________________
કેટલાક લોકો(સાંખ્યો) કહે છે કે “કાલવિશેષે કર્મ જ ફળને આપનારું છે.” પરંતુ તે બરાબર નથી. કારણ કે આ લોકમાં થતા વ્યાપાર, ધંધો, નોકરી વગેરે સ્વરૂપ કર્મ (ક્રિયા)ને યત્ન કહેવાય છે અને પૂર્વભવના શરીરથી જન્ય જે છે તે કર્મ છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે સાંખ્યો એમ કહે છે કે પ્રધાન જેનું બીજું નામ છે તે કર્મ જ યોગની સિદ્ધિમાં કાલવિશેષે તે તે કાર્ય કરનારું છે, પુરુષકાર ફળપ્રદ નથી. તે તે કર્મ જે કાળે પોતાના વિપાક(ફળ)ને દર્શાવવા સમર્થ બને છે, તે કાળને પાકેલો કાળ મનાય છે. કાળ પાકે ત્યારે જ તે તે કર્મ તે તે કાર્ય કરનારું બને છે. કાળનો પરિપાક ન થયો હોય ત્યારે કર્મથી પણ ફળની પ્રાપ્તિ થતી નથી. યોગબિંદુમાં એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે – સાંખ્યોએ કેવળ પુરુષકારથી રહિત કર્મ(પ્રધાન) જ કાલવિશેષને પ્રાપ્ત કરી છે તે કાર્ય કરનારું બને છે, એમ માન્યું છે.
પરંતુ સાંખ્યોની એ વાત બરાબર નથી. કારણ કે વ્યાપાર, ધંધો અને રાજાની સેવા વગેરે સ્વરૂપ નોકરી આદિ આ લોક સંબંધી કર્મોને યત્ન કહેવાય છે અને પૂર્વભવમાંના શરીરથી ઉદ્ભવેલું કે જે સંસ્કારસ્વરૂપે અથવા તેવા પ્રકારના કર્મણવર્ગણાના પુદ્ગલના સંબંધના કારણે આત્મામાં અવસ્થિત છે તેને કર્મ કહેવાય છે. યદ્યપિ આથી સાંખ્યોએ જણાવેલી વાતની અયુક્તતા સ્પષ્ટ થતી નથી, પરંતુ તે હવે જણાવાશે. ./૧૭-૧રા સાંખ્યોનું કથન અયુક્ત છે, તે જ જણાવાય છે–
भवान्तरीयं तत्कार्यं, कुरुते नैहिकं विना ।
द्वारत्वेन च गौणत्वमुभयत्र न दुर्वचम् ॥१७-१३॥ भवान्तरीयमिति-भवान्तरीयं पूर्वभवार्जितं तत्कर्म । कार्यं धनप्राप्त्यादिकम् । ऐहिकं वाणिज्यराजसेवादि कर्म विना न कुरुते । अतोऽन्वयव्यतिरेकाविशेषात् पौर्वदेहिकस्येवैहिकस्यापि कर्मणः कार्यहेतुत्वमिति द्वयोरन्योऽन्यापेक्षत्वमेव । तदुक्तं-“दैवमात्मकृतं विद्यात् कर्म यत्पौर्वदेहिकम् । स्मृतः पुरुषकारस्तु क्रियते यदिहापरम् ।।१।। नैतदात्मक्रियाभावे यतः स्वफलसाधनम् । अतः पूर्वोक्तमेवेह लक्षणं तात्त्विकं तयोः ।।२।। इति” । द्वारत्वेन व्यापारत्वेन च गौणत्वमुच्यमानम् । उभयत्र यत्ने कर्मणि च न दुर्वचम् । ऐहिकयलस्य कर्मव्यापारत्ववत् प्राग्भवीयकर्मणोऽपि प्राग्भवीययनव्यापारत्वाविशेषादिति भावः 9૭-૧રૂ.
પૂર્વભવમાં ઉપાર્જેલું તે કર્મ આ લોક સંબંધી કર્મ(યત્ન) વિના કાર્ય કરતું નથી. દ્વાર હોવાના કારણે યત્ન ગૌણ છે, આ પ્રમાણે બંન્ને સ્થાને કહેવાનું અશક્ય નથી.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ભવાંતરમાં ઉપાર્જેલું શુભાશુભ કર્મ જ્યારે પણ ધનની પ્રાપ્તિ વગેરે જે ફળને આપવાનું કાર્ય કરે છે, તે આ લોક સંબંધી વ્યાપાર કે રાજયસેવાદિ સ્વરૂપ
એક પરિશીલન