SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ યોગબિંદુગ્રંથમાં (શ્લો.નં. ૪૧૭) આ વસ્તુને જણાવતાં ફરમાવ્યું છે કે “પાપાક૨ણનિયમનો સ્વીકાર કરવામાં ન આવે તો, ફરી પાછું ન આવે એવું આત્યંતિક મૃત્યુ તેમ જ ફરી પાછા નરકાદિમાં જવાનું ન બને એવી અગતિ વગેરે સદ્યુક્તિથી ઘટી શકતા નથી... એમ આગમમાં જણાવ્યું છે.” આથી સ્પષ્ટ છે કે પાપાકરણનો નિયમ ન માનીએ તો દુઃખની અત્યંત વિમુક્તિ વગેરે યુક્તિસંગત નહિ બને. યદ્યપિ તત્ત્વજ્ઞાનથી જ દુ:ખની આત્યંતિક વિમુક્તિ સંગત થતી હોવાથી તેના માટે (આત્યંતિક દુઃખધ્વંસ માટે) પાપાક૨ણનિયમને કારણ માનવાની આવશ્યકતા નથી. પરંતુ તત્ત્વજ્ઞાનની પ્રત્યે મિથ્યાજ્ઞાનનો નાશ કારણ છે અને મિથ્યાજ્ઞાનનો નાશ પાપાકરણનિયમથી થાય છે. તેથી પાપાકરણનિયમ, મિથ્યાજ્ઞાનના નાશ દ્વારા તત્ત્વજ્ઞાનની પ્રત્યે હેતુ હોવાથી પાપાક૨ણનિયમનો અવશ્ય સ્વીકાર કરવો જોઇએ. પાપાકરણનિયમનો જે હેતુ છે તે શ્લોકના ઉત્તરાર્ધ્વથી જણાવાય છે. એનો આશય એ છે કે પાપાકરણનિયમમાં, પરની(બીજાની) પ્રત્યે કરાતા અપરાધની નિવૃત્તિનો કારણભૂત અને તત્ત્વજ્ઞાનને અનુકૂળ એવો આત્મામાં પ્રતિષ્ઠિત (સુસ્થિર) થયેલો જે ભાવ (અંતઃકરણપરિણામ) છે તે હેતુ છે. આ અંગે ‘યોગબિંદુ’(શ્લો.નં. ૪૧૮)માં જણાવ્યું છે કે “આ પાપાકરણના નિયમનો હેતુ આત્માનો ઉત્કૃષ્ટ પરિણામ છે, જે તે તે પાપસ્થાનના વિષયમાં શત્રુ મિત્ર કે ઉદાસીન જનોની પ્રત્યેના અપરાધની નિવૃત્તિનું કારણ છે તેમ જ પ્રધાન એટલે કે યથાવસ્થિત વિજ્ઞાનને અનુસરનારી કરુણાસ્વરૂપ છે - આ પ્રમાણે સૂક્ષ્મદર્શી એવા મહાત્માઓ કહે છે.” આ રીતે પાપાકરણનિયમની ઉપપત્તિ થયે છતે વૃત્તિક્ષયનું ઔચિત્ય છે. તે તે ફળના (દુષ્ટસંસારસ્વરૂપ ફળના) હેતુને ન કરવાના કારણે ફળની અનુત્પત્તિસ્વરૂપ પર્યાયની પણ ઉપપત્તિ (સંગતિ) સિદ્ધ થાય છે. “આત્યંતિક દુઃખવિગમ પૂર્વે તેનો(દુઃખનો) પ્રાગભાવ નાશ પામે છે. તેથી દુઃખની અનુત્પત્તિ થાય છે. એમાં હેત્વકરણ(પાપાકરણ)નિયમને કારણ માનવાની આવશ્યકતા નથી.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે દુ:ખની ઉત્પત્તિની યોગ્યતાના વિગમ સ્વરૂપ, દુ:ખ-પ્રાગભાવનો અપગમ પણ વસ્તુતઃ તેના હેત્વકરણનિયમને લઇને જ ફળસ્વરૂપ બને છે. હેત્વકરણના નિયમના વિરહમાં ચોક્કસ જ ફળની(દુઃખાદિની) ઉત્પત્તિ થાય છે. યોગબિંદુ(શ્લો.નં. ૪૨૩)માં એ વિષયમાં જણાવ્યું છે કે “નવમાદિ ગુણસ્થાનકે રહેલા ક્ષપકશ્રેણીગત મહામુનિઓ, શરીર અને મન સંબંધી ચેષ્ટા સ્વરૂપ વૃત્તિઓના બીજને, તે તે કર્મબંધની યોગ્યતાનો વિગમ થવાથી દેડકાની ભસ્મના ન્યાયે શુક્લધ્યાનસ્વરૂપ દાવાનલથી બાળીને મોક્ષસ્વરૂપ કલ્યાણને પ્રાપ્ત કરે છે.” દેડકાની ભસ્મ થવાથી નિમિત્ત મળતાં તેમાંથી જેમ ફરી દેડકા પેદા થતા નથી તેમ આ મહામુનિઓને ફરી કર્મબંધ થતો નથી. ૨૦-૨ ननु यद्येक एव योगस्तदा कथं भेदः ? भेदे च प्रकृते किं तदन्तर्भावप्रयासेनेत्यत आह યોગાવતાર બત્રીશી ૧૫૮
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy