________________
કર્મ(યત્ન) વિના કરતું નથી. તેથી “જયાં દૈવ છે ત્યાં ફળ છે અને જ્યાં દૈવ નથી ત્યાં ફળ પણ નથી' - આ અન્વયવ્યતિરેકની જેમ, “જયાં ઐહિક કર્મ(યત્ન) છે, ત્યાં ફળ છે અને જ્યાં ઐહિક કર્મ(વાણિજ્યાદિ સ્વરૂપ) - યત્ન નથી, ત્યાં ફળ પણ નથી - આ અન્વયવ્યતિરેક પણ સમાન હોવાથી પૌવદહિક કર્મ-દૈવની જેમ ઐહિક પણ કર્મ-યત્નને કાર્યની પ્રત્યે કારણ માનવું જોઈએ. જેથી દેવ અને પુરુષકાર બંન્ને પરસ્પર સાપેક્ષપણે કાર્યની પ્રત્યે કારણ છે – એ સ્પષ્ટ છે.
યોગબિંદુમાં એ અંગે જણાવ્યું છે કે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય વગેરે હેતુઓથી આત્માએ કરેલું જે પૂર્વભવના શરીરમાં થયેલું કર્મ છે તેને દૈવ તરીકે જાણવું તેમ જ આ ભવમાં વ્યાપારી લોકો વગેરે દ્વારા વાણિજ્યાદિ (ધંધો વગેરે) જે કર્મ કરાય છે તે પુરુષકાર છે. પૂર્વભવનું કર્મ હોવા છતાં આ ભવમાં તેમને વાણિજ્ય-રાજ્યસેવાદિ કર્મ કરવું પડે છે, ત્યારે જ ફળની પ્રાપ્તિ થાય છે. યોગબિંદુ ૩૨પી આ કર્મ; જીવનો તેવા પ્રકારનો વ્યાપાર ન હોય તો જે કારણે પોતાના કાર્યને કરનારું તે બનતું નથી, તેથી તે બંન્નેનું પૂર્વે જણાવ્યા મુજબનું પરસ્પર અપેક્ષાવાળું સ્વરૂપ વાસ્તવિક છે. ૩૨૬ll
જેમ દંડથી જન્ય ચક્રભ્રમણ દ્વારા ઘટ થતો હોવાથી ત્યાં દંડ મુખ્ય કારણ અને ચક્રભ્રમણ ગૌણ કારણ મનાય છે તેમ પીવેદહિક કર્મ આ ભવના યત્ન દ્વારા ફળની પ્રત્યે કારણ બનતું હોવાથી દૈવ મુખ્ય કારણ છે અને યત્ન દ્વાર-વ્યાપાર હોવાથી ગૌણ કારણ છે.” - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે એ પ્રમાણે તો દૈવ પણ; તેના પૂર્વભવના શરીરમાં ઉદ્ભવેલા યત્નનો વ્યાપાર હોવાથી દૈવને પણ ગૌણ કારણ માનવું પડશે. જેમ દૈવ વિના યત્ન થતો નથી તેમ યત્ન વિના પણ દેવનો સંભવ ક્યાં છે? તેથી ફળની પ્રત્યે દેવ અને પુરુષકાર ઉભય સમાન રીતે કારણ છે. ૧૭-૧૩. કેવળ દૈવને ફળની પ્રત્યે કારણ માનવામાં દૂષણાંતર જણાવાય છે–
अपेक्ष्ये कालभेदे च, हेत्वैक्यं परिशिष्यते । दृष्टहानिरदृष्टस्य, कल्पनं चातिबाधकम् ॥१७-१४॥
अपेक्ष्य इति-केवलेन कर्मणा चित्रफलजनने कालभेदे चापेक्ष्येऽपेक्षणीये हेत्वैक्यं कारणैक्यं परिशिष्यते । तत्क्षणविशिष्टकार्यत्वावच्छिन्ने तत्क्षणस्य हेतुत्वेनैवानतिप्रसङ्गाद्देशनियमस्य च स्वभावत एवोपपत्तेः । किं च दृष्टहानिदृष्टानां कारणानां यत्रादीनां त्यागः, अदृष्टस्य च प्रधानस्य कल्पनम् । अतिबाधकमतिबाधाकारीति न किञ्चिदेतत् ।।१७-१४।।
“તે તે ફળની પ્રત્યે કલવિશેષને લઈને માત્ર કર્મને (દેવને) કારણ માનવામાં આવે તો કારણનું ઐક્ય જ માનવાનું રહે છે. એ રીતે દષ્ટ કારણોની હાનિ અને અદૃષ્ટ કારણની કલ્પના અત્યંત દુષ્ટ છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે કાર્યમાત્રની
४८
દેવપુરુષકાર બત્રીશી