________________
અનુલક્ષી જેનું કોઈ પ્રયોજન નથી એવા, વસ્તુના અંશની કલ્પના અહીં કરાય છે. આ વાતને સ્પષ્ટ કરતાં શ્લોકના ઉત્તરાર્ધથી દષ્ટાંત જણાવ્યું છે, જેનું તાત્પર્ય નીચે જણાવ્યા મુજબ છે.
હાથી ઉપર બેસેલા મહાવતે ન્યાયના વિદ્યાર્થીને કહ્યું કે “હાથી હણે છે.” ત્યારે તે વિદ્યાર્થીએ કહ્યું કે હાથીને જે અડકે છે તેને હણે છે કે નહિ અડકનારને હણે છે? જો હાથી પ્રાપ્તને સ્પર્શ કરનારને) હણે તો તને પણ હશે અને જો અપ્રાપ્તને હણે તો તારા સિવાય સમગ્ર વિશ્વને હણે.' - આ પ્રમાણે બોલતા એવા એ ન્યાયના વિદ્યાર્થીને હાથીએ પકડ્યો. ત્યારે મહાવતે માંડ છોડાવ્યો. આથી સમજી શકાશે કે કુતર્ક; પ્રતીતિ અને ફળ : બંન્નેથી બાધ્ય છે. તેને કરવાનું કોઈ પણ રીતે ઉચિત જ નથી. આમ છતાં તે તે દર્શનને માનનારા એવા તાદેશ વિકલ્પને કરનારાને જ્યારે કુતર્કસ્વરૂપ હાથી ગ્રહણ કરે છે, ત્યારે તેઓને સદ્ગુરુ સ્વરૂપ મહાવત છોડાવે છે. એ પરમતારક સદ્ગુરુભગવંતની કરુણાનો કોઈ પાર નથી. ૨૩-છા. કુતર્કનું સ્વરૂપ જણાવાય છે. અર્થાત્ તેને જાણવાનો ઉપાય જણાવાય છે–
स्वभावोत्तरपर्यन्त, एषोऽत्रापि च तत्त्वतः । नार्वाग्दृग्ज्ञानगम्यत्वमन्यथान्येन कल्पनात् ॥२३-८॥
स्वभावेति-एष कुतर्कः । स्वभावोत्तरपर्यन्तः । अत्र च “वस्तुस्वभावैरुत्तरं वाच्यम्” इति वचनाद् । अत्रापि च स्वभावे नार्वाग्दृशश्छद्मस्थस्य ज्ञानगम्यत्वं तत्त्वतः । अन्यथा क्लृप्तस्यैकेन वादिना स्वभावस्यान्येनान्यथाकल्पनात् ॥२३-८।।
“છેલ્લે સ્વભાવસ્વરૂપ ઉત્તરવાળો આ કુતર્ક છે. એ સ્વભાવ પણ તત્ત્વથી(વાસ્તવિક રીતે) છદ્મસ્થોના જ્ઞાનથી જાણી શકાય એવો નથી. કારણ કે એક કલ્પેલા સ્વભાવથી જુદી રીતે તે સ્વભાવ બીજા વડે કલ્પાય છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે વાદી જે વાત કરે એના ઉત્તરરૂપે પ્રતિવાદી કુતર્કથી વાત કરે; એની સામે વાદી પાછો કુતર્ક કરે; તેની સામે પણ પ્રતિવાદી પાછો કુતર્ક કરે.. આમ કુતર્કની હારમાળા ચાલે. અંતે થાકીને “આ પ્રમાણે એનો સ્વભાવ છે.' એમ કહીને કુતર્કની પરંપરાને અટકાવાય છે. આથી સમજી શકાશે કે “સ્વભાવ છે અંતે ઉત્તર જેમાં એવો આ કુતર્ક છે. અન્યત્ર એ પ્રમાણે જણાવ્યું છે કે “વસ્તુના સ્વભાવથી ઉત્તર જણાવવો...'
- યદ્યપિ એ રીતે વસ્તુના સ્વભાવથી ઉત્તર આપવામાં કોઈ દોષ નથી. કારણ કે અગ્નિ ઉષ્ણ છે, જલ શીત છે... ઇત્યાદિમાં હેતુ તરીકે સ્વભાવને જણાવાય છે; પરંતુ સર્વજનપ્રસિદ્ધ પ્રત્યક્ષસિદ્ધ વસ્તુમાં સ્વભાવસ્વરૂપ ઉત્તર આપવામાં દોષ નથી, પણ જયાં એકે જણાવેલા સ્વભાવને બીજો ભિન્ન સ્વરૂપે જણાવે ત્યારે છબસ્થ આત્માઓ વાસ્તવિક રીતે તે તે વસ્તુના તથા
૨૪૪
કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી