________________
સાધનોમાં ઔદાસીન્ય આલસ્ય છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે
કે વાત, પિત્ત અને કફની વિષમતાના કારણે વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. તેમ જ રસની વિષમતાના કારણે અને ઇન્દ્રિયોના મંદ સામર્થ્યના કારણે પણ રોગો ઉત્પન્ન થાય છે. આ રીતે ધાતુ, રસ અને કરણની વિષમતાદિના કારણે વ્યાધિ ઉત્પન્ન થાય છે. જ્વર, અતિસાર... વગેરે સ્વરૂપ વ્યાધિઓ પ્રસિદ્ધ છે.
અકર્મનિષ્ઠતાને સ્થાન (સ્ત્યાન) સ્વરૂપ પ્રત્યૂહ કહેવાય છે. કોઇ પણ જાતના યોગના અનુષ્ઠાનનો પ્રારંભ જ ન કરવા સ્વરૂપ સ્થાન છે. પ્રયત્નના અભાવને પ્રમાદ કહેવાય છે. યોગના અનુષ્ઠાનનો આરંભ કર્યા પછી પણ તેને પૂર્ણ કરવા માટે જે પ્રયત્ન હોવો જોઇએ તેવો પ્રયત્ન પ્રમાદના કારણે થતો નથી. અર્થાત્ પ્રયત્નના અભાવ સ્વરૂપ અહીં પ્રમાદ છે. કામની શરૂઆત કર્યા પછી પણ તેમાં ઉત્સાહનો અભાવ હોય છે, ત્યારે તે પ્રમાદને લઇને બને છે.
સમાધિનાં સાધનોમાં પક્ષપાત ન રાખવો અને માધ્યસ્થ્ય સેવવું તેને ઔદાસીન્ય કહેવાય છે. આલસ્ય અહીં ઔદાસીન્ય સ્વરૂપ છે. શરીર અને મનની ગુરુતાને અન્યત્ર આલસ્ય સ્વરૂપ વર્ણવી છે. આલસ્યના કારણે યોગની પ્રવૃત્તિનો અભાવ થાય છે. તમોગુણની ઉદ્રિક્ત અવસ્થાના કારણે મનમાં અને કફની ઉદ્રિક્ત અવસ્થાના કારણે શરીરમાં ગુરુતા (ભારેપણું) આવે છે.
||૧૬-૧૦૫
વ્યાધ્યાદિ ચાર પ્રત્યૂહોનું(અંતરાયોનું) વર્ણન કરીને હવે વિભ્રમ(સંભ્રમ) વગેરે અંતરાયોનું વર્ણન કરાય છે—
विभ्रमो व्यत्ययज्ञानं, सन्देहः स्यान्नवेत्ययम् । અઘેવો વિષયાવેશાવું, મવેવિરતિઃ વિજ્ઞ ||૧૬-૧૧||
विभ्रम इति - विभ्रमो व्यत्ययज्ञानं रजते रङ्गबुद्धिवदिष्टसाधनेऽपि योगेऽनिष्टसाधनत्वनिश्चयः । सन्देहोऽयं योगः स्याद्वा न वेत्याकारः । विषयावेशाद्बाह्येन्द्रियार्थव्याक्षेपलक्षणाद् । अखेदोऽनुपरमलक्षणः । વિતાવિરતિર્મવેત્ ।।૧૬-૧૧||
-
“વ્યત્યયજ્ઞાન સ્વરૂપ વિભ્રમ છે; ‘હોય કે ના હોય' – આવા આકારવાળો સંદેહ છે અને વિષયના આવેશથી જે ખેદનો અભાવ છે; તેને(અખેદને) અવિરતિ કહેવાય છે.” – આ પ્રમાણે અગિયારમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે અન્ય લોકો જેને અયથાર્થજ્ઞાન, વિપર્યય અને ભ્રમ વગેરે કહે છે; તેને અહીં વિભ્રમ-સંભ્રમ તરીકે વર્ણવાય છે. તે ભ્રાંતિદર્શનસ્વરૂપ અંતરાય-પ્રત્યૂહ છે. રજતમાં જેમ રંગનું જ્ઞાન ભ્રમાત્મક છે, તેમ અહીં યોગ ઇષ્ટસાધન હોવા છતાં તેમાં અનિષ્ટસાધનત્વનો જે નિશ્ચય છે તે ભ્રમાત્મકજ્ઞાનસ્વરૂપ સંભ્રમ છે.
ઇશાનુગ્રહવિચાર બત્રીશી
૧૬