________________
‘તજ્ઞસેવા’ આ સદનુષ્ઠાનનું છઠ્ઠું લક્ષણ છે. અહીં ‘તન્નિસેવા’ આવો પણ પાઠ જોવા મળે છે. બંન્નેનું તાત્પર્ય સામાન્યથી એક જ છે. ઉપર જણાવ્યા મુજબ ઇષ્ટ-મોક્ષ અને અનિષ્ટસંસારના અનુક્રમે સંયોગ અને વિયોગની જિજ્ઞાસા થયા પછી તેના સ્વરૂપાદિના જાણકારની સેવા કરવી : એ સદનુષ્ઠાનનું છઠ્ઠું લક્ષણ છે. આપણા અનુષ્ઠાનમાં જે કોઇ ખામી હોય તે જણાવીને તેને દૂર કરવાના ઉપાયોને જણાવવા દ્વારા ઇષ્ટાદિના જાણકારો આપણા અનુષ્ઠાનને વિશુદ્ધ બનાવે છે. એવા તજ્જ્ઞોની સેવા કરવાનું આમ સરળ છે, પરંતુ લગભગ એ શક્ય બનતી નથી. આપણા કરતાં વધારે જાણકાર એવા આત્માઓનું અંતરથી પારતંત્ર્ય અંગીકાર કરવાનું ઘણું જ કપરું કામ છે. અહીં શ્લોકમાં સદનુષ્ઠાનના લક્ષણ તરીકે ‘તજ્ઞોનો અનુગ્રહ’ આ સાતમા લક્ષણને ચ શબ્દથી વર્ણવ્યું છે, જેનો આશય સ્પષ્ટ જ છે. સર્વથા અપરિચિત એવા યોગમાર્ગે પગલે પગલે સ્ખલના થવાનો પૂરતો સંભવ છે. એવા સંયોગોમાં તજ્ઞોનો અનુગ્રહ, યોગમાર્ગમાં સ્ખલના વિના અનવરત પ્રયાણ કરાવે છે.
:
આદર વગેરે સાત લક્ષણોથી લક્ષિત અનુષ્ઠાન જ સદનુષ્ઠાન છે, જે અસંમોહદશામાં પ્રાપ્ત થતું હોય છે. વિશિષ્ટ કોટિની કર્મની લઘુતા વિના અહીં સુધી પહોંચવાનું શક્ય જ નથી. યોગમાર્ગમાં આપણું સ્થાન ક્યાં છે અને આપણે ક્યાં જવાનું છે ઃ એનો સ્પષ્ટ ખ્યાલ આવી જાય તો આપણી સાધના વેગવંતી બને. સદનુષ્ઠાનનાં લક્ષણો જોતાં તો એમ જ લાગે કે હજી સાધનાની શરૂઆત જ થઇ નથી, ત્યાં તો સાધનાની સમાપ્તિ થઇ ના હોય એવી રીતે આપણે જીવી રહ્યા છીએ એમ જ લાગે ! ॥૨૩-૨૪॥
બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહપૂર્વકનાં તે તે અનુષ્ઠાનોની ભિન્નતા વર્ણવીને હવે તે તે અનુષ્ઠાનોનું ફળ વર્ણવાય છે—
भवाय बुद्धिपूर्वाणि, विपाकविरसत्वतः ।
कर्माणि ज्ञानपूर्वाणि, श्रुतशक्त्या च मुक्तये ॥ २३-२५॥
भवायेति-बुद्धिपूर्वाणि कर्माणि स्वकल्पनाप्राधान्याच्छास्त्रविवेकानादरात् । विपाकस्य विरसत्वतो भवाय संसाराय भवन्ति । तदुक्तं - " बुद्धिपूर्वाणि कर्माणि सर्वाण्येवेह देहिनाम् । संसारफलदान्येव विपाकविरसत्वतः ।।१।।” ज्ञानपूर्वाणि च तानि तथाविवेकसम्पत्तिजनितया श्रुतशक्त्या अमृतशक्तिकल्पयामुक् निःश्रेयसाय । यदुक्तं–“ज्ञानपूर्वाणि तान्येव मुक्त्यङ्गं कुलयोगिनाम् । श्रुतशक्तिसमावेशादनुबन्धफलत्वतः ||9||” ||૨૩-૨૫॥
“બુદ્ધિપૂર્વકનાં કર્મો(અનુષ્ઠાનો) વિપાકની વિરસતાના કારણે સંસાર માટે થાય છે અને જ્ઞાનપૂર્વકનાં કર્મો શ્રુતના સામર્થ્યના કારણે મુક્તિ માટે થાય છે – આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીશી
૨૬૦