SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ જેમણે રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કર્યો છે, એવા સ્થિરાદિ દૃષ્ટિવાળા (પાંચમી છઠ્ઠી સાતમી અને આઠમી દૃષ્ટિવાળા) યોગી જનોને એવો ભેદ વર્તાતો નથી. કારણ કે તેઓને તે તે વિષયને અનુસરી નયાનુસારી બોધ હોય છે. આવા યોગી જનો ઉપદેશાદિની જે પ્રવૃત્તિ કરે છે તે પરાર્થ માટે થાય છે. કારણ કે તેઓને શુદ્ધ બોધ હોય છે. તેઓ આગ્રહ વિનાના, મૈત્રી વગેરે ભાવનાથી ભાવિત અને ગંભીર આશયવાળા હોય છે. ચારાને ચરનારો અને સંજીવનીને નહિ ચરનારો જે છે તેને ચરાવનારની નીતિથી આ યોગી જનોની પ્રવૃત્તિ એકાંતે પરાર્થકારિણી હોય છે... ઇત્યાદિ ‘યોગદૃષ્ટિ એક પરિશીલન' થી સમજી લેવું જોઇએ. I૨૦-૨૪॥ દૃષ્ટિસામાન્યનું સ્વરૂપ વર્ણવાય છે અને તેનો વિભાગ કરાય છે—– सच्छ्रद्धासङ्गतो बोधो, दृष्टिः सा चाष्टधोदिता । मित्रा तारा बला दीप्रा, स्थिरा कान्ता प्रभा परा ।।२० - २५।। सच्छ्रद्धेति - सच्छ्रद्धया शास्त्रबाह्याभिप्रायविकलसदूहलक्षणया सङ्गतो बोधो दृष्टिः, तस्या उत्तरोत्तरगुणाधानद्वारा सत्प्रवृत्तिपदावहत्वात् । तदुक्तं - " सच्छ्रद्धासङ्गतो बोधो दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातसत्प्रवृत्तिपदावहः || १ ||" इति । सा चाष्टधोदिता मित्रा तारा बला दीप्रा स्थिरा कान्ता પ્રમા પરા વેતિ ૨૦-૨૫|| “સશ્રદ્ધાથી સંગત એવા બોધને દૃષ્ટિ કહેવાય છે. તેના આઠ પ્રકારો શાસ્ત્રમાં જણાવાયા છે, જેનાં અનુક્રમે મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા – આ નામો છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે ચોવીસમા શ્લોકથી દૃષ્ટિભેદનું કા૨ણ વર્ણવીને આ શ્લોકથી દૃષ્ટિનું સ્વરૂપ જણાવવા સાથે તેનો વિભાગ કરાય છે. સત્પ્રદ્ધાથી સંગત એવો બોધ દૃષ્ટિ છે. શાસ્ત્રથી બાહ્ય(વિપરીત) અભિપ્રાયથી વિકલ (રહિત) એવા સદૂહ(સદ્વિચારણા) સ્વરૂપ સત્ શ્રદ્ધા છે. અસત્ એવી શ્રદ્ધાનું ગ્રહણ ન થાય એ માટે અહીં સત્ શ્રદ્ધાનું ઉપાદાન કર્યું છે. પોતાની ઇચ્છાને આશ્રયીને જે વિચારણા થાય છે, તેને અસત્ શ્રદ્ધા કહેવાય છે. તેના વ્યવચ્છેદ માટે અહીં સત્ શ્રદ્ધાનું ઉપાદાન કર્યું છે, જે શાસ્ત્રાનુસારી વિચારણા સ્વરૂપ છે. પોતાના અભિપ્રાયથી જે વિચારાય છે તે સત્ શ્રદ્ધા સ્વરૂપ ન હોય એ સમજી શકાય છે. સત્ શ્રદ્ધાથી સંગત જે બોધ-અવગમ(સમજણ) છે - તેને દૃષ્ટિ કહેવાય છે. માત્ર જ્ઞાનને અહીં દૃષ્ટિ તરીકે વર્ણવવામાં આવતું નથી. જાણવું અને સમજવું : આ બંન્નેમાં જે ભેદ છે તેને સમજનારા જ્ઞાન અને બોધમાં જે ભેદ છે તેને સમજી શકે છે. બોધને દૃષ્ટિ તરીકે વર્ણવવાનું કારણ એ છે કે, બોધ; ઉત્તરોત્તર ગુણનું આધાન કરી સત્પ્રવૃત્તિના સ્થાનને પ્રાપ્ત કરાવે છે. ૧૬૦ યોગાવતાર બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy