________________
જણાવ્યો છે. અહીં બત્રીશીના સાશવ... વગેરે પાઠના સ્થાને યોગબિંદુમાં સાવ... વગેરે પાઠ છે. ૧૯-૧૮.
___ इत्थं साश्रवानाश्रवत्वाभ्यां योगद्वैविध्यमुक्त्वा शास्त्रसापेक्षस्वाधिकारिकत्वतद्विपर्ययाभ्यां तद्द्वविध्याभिधानाभिप्रायवानाह
આ રીતે સાશ્રવ અને અનાશ્રવ સ્વરૂપે યોગના બે પ્રકારનું વર્ણન કરીને હવે શાસ્ત્રીય રીતે યોગનું અધિકારિકત્વ અને અનધિકારિકત્વસ્વરૂપયોગના બે પ્રકાર જણાવવાની ભાવનાથી કહેવાય છે–
शास्त्रेणाधीयते चायं, नासिद्धर्गोत्रयोगिनाम् ।
सिद्धेर्निष्पन्नयोगस्य, नोद्देशः पश्यकस्य यत् ।।१९-१९॥ शास्त्रेणेति-अयं च योगो गोत्रयोगिनां गोत्रमात्रेण योगिनामसिद्धेमलिनान्तरात्मतया योगसाध्यफलाभावाच्छास्त्रेण योगतन्त्रेण नाधीयते । तथा सिद्धेः सामर्थ्ययोगत एव कार्यनिष्पत्ते निष्पन्नयोगस्यासङ्गानुष्ठनप्रवाहप्रदर्शनेन सिद्धयोगस्यायं शास्त्रेण नाधीयते । यद्यस्मात् पश्यकस्य स्वत एव विदितवेद्यस्य । उद्दिश्यत इत्युद्देशः सदसत्कर्तव्याकर्तव्यादेशो नास्ति । यतोऽभिहितमाचारे-“उद्देसो પાસ નત્ય ”િ 198-99
“ગોત્રયોગીઓને યોગથી સાધ્ય એવા ફળની સિદ્ધિ થતી ન હોવાથી યોગનાં શાસ્ત્રો વડે યોગનું અધ્યયન થતું નથી તેમ જ નિષ્પન્નયોગીઓને ફળની સિદ્ધિ થયેલી હોવાથી એ રીતે યોગનું અધ્યયન થતું નથી. કારણ કે જેઓએ જાણવા યોગ્ય જાણી લીધું છે તેમને ઉપદેશ હોતો નથી.” - આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સ્પષ્ટ છે કે જેઓ ગોત્રમાત્રથી જ યોગી છે, પરંતુ યોગની સાથે જેમને કશો જ સંબંધ નથી – એવા યોગીઓને ગોત્રયોગી કહેવાય છે. આવા માત્ર ગોત્રના કારણે યોગી થયેલા જીવો, તેમનું મન મલિન હોવાથી, યોગથી સાધ્ય એવા ફળને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેવા પ્રકારની ફળની અસિદ્ધિના કારણે યોગશાસ્ત્રથી યોગનું અધ્યયન તેમને કરાવાતું નથી. જેમને ફળ મળવાનું નથી તેમને સાધન આપવાનો કોઈ અર્થ નથી - એ સમજી શકાય છે. માત્ર ગોત્રથી યોગીઓનું મન મલિન હોવાથી યોગનું ફળ પામવાની શક્યતા જ તેમને નથી.
આવી જ રીતે જેમને સામર્થ્યયોગથી જ કાર્યની (વિવક્ષિત ફળની) સિદ્ધિ થઇ ગઇ છે, એવા નિષ્પન્નયોગીઓને પણ શાસ્ત્રથી યોગનું અધ્યયન કરાવવાનું રહેતું નથી. અસંગાનુષ્ઠાનના પ્રવાહના દર્શનથી જેમને યોગની સિદ્ધિ થઈ છે – એવા સિદ્ધયોગીઓને અહીં નિષ્પન્નયોગીઓ કહેવાય છે. તેમને કાર્ય સિદ્ધ હોવાથી કારણની આવશ્યકતા નથી. કારણ કે પશ્યકને અર્થાતુ પોતાની મેળે વેદ્ય(જાણવાયોગ્ય)ને જેણે જાણી લીધું છે તેને ઉદ્દેશ નથી અર્થાત્ સદુ-અસના કર્તવ્યાકર્તવ્યનો ઉપદેશ અપાતો નથી. આથી એ વાતને જણાવતાં શ્રી આચારાંગસૂત્રમાં પણ
એક પરિશીલન
૧૨ ૧