________________
रज इति-अमी हि रजस्तमोमयाद्दोषाच्चेतसो विक्षेपा एकाग्रताविरोधिनः परिणामाः । सोपक्रमा अपवर्तनीयकर्मजनिताः सन्तः । जपाद्भगवति प्रणिधानाद नाशं यान्ति । परे निरुपक्रमाः शक्तिहतिं दोषानुबन्धशक्तिभङ्गम् । उभयथापि योगप्रतिबन्धसामर्थ्यमेषामपगच्छतीति भावः ।।१६-१३॥
રજોગુણ અને તમોગુણમય દોષના કારણે વ્યાધિ વગેરે અંતરાયો-પ્રભૂહો સોપક્રમકર્મથી ઉત્પન્ન થયેલા હોય તો ઈશ્વરના જાપથી તે નાશ પામે છે અને તે નિરુપક્રમ હોય તો તે પ્રત્યુતોની શક્તિ નાશ પામે છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યાધિ, સ્થાન અને પ્રમાદ વગેરે પ્રત્યુહો યથાસંભવ રજોગુણ અને તમોગુણની ઉદ્રિક્ત (પ્રમાણ કરતાં અત્યધિક માત્રા) અવસ્થાના કારણે થનારા કર્મજન્ય દોષો છે. પ્રત્યુહજનક કર્મ સોપક્રમ અને નિરુપક્રમ પણ હોય છે. જે કર્મ, બંધાયા પછી તેના વિપાક(ઉદય) વખતે સ્થિતિ કે રસ વગેરે વિષયમાં પરિવર્તન પામવાની યોગ્યતાવાળું છે તેને સોપક્રમ કહેવાય છે અને એવી યોગ્યતાથી રહિત જે કર્મ છે તે નિરુપક્રમ છે. અપવર્તનીય-સોપક્રમકર્મથી ઉત્પન્ન થયેલા પ્રવ્હો ઈશ્વરના પ્રણિધાન સ્વરૂપ જપથી નાશ પામે છે. જે કર્મની સ્થિતિ વગેરેમાં પરિવર્તન લાવી શકાય છે એવાં અપવર્તનીય કર્મોનો ક્ષય પરમાત્માના જપથી થવાથી વ્યાધ્યાદિનો પણ નાશ થાય : એ સમજી શકાય છે.
નિરુપક્રમ(અનાવર્તનીય) કર્મથી ઉત્પન્ન થયેલા પ્રયૂહો પરમાત્માના જપથી નાશ નથી પામતા, પરંતુ તેના દોષની અનુબંધશક્તિ નાશ પામે છે. તેથી ઉત્તરોત્તર વ્યાધિ વગેરે પ્રવૂહોની પરંપરા ચાલતી નથી. નિરનુબંધ એ અંતરાયો વર્તમાનમાં એવું વિશેષ વિઘ્ન નાખતા નથી કે જેથી યોગની સાધનાનો પ્રતિબંધ થાય. આથી સ્પષ્ટ છે કે પરમાત્માના પ્રણિધાનથી બંન્ને પ્રકારના (સોપક્રમ અને નિરુપક્રમ કર્મથી ઉત્પન્ન) પણ અંતરાયોનું સામર્થ્ય નષ્ટ થઈ જાય છે. કાં તો વિપ્ન રહેતું નથી અને વિપ્ન હોય તો તે સામર્થ્યહીન અકિંચિત્કર બની જાય છે. I/૧૬-૧૭
ઈશ્વરના જાપથી પ્રયૂહોનો સંક્ષય થાય છે તે જણાવીને હવે તેનાથી પ્રાપ્ત થતા પ્રત્યકચૈતન્યનું સ્વરૂપ જણાવાય છે
प्रत्यक्चैतन्यमप्यस्मादन्तर्ज्योतिःप्रथामयम् ।
बहिर्व्यापाररोधेन, जायमानं मतं हि नः ॥१६-१४॥ प्रत्यगिति-अस्माद्भगवज्जपात् । बहिर्व्यापाररोधेन शब्दादिबहिरर्थग्रहत्यागेन । अन्तर्ज्योतिःप्रथा ज्ञानादिविशुद्धिविस्तारस्तन्मयं प्रत्यक्चैतन्यमपि हि जायमानं मतं नोऽस्माकं, तथैव भक्तिश्रद्धाद्यतिશિયોપત્તેિ: 9૬-૧૪
“જપથી બાહ્યવ્યાપારના નિરોધ વડે ચિત્તમાં આંતરિક જ્યોતિના વિસ્તારમય ઉત્પન્ન થતું પ્રત્યકચૈતન્ય પણ અમને માન્ય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે
૧૮
ઇશાનુગ્રહવિચાર બત્રીશી