________________
છે, તેથી આત્માને મોક્ષપ્રાપ્તિ માટે તે શ્રેષ્ઠ આલંબન છે. પરમ-શ્રેષ્ઠ સદ્દભાવના આલંબન સ્વરૂપ બૃહત્વ અને બૃહકત્વાત્મક પરમબ્રહ્મ (શુદ્ધ આત્મા) છે. જેમનાં સઘળાં ય પ્રયોજનો સિદ્ધ થયાં છે એવા આત્માઓને સિદ્ધાત્મા કહેવાય છે. તેઓશ્રીની એ અવસ્થા મોક્ષસ્વરૂપ છે. તેમ જ મોક્ષપ્રાપ્તિ માટેની યોગ્યતા અનાદિકાળથી આત્મામાં હોવાથી આત્માની એ અવસ્થાને તથાતા કહેવાય છે. જુદી જુદી રીતે સદાશિવ વગેરે શબ્દો દ્વારા અહીં નિર્વાણપદનું જ વર્ણન કર્યું છે. અર્થની અપેક્ષાએ મોક્ષ એક જ હોવાથી સમુદ્રમાં તીરમાર્ગની જેમ મોક્ષમાર્ગ પણ એક જ છે.
યોગદષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૧૨૮ થી ૧૩૨) એ વાતને અનુલક્ષીને ફરમાવ્યું છે કે – “તે ભવાતીતાર્થયાયી જનોને, ગુણસ્થાનકની પરિણતિમાં ભેદ હોવા છતાં શમનિષ્ઠ મોક્ષમાર્ગ, સમુદ્રમાં તીરમાર્ગની જેમ એક જ છે.” ૧૨૮ “શબ્દ(નામ)નો ભેદ હોવા છતાં શ્રેષ્ઠ નિર્વાણ નામનું સંસારાતીતતત્ત્વ; નિયમે કરી એક જ છે.” I૧૨લા “સદાશિવ, પરંબ્રહ્મ, સિદ્ધાત્મા અને તથાતા... ઈત્યાદિ શબ્દો દ્વારા નિર્વાણ સ્વરૂપ તત્ત્વનું નિરૂપણ કરાય છે. ત્યાં શબ્દોમાં ભેદ હોવા છતાં તે તે શબ્દના અર્થને અનુસાર તે નિર્વાણતત્ત્વ એક જ છે.” II૧૩ના કારણ કે “તે તે શબ્દોના અર્થની સાથે તેના(નિર્વાણના) લક્ષણનો વિસંવાદ આવતો નથી. મોક્ષ નિરાબાધ છે, દ્રવ્ય અને ભાવ રોગથી રહિત છે અને ત્યાં કર્તવ્યનો અભાવ હોવાથી તેમ જ કોઈ કારણ ન હોવાથી તે પરતત્ત્વ નિષ્ક્રિય છે, જેથી ત્યાં જન્માદિનો યોગ નથી.” ૧૩૧. આથી સ્પષ્ટ છે કે “અસંમોહસ્વરૂપ બોધ વડે આવા પ્રકારના નિર્વાણતત્ત્વને જાણી લીધા પછી વસ્તુતઃ નિર્વાણતત્ત્વની સેવામાં બુદ્ધિમાનને વિવાદ ઉત્પન્ન થતો નથી. જો આમ છતાં વિવાદ જાગે તો તેમાં બુદ્ધિમત્તા નથી - એમ સમજવું જોઈએ.”||૧૩રા આ પ્રમાણે યોગદષ્ટિસમુચ્ચયમાં જણાવ્યું છે. ll૧૩-૨૬ll
ઉપર જણાવ્યા મુજબ સર્વજ્ઞપરમાત્મામાં ભેદ નથી; તો તે તે સર્વજ્ઞની વાણીમાં ભેદ કેમ છે, તે જણાવાય છે
तस्मादचित्रभक्त्याप्याः, सर्वज्ञा न भिदामिताः ।
चित्रा गीर्भववैद्यानां, तेषां शिष्यानुगुण्यतः ॥२३-२७॥ तस्मादिति-तस्मात् सर्वेषां योगिनामेकमार्गगामित्वाद् । अचित्रभक्त्या एकरूपया भक्त्या । आप्याः प्राप्याः सर्वज्ञाः । न भिदामिता न भेदं प्राप्ताः । तदुक्तं–“सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् । आसन्नोऽयमृजुर्मार्गस्तदेदस्तत्कथं भवेत् ।।१।” कथं तर्हि देशनाभेद: ? इत्यत आह-तेषां सर्वज्ञानां भववैद्यानां संसाररोगभिषग्वराणां । चित्रा नानाप्रकारा गीः । शिष्यानुगुण्यतो विनेयाभिप्रायानुरोधात् । यथा वैद्या बालादीन् प्रति नैकमोषधमुपदिशन्ति, किं तु यथायोग्यं विचित्रं, तथा कपिलादीनामपि कालान्तरापायभीरून् शिष्यानधिकृत्योपसर्जनीकृतपर्याया द्रव्यप्रधाना देशना, सुगतादीनां तु
એક પરિશીલન
૨૬૩