________________
પ્રતિકૂળતા આવે ય ખરી; પરંતુ તે અનુષ્ઠાન કરતી વખતે સદનુષ્ઠાનના યોગીજનોને અરતિ થતી નથી અને પ્રીતિ બની રહે છે. કારણ કે સાધકને સિદ્ધિની સમીપ કે સમીપતરાદિ અવસ્થાને પ્રાપ્ત કરવાથી રતિ અનુભવાય છે. જયાં રતિ હોય ત્યાં પ્રીતિ જળવાતી હોય છે.
સદનુષ્ઠાનનું ત્રીજું લક્ષણ અવિપ્ન છે. અનુષ્ઠાન કરતી વખતે; અદષ્ટવિશેષના સામર્થ્યથી જે અપાયનો અભાવ થાય છે, તે અપાયાભાવને અવિપ્ન કહેવાય છે. સદનુષ્ઠાનમાં વિઘ્ન આવતું નથી. વિશુદ્ધ અનુષ્ઠાનના સામર્થ્યથી ક્લિષ્ટ કર્મની નિર્જરા થાય છે અને સુંદર વિપાકવાળા પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ પૂર્વે અનુષ્ઠાન કરતી વખતે વિપ્ન આવતાં હતાં અને અનુકૂળતા મળતી ન હતી. પરંતુ હવે એવું બનતું નથી. સદનુષ્ઠાનના પ્રભાવે વિપ્નનો અભાવ થાય છે. આપણે જે કોઈ પણ અનુષ્ઠાન કરવાનું વિચારીએ ત્યારે કોઈ વિઘ્ન ન આવે અને અનુકૂળતા મળી રહે તો એ આપણા સદનુષ્ઠાનને સૂચવે છે. આ પ્રમાણે પાપની પ્રવૃત્તિ વખતે આપણને ઘણી વાર જોવા મળે છે. પાપનો વિચાર આવે અને વિના વિપ્ન પૂરતી અનુકૂળતા મળી રહેતી હોય છે. આવું જ સાધકને સાધનામાર્ગે બનતું હોય છે. સદનુષ્ઠાનના સ્વામીને સદનુષ્ઠાનમાં વિઘ્ન આવતું નથી. એનો અર્થ એ છે કે સદનુષ્ઠાન વખતે ભૂતકાળના કોઈ ક્લિષ્ટ કર્મના ઉદયથી વિઘ્ન આવે તો તે વિઘ્નરૂપ બનતું નથી. કારણ કે એવી સ્થિતિમાં પણ તેમની યોગ-સાધના અવિરત ચાલ્યા જ કરે છે. આથી સમજી શકાશે કે દુઃખ કે દુઃખનાં કારણ એ વિદ્ધ નથી. પરંતુ સાધનામાં જેનાથી અવરોધ આવે તે વિપ્ન છે. તેનો અભાવ - એ સદનુષ્ઠાનનું લક્ષણ છે.
સંપદાનો લાભઆગમ) : આ સદનુષ્ઠાનનું ચોથું લક્ષણ છે. તેથી જ શુભભાવસ્વરૂપ પુણ્યની સિદ્ધિ થતી હોય છે. સાધકને સદનુષ્ઠાનની પ્રાપ્તિ થવાથી ઉત્તરોત્તર શુભભાવસ્વરૂપ પુણ્યની સિદ્ધિ થવાથી કોઈ પણ સાધનની ન્યૂનતા વર્તાતી નથી. ગમે તેવી વિષમ સ્થિતિમાં પણ સાધનાનો પ્રતિબંધ થતો નથી. એ જ અવિષ્મ અને સંપદાગમની અવસ્થા છે. સાધકની સાધકતા વસ્તુતઃ સાધનની અપેક્ષામાં નથી. વિદ્યમાનને સાધન બનાવતાં આવડે તો સિદ્ધિ દૂર નથી.
સંપદાના આગમનથી(લાભથી) મુમુક્ષુઓને ઉત્તરોત્તર યોગની વૃદ્ધિ થાય છે. એ વખતે સાથેના સાધકો જે રીતે યોગની પરિશુદ્ધ સાધના કરી રહ્યા હોય છે, એ રીતે યોગની સાધના પોતે કરી શકતો નથી – એવું જયારે જયારે સાધકને જણાય, ત્યારે ત્યારે આ કઈ રીતે બને? શું કરું તો યોગની પરિશુદ્ધ સાધના કરવા હું સમર્થ બનું?... આવા પ્રકારની જિજ્ઞાસા થાય છે. આ સદનુષ્ઠાનનું પાંચમું લક્ષણ છે. સારા અનુષ્ઠાનને કે સારા યોગીઓને જોઇને આવી જિજ્ઞાસા થાય તો આપણું એ અનુષ્ઠાન સદનુષ્ઠાન છે – એમ સમજી શકાય છે. વર્તમાનમાં એવી જિજ્ઞાસા લગભગ જોવા ન મળે. વિશુદ્ધ સાધનાદિને જોયા પછી પણ જેની જેવી શક્તિ, શક્તિ મુજબ બધું થાય... એમ વિચારી લગભગ ઉપેક્ષા જ કરાય છે, જે સદનુષ્ઠાનના અભાવને જણાવે છે. જિજ્ઞાસા આપણા અનુષ્ઠાનને પરિશુદ્ધ બનાવી ઉત્તરોત્તર યોગની સાધનાને વિશુદ્ધ બનાવે છે.
એક પરિશીલન
૨૫૯