________________
સંશયાત્મકજ્ઞાનસ્વરૂપ સંદેહ પ્રતીત છે. આ સ્થાણુ છે કે પુરુષ છે.. ઇત્યાદિ આકારવાળા જ્ઞાનને સંદેહ કહેવાય છે. યોગ હોય કે ન હોય... આવું સંદેહાત્મક જ્ઞાન પ્રકૃતિ સ્થળે અંતરાય છે. એવા જ્ઞાનથી યોગની સાધના અટકી પડે છે. તેથી તેને અંતરાય-પ્રભૂહ કહેવાય છે. શ્રવણેન્દ્રિયાદિ બાધેન્દ્રિયોના શબ્દાદિ વિષયોને લઇને જયારે ચિત્ત વ્યાક્ષિપ્ત બને છે, ત્યારે વિષયનો આવેશ હોય છે. એ વિષયના આવેશથી ચિત્ત વિષયથી થાકતું નથી અને સતત વિષયમાં જ જોડાયેલું રહે છે. આવી ચિત્તની અખેદ અવસ્થાને અવિરતિ કહેવાય છે. આનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થતી નથી અને તેના અભાવે યોગની સાધના અટકી પડે છે. //૧૬-૧૧| છેલ્લા બે પ્રત્યુહોનું સ્વરૂપ જણાવાય છે
भूम्यलाभः समाधीनां, भुवोऽप्राप्तिः कथञ्चन ।
लाभेऽपि तत्र चित्तस्याप्रतिष्ठा त्वनवस्थितिः ॥१६-१२।। भूम्यलाभ इति-कुतोऽपि हेतोः समाधीनां भुवः स्थानस्याप्राप्तिः भूम्यलाभः । लाभेऽपि समाधिभूप्राप्तावपि । तत्र समाधिभुवि चित्तस्याप्रतिष्ठाऽनिवेशस्त्वनवस्थितिः ।।१६-१२॥
સમાધિની ભૂમિની અપ્રાપ્તિને ભૂમ્યલાભ કહેવાય છે અને કોઈ રીતે સમાધિની ભૂમિનો લાભ થવા છતાં તેમાં ચિત્તની જે અપ્રતિષ્ઠા છે; તેને અનવસ્થિતિ કહેવાય છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. તાત્પર્ય એ છે કે ગમે તે કારણે પ્રતિબંધકાદિવશ સમાધિસ્થાનની પ્રાપ્તિ ન થવાથી યોગની સાધનામાં અવરોધ થાય છે. એ અવરોધ ભૂમ્યલાભસ્વરૂપ અંતરાયના કારણે છે. અલબ્ધભૂમિકત્વ અને ભૂખ્યલાભ બંન્ને એક છે. યોગની સાધના માટે ચિત્તની પ્રસન્નતાદિની આવશ્યકતા છે. સમાધિની ભૂમિકા પ્રાપ્ત ન થાય એટલે યોગની સાધનામાં વિક્ષેપ પડે જ. આવા સંયોગોમાં સમાધિની ભૂમિકા માટે પ્રયત્ન કરી લેવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
એવા કોઈ પ્રયત્નથી સમાધિની ભૂમિકા(સ્થાન) પ્રાપ્ત થઈ જાય તો ય તે સમાધિની ભૂમિકામાં ચિત્તનો નિવેશ ન થાય ત્યારે તે અવસ્થાને અનવસ્થિતિ કહેવાય છે. સમાધિની ભૂમિમાં ચિત્તનો અનિવેશ પણ યોગની સાધનાને અટકાવી દે છે. તેથી તેને અનવસ્થિતિ (અનવસ્થિતત્વ) સ્વરૂપ અંતરાય-પ્રચૂડ કહેવાય છે. અન્યત્ર આ પ્રવૂહ-અંતરાયોને ચિત્તવિક્ષેપ, યોગમલ, યોગપ્રતિપક્ષ... ઇત્યાદિ સ્વરૂપે વર્ણવ્યા છે, જેનું તાત્પર્ય કથંચિત્ સમાન જ છે. અર્થની દૃષ્ટિએ એમાં ખાસ ભેદ નથી. /૧૬-૧૨
વ્યાધિ, સ્થાન, પ્રમાદ.. વગેરે નવ પ્રતૂહો જેથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તે જણાવાય છે–
रजस्तमोमयाद् दोषाद्, विक्षेपाश्चेतसो हामी । सोपक्रमा जपान्नाशं, यान्ति शक्तिहतिं परे ॥१६-१३॥
એક પરિશીલન