________________
સાધના પછી જ આત્માને ધ્યાનસ્વરૂપ ત્રીજા યોગના પ્રકારની પ્રાપ્તિ થાય છે. શ્રી વીતરાગપરમાત્માના વચનને અનુસરીને કરાતી તત્ત્વવિચારણા અધ્યાત્મ છે અને તેનો અભ્યાસ ભાવના છે. તેવા પ્રકારની તત્ત્વવિચારણાથી જે બોધવિશેષ થાય છે તે જ્ઞાનવિશેષસ્વરૂપ જ ધ્યાન છે.
સ્થિરદીપકના જેવું ધારાલગ્ન એવું જે જ્ઞાન હોય છે, તે અહીં ઉપયોગ તરીકે વિવક્ષિત છે. આમ પણ સામાન્ય રીતે જ્ઞાનની પરંપરા(ચિસંતતિ) સ્વરૂપ ધ્યાન પ્રસિદ્ધ છે. યોગસ્વરૂપ ધ્યાનને વર્ણવતાં અહીં ફરમાવ્યું છે કે ધારાલગ્ન એવા જ્ઞાનને(ઉપયોગને) વિશે તેના વિષયથી ભિન્ન (વિજાતીય) એવા વિષયનો સંચાર થવાથી તે જ્ઞાનની ધારાનો વિચ્છેદ થાય છે. તે વિચ્છિન્ન જ્ઞાનની ધારા જ્યારે કાલાંતરે પ્રવર્તે છે ત્યારે તે ઉપયોગને વિશે તેના વિચ્છેદન કરનાર એવા વિજાતીય પ્રત્યયના વ્યવધાનથી સંગત એવો બોધ થાય છે. પરંતુ સ્થિર દીપક જેવા ધારાલગ્ન જ્ઞાનને વિષે તાદશ વિજાતીય પ્રત્યયના વ્યવધાનથી રહિત એવો બોધ(અવ્યવધાનભાફ બોધ) હોય છે. કહેવાનો આશય એ છે કે ધ્યાનસ્વરૂપ જ્ઞાન ધારાલગ્ન સ્થિરદીપકની જેમ એક વિષયમાં સ્થિર હોય છે. એમાં બીજા વિષયનો સંચાર થાય તો તે ધ્યાનનો વિચ્છેદ થવાથી લક્ષ્ય ચૂકી જવાના કારણે અલક્ષ્યકાળ ઉપસ્થિત થાય છે. એવા અલક્ષ્યકાળનું પણ ધ્યાનમાં વ્યવધાન(અંતરિતત્વ) હોતું નથી. આવું અપ્રશસ્તધ્યાનમાં આપણને અનુભવગમ્ય છે. અર્થ-કામાદિના ધ્યાનમાં અનવરત ધારા ચાલતી જ હોય છે. વચ્ચે ધર્માદિના વિષયથી પણ (અલક્ષ્યકાળથી પણ) તેમાં વ્યવધાન નડતું નથી. બાહ્ય પ્રશસ્ત પ્રવૃત્તિ વખતે પણ અપ્રશસ્ત વિષયનું ધ્યાન અનવરત ચાલતું હોય છે.
અહીં યોગસ્વરૂપ ધ્યાનનું નિરૂપણ હોવાથી તાદશ જ્ઞાનમાં થતો બોધ પ્રશસ્ત એક જ વિષયક બોધ હોય છે. તેવા જ બોધને ધ્યાનસ્વરૂપ યોગ કહેવાય છે. એ બોધ સૂક્ષ્માભોગથી સારી રીતે યુક્ત હોય છે. સૂક્ષ્મબુદ્ધિથી જણાતા અર્થને અહીં સૂક્ષ્માર્થ કહેવાય છે. વસ્તુના ઉત્પાત, વ્યય અને ધ્રૌવ્ય(સ્થિતિ) વગેરે સૂક્ષ્મ અર્થની વિચારણાથી યુક્ત ધ્યાનાત્મક બોધ હોય છે. જાણવું અને સમજવું એ બેમાં જે વિશેષ છે તે સમજી શકનારા જ્ઞાન અને બોધમાં જે ભેદ છે તે સમજી શકશે. ૧૮-૧૧ાા. ધ્યાનને પ્રાપ્ત કરવા માટે ઉપાય જણાવાય છે
खेदोद्वेगभ्रमोत्थानक्षेपासङ्गान्यमुद्जाम् । त्यागादष्टपृथचित्तदोषाणामनुबन्ध्यदः ॥१८-१२॥
खेदेति-खेदादीनां वक्ष्यमाणलक्षणानाम् । अष्टानां पृथचित्तदोषाणां योगिमनोदोषाणाम् । त्यागात् परिहाराद् । अदो ध्यानम् । अनुबन्धि उत्तरोत्तरवृद्धिमद्भवति । यद्यप्यन्यत्र “खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गैः । युक्तानि हि चित्तानि प्रबन्धतो वर्जयेन्मतिमान्” इत्येवं क्रमोऽभिहितस्तथाप्यत्र बन्धानुलोम्याद्व्यत्ययेनाभिधानमिति द्रष्टव्यम् ।।१८-१२।।
એક પરિશીલન