________________
आर्षं धर्मोपदेशञ्च, वेदशास्त्राविरोधिना ।
यस्तर्केणानुसन्धत्ते, स धर्म वेद नेतरः ॥१६-२८॥ મનુસ્મૃતિ વગેરે સ્વરૂપ ઋષિપ્રણીત અને તન્યૂલક પુરાણાદિ સ્વરૂપ ધર્મોપદેશનો, વેદશાસ્ત્રથી અવિરુદ્ધ એવા તર્કથી જે વિચાર કરે છે તે જ ધર્મને જાણે છે. તેનાથી બીજા જાણતા નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે ઋષિઓએ બનાવેલાં તે તે શાસ્ત્રોને આર્ષ કહેવાય છે. એ શાસ્ત્રાનુસારે જે જણાવાય છે તે ધર્મોપદેશસ્વરૂપ છે. આર્ષ અને ધર્મોપદેશનું અનુસંધાન; જેઓ પરસ્પર વેદ અને શાસ્ત્રના અવિરોધી એવા તર્કથી કરે છે, તે જ વાસ્તવિક રીતે ધર્મને જાણે છે. પરંતુ જેઓ એ રીતે વિચારણા(અનુસંધાન) કરતા નથી, તેઓ વાસ્તવિક રીતે ધર્મને જાણતા નથી.
આથી સ્પષ્ટ છે કે શાસ્ત્રની વાતમાં અસ્પષ્ટતા હોવાથી વેદાદિના અવિરોધી એવા તર્કથી તેનું અનુસંધાન કર્યા પછી જ ધર્મના વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય છે - એમ વ્યાસઋષિએ જણાવ્યું છે. I/૧૬-૨૮ના
પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા સ્વરૂપ જ પરમાત્માનો અનુગ્રહ છે; એ વાતનું સમાપન કરાય છે
शास्त्रादौ चरणं सम्यक्, स्याद्वादन्यायसङ्गतम् ।
ईशस्यानुग्रहस्तस्माद्, दृष्टेष्टार्थाविरोधिनः ॥१६-२९॥ તેથી દષ્ટ અને ઇષ્ટ અર્થના અવિરોધીનું શાસ્ત્રાદિના વિષયમાં સ્યાદ્વાદની નીતિથી સંગત એવું જે આચરણ છે તે જ પરમાત્માનો અનુગ્રહ છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગદર્શનકારના જણાવ્યા મુજબ પરમાત્માના અનુગ્રહથી જ પુરુષનો મોક્ષ થાય છે, એ વાત અસંગત છે તેમ જ પુરુષ, પ્રકૃતિ વગેરેનું સ્વરૂપ વાસ્તવિક નથી... ઇત્યાદિ આ પૂર્વે સ્પષ્ટ રીતે જણાવ્યું છે. તે તે દાર્શનિકોની વાતો જે રીતે દૃષ્ટ (પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ) અને ઈષ્ટ (આગમપ્રતિપાદિત) અર્થના વિરોધથી યુક્ત છે તે રીતે જૈન દર્શનના સિદ્ધાંત દષ્ટપ્રાર્થના વિરોધી નથી. ઇત્યાદિ પણ આ પૂર્વેના નિરૂપણથી સમજી શકાય છે.
તેથી પરમાત્માના અનુગ્રહથી જ આત્માનો મોક્ષ થાય છે. તેમની ઇચ્છા હોય ત્યારે આત્માને મુક્ત બનાવે અને અન્યથા આત્માને તેઓ સંસારમાં રાખે... ઈત્યાદિ વાસ્તવિક નથી. દષ્ટ અને ઈષ્ટાર્થનો જે અવિરોધી છે; એવા આત્મા ઉપર પરમાત્માનો અનુગ્રહ જ એ છે કે સ્યાદ્વાદની મુદ્રાએ વસ્તુતત્ત્વને અનુસરી આગમાદિ શાસ્ત્ર અને ધર્મના કારણભૂત પૂ. ગુરુભગવંતશ્રીના પરમતારક ઉપદેશમાં તેઓશ્રીની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવી. શ્રી વીતરાગ
એક પરિશીલન