________________
ઉપર જણાવ્યા મુજબ યોગ એક જ (સ્વ-પરદર્શન-પ્રસિદ્ધ યોગ અભિન્ન જ) હોય તો ભેદ કેમ પડે ? અને જો બધા યોગમાં ભેદ હોય તો તેનો સમાવેશ કરવાનો પ્રયાસ શા માટે ? (અર્થાત્ એ વ્યર્થ છે) - આ શંકાનું સમાધાન કરાય છે
योगे जिनोक्तेऽप्येकस्मिन् दृष्टिभेदः प्रवर्तते ।
क्षयोपशमवैचित्र्यात्, समेघाद्योघदृष्टिवत् ॥२०-२४॥ योग इति-(जिनेन) अर्हता सर्वज्ञेन प्रोक्ते तत्त्वत एकस्मिन्नपि योगे क्षयोपशमवैचित्र्याद दृष्टिभेदो दर्शनविशेषः प्रवर्तते । समेघादौ मेघसहितरात्र्यादावोघदृष्टिवत् सामान्यदर्शनमिव । तथा हि एकस्मिन्नपि दृश्ये समेघायां रात्रौ दृष्टिः किञ्चिन्मात्रग्राहिणी, अमेघायां तु मनागधिकतरग्राहिणी । एवं समेघामेघयोर्दिवसयोरप्यस्ति विशेषः । तथा सग्रहाग्रहयोश्चित्तविभ्रमतदभावाभ्यामर्भकानर्भकयोरपि मुग्धत्वविवेकाभ्यामुपहतानुपहतलोचनयोश्च दोषगुणाभ्यां ग्राहकयोरपि । तथा प्रकृतेऽपि योगदृष्टिभेद इति भावनीयम् । एतन्निबन्धनोऽयं दर्शनभेद इति योगाचार्याः । न खल्वयं स्थिरादिदृष्टिमतां भिन्नग्रन्थीनां योगिनां, यथाविषयं नयभेदावबोधात्, प्रवृत्तिरपि अमीषां परार्थं शुद्धबोधभावेन विनिवृत्ताग्रहतया मैत्र्यादिपारतन्त्र्येण गम्भीरोदाराशयत्वाच्चारिचरकसञ्जीविन्यचरकचारणनीत्येत्याहुः ।।२०-२४।।
શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો યોગ એક જ હોવા છતાં, મેઘસહિત રાત્રિ વગેરેને વિશે જેમ એક જ દશ્ય હોવા છતાં સામાન્યદષ્ટિમાં ભેદ વર્તાય છે તેમ ક્ષયોપશમની વિચિત્રતાના કારણે દર્શનભેદ પ્રવર્તે છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે શ્રી સર્વજ્ઞ એવા અરિહંતપરમાત્માએ દર્શાવેલો યોગ એક જ પ્રકારનો હોવા છતાં તેને સમજનારા જિજ્ઞાસુઓના મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમાદિની વિચિત્રતાથી તે તે દર્શનોનો ભેદ પ્રવર્યો છે. એ વાત દષ્ટાંતથી સમજાવવા શ્લોકના ઉત્તરાર્ધનો અંતિમ ભાગ છે.
એનું તાત્પર્ય એ છે કે દશ્ય-ઘટાદિ એક હોવા છતાં મેઘવાળી રાતમાં ખૂબ જ થોડી માત્રામાં એનું ગ્રહણ થાય છે. મેઘરહિત રાત્રિએ એ જ દશ્યનું થોડું વધારે ગ્રહણ થાય છે. આવી જ રીતે મેઘસહિત દિવસમાં અને મેઘરહિત દિવસમાં દશ્યના ગ્રહણમાં વિશેષતા સ્પષ્ટ છે. તેમ જ એ દશ્યને જોનાર ચિત્તવિભ્રમવાળો (સગ્રહ) અને ચિત્તવિભ્રમથી રહિત (અગ્રહ) હોય તો ય દશ્યગ્રહણમાં ફરક પડે છે. આવી જ રીતે એ દશ્યને જોનાર બાળક હોય અને યુવાન હોય (બાલથી ભિન્ન, તોયદશ્યગ્રહણમાં વિશેષતા હોય છે. કારણ કે એક મુગ્ધ હોય છે અને બીજામાં વિવેક હોય છે. આ રીતે જ જેની આંખમાં દોષ(ખામી) છે અને જેની આંખમાં દોષ નથી (ગુણ છે) એવા ઉપહત લોચનવાળા અને અનુપહત લોચનવાળા દશ્ય જોનારા હોય તોય દશ્યગ્રહણમાં ફરક પડતો હોય છે. તેવી રીતે જ યોગની દૃષ્ટિમાં ભેદ સમજી લેવો જોઈએ. એ ભેદને લઇને આ દર્શનોનો ભેદ છે - આ પ્રમાણે યોગાચાર્ય કહે છે.
એક પરિશીલન
૧૫૯