરૂપ તે તે કાળે ઉત્પન્ન થનાર ધર્મ - એ સ્વભાવ છે. એ સ્વભાવની કલ્પના કરતી વખતે કલ્પનાના લાઘવના જ્ઞાનથી તેવા પ્રકારના સ્વભાવની કલ્પના કરાય છે અને ત્યારે કલ્પનાના ગૌરવના જ્ઞાનથી બીજી રીતે કલ્પલા સ્વભાવને માનવામાં આવતો નથી. એ મુજબ પાણી અને અગ્નિનો અનુક્રમે શૈત્ય અને દાહકત્વ સ્વભાવ માનવામાં આવે છે અને અનુક્રમે તેનાથી વિપરીત એવો દાહકત્વ અને શૈત્ય સ્વભાવ માનવામાં આવતો નથી. કારણ કે ત્યાં કલ્પનાનું ગૌરવજ્ઞાન બાધક બને છે.” – આ પ્રમાણે કહી શકાય છે.
પરંતુ તેવા પ્રકારનું ગૌરવ અપ્રામાણિક છે.” એ સમજવાનું શક્ય બનતું નથી; અને જો એ ગૌરવ પ્રામાણિક હોય તો તે દોષાવહ નથી. કારણ કે પ્રામાણિક ગૌરવ દોષાવહ નથી... ઇત્યાદિ અન્યત્ર અનુસંધેય છે. અહીં તો માત્ર દિશાસૂચન જ છે. ૨૩-૧૦ના અન્યથાસ્વભાવના વિકલ્પક એવા કુતર્કને જે રીતે દષ્ટાંત સુલભ બને છે તે સ્પષ્ટ કરાય છે
द्विचन्द्रस्वप्नविज्ञाननिदर्शनबलोत्थितः ।
धियां निरालम्बनतां, कुतर्कः साधयत्यपि ॥२३-११॥ द्विचन्द्र इति-द्विचन्द्रस्वप्नविज्ञाने एव निदर्शने उदाहरणमात्रे तबलादुत्थितः कुतर्कः । धियां सर्वज्ञानानां । निरालम्बनतामलीकविषयतामपि साधयति ।।२३-११॥
“શ્લોકાર્થ સ્પષ્ટ છે કે, “બે ચંદ્ર અને સ્વમના વિજ્ઞાન સ્વરૂપ ઉદાહરણના બળે ઉત્પન્ન થયેલો કુતર્ક સઘળાં ય જ્ઞાનોની અસવિષયતાને પણ સિદ્ધ કરે છે.” આશય એ છે કે દષ્ટાંતના બળે કુતર્ક ગમે તે વસ્તુને સિદ્ધ કરી શકે છે. આંખના રોગીને આકાશમાં બે ચંદ્ર દેખાય છે,
એક પરિશીલન
૨૪૭