________________
भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः ।।२।।” भेदेऽपि गुणस्थानपरिणतितारतम्येऽपि तेषां योगिनामेकोऽध्वा एक एव मार्गः । जलधौ समुद्रे तीरमार्गवद् दूरासन्नादिभेदेऽपि तत्त्वतस्तदैक्यात् । प्राप्यस्य मोक्षस्य सदाशिवपरब्रह्मसिद्धात्मतथतादिशब्दैर्वाच्यस्य शाश्वतशिवयोगातिशयितसद्भावालम्बनबृहत्त्वबृहकत्वनिष्ठि तार्थत्वाकालतथाभावाद्यर्थाभेदेनैकत्वात्तन्मार्गस्यापि तथात्वात् । तदुक्तम्-“एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः । अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ।।१।। संसारातीततत्त्वं तु परं निर्वाणसज्ञितम् । तथैकमेव नियमाच्छब्दभेदेऽपि तत्त्वतः ।।२।। सदाशिवः परम्ब्रह्म सिद्धात्मा तथतेति च । शब्दैस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ॥३।। तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः ॥४।। ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसम्मोहेन तत्त्वतः । प्रेक्षावतां न तद्वक्तौ विवाद उपपद्यते III” પારરૂ-૨દ્દા
“અસંમોહ (સદનુષ્ઠાનવાળું જ્ઞાન)ના કારણે ઉત્પન્ન થયેલાં કર્મો (અનુષ્ઠાનો) યોગીજનોને શીઘ મુક્તિ માટે થાય છે. પરસ્પર તે યોગીજનોમાં ભેદ હોવા છતાં, સમુદ્રમાં તીરમાર્ગની જેમ તેમનો માર્ગ એક જ છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આદર, કરવામાં પ્રીતિ અને અવિપ્ન ઈત્યાદિ લક્ષણોથી લક્ષિત એવાં સદનુષ્ઠાનવાળા બોધના કારણે ઉત્પન્ન થયેલ અનુષ્ઠાન (અસંગાનુષ્ઠાન) યોગીજનોને અર્થાત્ ભવાતીતાર્થાયી જનોને શીઘ મોક્ષ માટે થાય છે. જ્ઞાનપૂર્વકનાં કર્મો; અભ્યદય સ્વરૂપ લાભ કરાવવા દ્વારા વિલંબથી જેમ મોક્ષ માટે થતાં હતાં તેમ, અસંમોહપૂર્વકના અનુષ્ઠાનમાં બનતું નથી.
યોગદષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૧૨૬-૧૨૭) ફરમાવ્યું છે કે “અસંમોહના કારણે ઉત્પન્ન થયેલાં કર્મો, એકાંત પરિશુદ્ધિના કારણે ભવાતીતાર્થયાયી અર્થાત્ સમ્યકુપરતત્ત્વ(મોક્ષ)ના જાણકારોને શીધ્ર નિર્વાણફળને આપનારાં બને છે. શબ્દ, રૂપ, રસ.... વગેરે વિષયોમાં જેમનું ચિત્ત ઉત્સુકતાથી રહિત છે, એવા ભવભોગથી વિરામ પામેલા જીવોને ભવાતીતાર્થયાથી કહેવાય છે. કારણ કે ભવનો ચિત્તમાં સ્પર્શ નથી.
ગુણસ્થાનકની પરિણતિમાં ભેદ હોવા છતાં તે યોગીજનોનો મોક્ષમાર્ગ તો એક જ છે. સમુદ્રમાં તીરમાર્ગ જેમ એક જ છે તેમ અહીં મોક્ષમાર્ગ પણ એક જ છે. સમુદ્રમાં કોઈ દૂર હોય છે, કોઈ પાસે હોય છે. કોઈ વચ્ચે હોય છે. એ રીતે એમનામાં ભેદ હોવા છતાં તે બધા તીરે જતા હોવાથી તે બધાના માર્ગ તીરમાર્ગસ્વરૂપે એક છે. એવી જ રીતે ભવાતીતાર્થ(મોક્ષ)યાયી મુમુક્ષુ આત્માઓની ગુણસ્થાનકની પરિણતિમાં તરતમતા હોવા છતાં તેમનો મોક્ષમાર્ગ એક છે. કહેવાનો આશય એ છે કે પ્રાણ-ગંતવ્ય સ્થાન મોક્ષ એક જ છે તેથી તેનો માર્ગ પણ એક છે. સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મ અને તથાતા વગેરે શબ્દથી વાચ્ય મોક્ષ છે. જ્યાં સદાને માટે શિવ છે, તે મોક્ષ સદાશિવ છે. અર્થાત્ શાશ્વતશિવયોગસ્વરૂપ(સદાશિવ) મોક્ષ છે. પરબ્રહ્મ એટલે કે અતિશયિતશ્રેષ્ઠ બૃહત્વ અને બૃહકત્વથી સંભાવનું આલંબન. મોક્ષ મહાન છે અને અન્યને મહાન બનાવે
૨૬૨
કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી