________________
પ્રત્યે માત્ર દેવને જ કારણ માનવામાં આવે તો ભિન્ન ભિન્ન કાળમાં થનારાં તે તે કાર્યની પ્રત્યે કાલવિશેષને લઇને તે તે કાર્યની ઉત્પત્તિને ઉપપન્ન કરી શકાય છે. અર્થાત્ તે તે કાળની અપેક્ષાએ દૈવથી તે તે કાળે તે તે કાર્યની ઉત્પત્તિ થાય છે - આ પ્રમાણે માનીને ફળની પ્રત્યે કેવળ કર્મની કારણતાને કેટલાક લોકો માને છે. પરંતુ એમ માનવાથી તે તે કાલમાં થનાર છે તે કાર્યની પ્રત્યે તે તે ક્ષણને જ કારણ માનવાથી કોઈ દોષ નહીં આવે. તેથી કાર્યની પ્રત્યે એક જ (ક્ષણને જ) કારણ માનવાનો પ્રસંગ આવશે.
યદ્યપિ તે તે કાળમાં થનાર કાર્ય તે તે દેશમાં સ્થાનમાં) જ સર્વત્ર નહિ) થતું હોવાથી તે તે કાર્યની પ્રત્યે તે તે દેશને પણ કારણ માનવાનું આવશ્યક હોવાથી કારર્ણક્યના પરિશેષનો પ્રસંગ આવતો નથી. પરંતુ તે તે ક્ષણનો સ્વભાવ જ છે કે તે પોતાના કાર્યને તે તે દેશમાં જ કરે છે. આ પ્રમાણે સ્વભાવથી જ દેશનું નિયમન(તે તે દેશમાં જ કાર્યનું થવું) શક્ય હોવાથી કારણના ઐક્યના પરિશેષનો પ્રસંગ છે જ.
કથંચિત્ તે; દેવમાત્ર કારણતાવાદીને ઈષ્ટ છે – એમ માનવામાં આવે તો તેમને જે દોષ આવે છે તે આ શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવાય છે. એનો આશય સ્પષ્ટ છે કે ફળની પ્રત્યે માત્ર દૈવ-કર્મને કારણ માનવામાં આવે તો નજરે દેખાતાં એવાં યત્ન વગેરે કારણોનો ત્યાગ કરાય છે અર્થાત્ તેમાં કારણતાનો નિષેધ કરાય છે અને અદષ્ટ એવા દૈવ-પ્રધાન(કમ)ની કલ્પના કરાય છે, એ અત્યંત દુષ્ટ છે. દષ્ટનો અપલોપ અને અષ્ટની કલ્પના અત્યંત દોષાવહ છે – એ સમજી શકાય છે. તેથી સાંખોએ જણાવેલી વાત બરાબર નથી.. એ સ્પષ્ટ છે. I૧૭-૧૪ો.
દૈવ-કર્મ અદષ્ટ-અતીન્દ્રિય હોવાથી દષ્ટ કારણોના સમુદાય વડે જ કાર્યની ઉત્પત્તિ ઉપપન્ન થતી હોય તો તેને(દવને) ફળની પ્રત્યે કારણ માનવાની આવશ્યકતા નથી. - આ નાસ્તિક જેવાની માન્યતાનું નિરાકરણ કરાય છે–
दृष्टेनैवोपपत्तौ च, नादृष्टमिति केचन ।
फले विशेषात् तदसत्, तुल्यसाधनयोर्द्वयोः ॥१७-१५॥ दृष्टेनैवेति-दृष्टेनैव कारणसमाजेनोपपत्तौ जगद्व्यवस्थानिर्वाहलक्षणायां सत्यां । नादृष्टं कर्म कल्पनीयमिति केचन नास्तिकप्रायाः । ते हि वदन्ति विहितनिषिद्धाभ्यामपि कर्मभ्यामामुष्मिकफलजननं स्वध्वंसद्वारैवोपपत्स्यत इति किमन्तर्गडुनाऽदृष्टेन ? न चादृष्टसत्त्वे चरमसुखदुःखादिभोगेन तन्नाशात् फलविरामोपपत्तिरन्यथा तु तदनुपपत्तिरिति वाच्यम्, अदृष्टाभ्युपगमेऽपि कालान्तर एव फलप्राप्तेस्तदन्यकाले फलविरामोपपत्तेरिति । तदसत्, तुल्यसाधनयोः सदृशदृष्टकारणयोर्द्वयोः पुरुषयोः फले विशेषात् । तस्य चादृष्टभेदं विनाऽनुपपत्त्या तदसिद्धेः । जायते होकजातीयदुग्धपानादेव कस्यचिदुःखं कस्यचिच्च सुखमित्यत्र चादृष्टभेद एव नियामक इति । न च कर्कट्यादिवदुग्धादेः क्वचित्पित्तादिरसोद्
એક પરિશીલન
૪૯