________________
भोगास्थावतोऽधिकृत्योपसर्जनीकृत्यद्रव्या पर्यायप्रधाना देशनेति । न तु तेऽन्वयव्यतिरेकवस्तुवेदिनो न भवन्ति, सर्वज्ञत्वानुपपत्तेः । तदुक्तं-“चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो નવવ્યાધિમષવરા: III” રરૂ-ર૭ી.
બધા યોગીઓ એકમાર્ગગામી હોવાથી એકસરખી ભક્તિથી પ્રાપ્ત કરી શકાય એવા સર્વજ્ઞોમાં ભેદ નથી. ભવના રોગને દૂર કરવા માટે વૈદ્ય જેવા એ સર્વજ્ઞોની દેશના શિષ્યને અનુકૂળ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. તેનો આશય સ્પષ્ટ છે કે ઉપર જણાવ્યા મુજબ સમુદ્રમાં તીરમાર્ગની જેમ બધા જ યોગીજનો ચિત્તશુદ્ધિસ્વરૂપ એક જ માર્ગગામી હોવાથી તેઓ એક જ પ્રકારની ભક્તિથી સર્વજ્ઞને પ્રાપ્ત કરી શકે છે. તેથી સર્વજ્ઞપરમાત્મા ભેદને પ્રાપ્ત કરી શકતા નથી અર્થાત્ એક જ માર્ગથી પ્રાપ્ય એવા સર્વજ્ઞોમાં ભેદ નથી. આ વાતનું નિરૂપણ કરતાં યોગદષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૧૩૩) જણાવ્યું છે કે –
જેથી સર્વજ્ઞપૂર્વક આ નિવણતત્ત્વ પ્રાપ્ત થાય છે, અસર્વજ્ઞોને એની પ્રાપ્તિ થતી નથી - એ ચોક્કસ છે તો આ નિર્વાણનો સર્વજ્ઞસ્વરૂપ નિકટનો સરળમાર્ગ ભિન્ન કઈ રીતે હોય? અર્થાત્ ન જ હોય - એ સમજી શકાય છે.”
જો આ રીતે મોક્ષમાર્ગ એક જ છે તો તેમની દેશનામાં ભેદ કેમ છે - એનું સમાધાન કરતાં શ્લોકના ઉત્તરાદ્ધમાં જણાવ્યું છે કે તે ભવના રોગને દૂર કરનારા શ્રેષ્ઠ વૈદ્ય સમાન શ્રી સર્વજ્ઞપરમાત્માઓની દેશના શિષ્યોને આશ્રયીને ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. જેમ કોઈ વૈદ્ય બાલ યુવાન અને વૃદ્ધાદિ રોગીઓને એક જ પ્રકારનું ઔષધ જણાવતા નથી પરંતુ તેમની પ્રકૃતિ આદિને અનુરૂપ દવા જણાવે છે, એવી જ રીતે કપિલાદિની દેશના પણ તે તે જીવોને આશ્રયીને ભિન્ન ભિન્ન પ્રકારની છે. કાલાંતરે મરણાદિ સ્વરૂપ અપાયથી ભયભીત થનારા જીવોને આશ્રયીને પર્યાયને ગૌણ બનાવી દ્રવ્યના પ્રાધાન્યની દેશના કપિલાદિએ પોતાના શિષ્યોને આપી. આવી જ રીતે ભોગમાં આસ્થાવાળા જીવોને આશ્રયીને દ્રવ્યને ગૌણ બનાવી પર્યાયની પ્રધાનતાને જણાવનારી દેશના દ્વારા વિષયાદિની અનિત્યતાને જણાવવાનું કાર્ય બુદ્ધાદિએ કર્યું. તે લોકો દ્રવ્ય અને પર્યાયના અન્વય-વ્યતિરેકને (સંબંધ-સંબંધાભાવને) જાણતા ન હતા એવું ન હતું. કારણ કે તેમ હોય તો તેમના સર્વજ્ઞત્વની અનુપપત્તિ થશે. આ વિષયમાં યોગદષ્ટિસમુચ્ચય'ના
શ્લો.નં. ૧૩૪થી જણાવ્યું છે કે કપિલાદિની જે “આત્મા નિત્ય છે'.. “આત્મા અનિત્ય છે'.. ઇત્યાદિ દેશના છે; તે તેવા તેવા પ્રકારના શિષ્યોને અનુસરીને છે. પરંતુ દ્રવ્યપર્યાયના અન્વયવ્યતિરેકના જ્ઞાનના અભાવને કારણે તેવા પ્રકારની તેઓની દેશના નથી. અન્યથા તેઓને સર્વજ્ઞ માની શકાશે નહિ. કારણ કે ભવવ્યાધિને દૂર કરવા માટે મહાવૈદ્યસમાન તેઓ જો સર્વજ્ઞ છે તો તેમની દેશના અજ્ઞાનમૂલક ન હોય... એ સમજી શકાય છે. ૨૩-૨૭
૨૬૪
કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી