________________
અભિભૂત સત્ત્વગુણ અપરિશુદ્ધ છે. એવા ગુણવાળા ચિત્તમાં ભાવવૃદ્ધિ થતી નથી. આથી સમજી શકાશે કે અશુભની નિવૃત્તિ અને ભાવની વૃદ્ધિ : એ ભાવનાનું ફળ છે. [૧૮-૯લા ભાવનાના પ્રકાર વર્ણવાય છે—
ज्ञानदर्शनचारित्रतपोवैराग्यभेदतः ।
કૃષ્ણતે પદ્મધા વેય, વૃસંસ્હારારળમ્ ||૧૮-૧૦ની
ज्ञानेति - इयं च भावना भाव्यमानज्ञानादिभेदेनावश्यकभाष्यादिप्रसिद्धा पञ्चधेष्यते । दृढस्य झटित्युपस्थितिहेतोः संस्कारस्य कारणं । भावनाया एव पटुतरभावनाजनकत्वनियमात् ।।१८-१०।। “જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદને(પ્રકા૨ને) આશ્રયીને આ ભાવના પાંચ પ્રકારની મનાય છે અને તે દૃઢ સંસ્કારની પ્રત્યે કારણ છે.' - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ ભાવના ભાવ્યમાન(જેનું પરિભાવન કરવાનું છે તે) વિષય જ્ઞાનાદિના કારણે પાંચ પ્રકારની મનાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્ય મોક્ષનાં અનન્ય સાધન છે. એની સાધનામાં જ યોગની સાધના સમાયેલી છે. જ્ઞાનાદિનું સ્વરૂપ, તેના સાધક, તેના બાધક, તેના પ્રકારો અને તેનું ફળ... ઇત્યાદિની વિચારણા મુખ્ય રીતે ભાવનામાં કરાય છે, તેથી તે ભાવ્યમાન પાંચને લઇને ભાવનાના પણ પાંચ પ્રકાર મનાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં ભાવનાના આ પાંચ પ્રકારો પ્રસિદ્ધ છે.
દૃઢ એવા સંસ્કારનું ભાવના કારણ છે. જલદીથી સ્મરણના કારણભૂત સંસ્કારને દૃઢ સંસ્કાર કહેવાય છે. ભાવનાના કા૨ણે સંસ્કારમાં દૃઢતા આવે છે. ભાવના સંસ્કારવિશેષ સ્વરૂપ છે. તેથી પટુતર(વિશિષ્ટ) ભાવનાની ઉત્પત્તિ થતી હોય છે. અભ્યાસથી સંસ્કાર, સંસ્કારથી સ્મૃતિ અને તેથી દૃઢતર સંસ્કાર - આ ક્રમથી સમજી શકાશે કે ભાવના, પટુતર ભાવનાનું કારણ છે. II૧૮-૧૦ હવે ધ્યાનનું નિરૂપણ કરાય છે—
८०
उपयोगे विजातीयप्रत्ययाव्यवधानभाक् ।
શુભ પ્રત્યયો ધ્યાનં, સૂક્ષ્મામોસમન્વિતમ્ ॥૧૮-૧૧||
उपयोग इति - उपयोगे स्थिरप्रदीपसदृशे धारालग्ने ज्ञाने । विजातीयप्रत्ययेन तद्विच्छेदकारिणा विषयान्तरसञ्चारेणालक्ष्यकालेनाप्यव्यवधानभागनन्तरितः शुभैकप्रत्ययः प्रशस्तैकार्थबोधो ध्यानमुच्यते । सूक्ष्माभोगेनोत्पातादिविषयसूक्ष्मालोचनेन समन्वितं सहितम् ।।१८ - ११ ।।
“ઉપયોગ(જ્ઞાનવિશેષ)ને વિશે વિજાતીયવિષયક પ્રત્યયના વ્યવધાનથી રહિત પ્રશસ્ત એક વિષયના બોધને ધ્યાન કહેવાય છે, જે સૂક્ષ્મ પદાર્થની વિચારણાથી યુક્ત હોય છે.” અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગમાર્ગની
આ પ્રમાણે
યોગભેદ બત્રીશી
-